________________
८८
શિષ્ય
શિક્ષક
નવભારતના ભાગ્યવિધાતા
દેઢ મનોબળની કેળવણી, કુદરતી દુઃખ સહન કરવાની શક્તિ, અને વકીલાતમાંથી નાગરિક-નગરસેવા-જનસેવા, એમાં મ્યુનિસિપાલિટીનો અનુભવ. એમાં સાફસૂફી કરતાં ઇંગ્લેન્ડથી આવેલા ગોરા અણઘડ સ્વાર્થી અધિકારીઓનો સામનો. એમને ભગાડવા...
:
: એમને ભગાડી શિક્ષણના સવાલને હલ કરી, ગુજરાત સભામાંથી મહાસભાના એક અનન્ય મોવડી થઈ સરદાર બન્યા. દેશદાઝ, દેશસેવા, દેશભક્તિના પાઠ પોતે ભણ્યા અને પ્રજાજનોને ભણાવ્યા. એને તમે બળવાખોર નહીં કહી શકો. કામકાજમાંથી, સરકારમાંથી સાફસૂફી કરાવી, રચનાત્મક કામ કરાવ્યું. એવી એમની રીત, એને બળવાખોર નહીં કહેવાય. ક્રાંતિકારી પણ નહીં કહેવાય. રચનાત્મક કાર્યના કરનારા, સિદ્ધાંતને માટે સત્ય હકીકત રજૂ કરનારા, અને સાચો રસ્તો બતાવનારા વલ્લભભાઈ સાહેબ, બારડોલીમાં સરદાર કહેવાયા, હવેથી આપણે એમને માટે સરદાર વિશેષણ વાપરીશું.
૫
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર
: પાત્રો :
પ્રેટ, જીજીભાઈ, ભુલાભાઈ, મિ. ક્લાર્ક
પ્રેટ
: જીજીભોઈ ! યુ ડેમ ફૂલ !
જીજીભાઈ : યસ સર ! કમિશનર સાહેબ !
: વૉટ યસ સર ?
પ્રેટ
જીજીભાઈ : યુ ડેમ ફૂલ !
પ્રેટ
: શટ અપ.
જીજીભાઈ : યસ સર, શટ અપ.
પ્રેટ
: જીજીભોઈ ! દરેક વાતમાં યસ સર, યસ સર, કેમ કહો છો ? જીજીભાઈ : મહેરબાન પ્રેટ સાહેબ, આપ તો ગુજરાત તથા ગુજરાતી ભાષાના જાણકાર છો.
પ્રેટ
: એટલે યસ સર ! કહેવાનું ? જીજીભાઈ !
જીજીભાઈ : ના સાહેબ ! પણ અંગ્રેજી અમલદારશાહીએ અમારે ત્યાં આ શિરસ્તો પડાવ્યો છે. સાહેબ કહે તે જ સત્ય, એ જ સવાવીશ. : એટલે ?
પ્રેટ
જીજીભાઈ : રેલવેની નોકરી એ ખાનગી નોકરી, કંપનીની નોકરી, ત્યાં પણ ક્લાર્ક બાબુએ યસ સર, યસ સર, કહેવાનું. તો સરકારી નોકરીમાં