________________
શિષ્ય
શિક્ષક
ઘોષાલ
શિક્ષક
ઘોષાલ
શિક્ષક
: ઘોષાલ પણ બંગાળી અને દેશબંધુ પણ બંગાળી ?
:
નવભારતના ભાગ્યવિધાતા
:
પણ દેશબંધુ ચિત્તરંજનદાસ તે દેશબંધુ, અને ઘોષાલ તે બ્રિટિશ સરકારના સાચ્ચા ખાસા દાસ. એવા ફરકવાળી વ્યક્તિઓની ખોટ છે ? દરમ્યાન શ્રી વલ્લભભાઈએ મ્યુનિસિપાલિટીની નિશાળોમાં રાષ્ટ્રીય શિક્ષણની હિમાયત કરી. બસ ઘોષાલની ઘોષણા વધી. જુઠાણાની હદ જ ન રહી.
અમદાવાદ શહે૨મેં કિસકા રાજ હૈ. વાલાભાઈ યા કલેક્ટર સાહબ કા – કલેક્ટર તાજકા પ્રતિનિધિ હૈ. ઇનકુ માનના ચાહિયે. વાલાભાઈ એજ્યુકેશનકા સર્વનાશ કરનેકુ નીકલે હૈ, યે તો...
તો વલ્લભભાઈ સાહેબે એવો ઠરાવ કરાવ્યો કે, કોઈ સરકારી અધિકારી નિશાળોમાં ઇન્સ્પેક્શન કરવા જાય તો એને નિશાળોમાં નિરીક્ષણ નહીં કરવા દેવા. પરીક્ષાઓ બંધ.
પછી તો જે લખાપટ્ટી ચાલી છે. એક બાજુ કલેક્ટર બીજી બાજુ વલ્લભભાઈ અને એના સાથીદારો. સરકારે પોતાની નિશાળો ખોલી એ બધી ખાલી. એટલે ફરી ઘોષાલ બગડ્યા.
: ‘ટ્રેનિંગ કૉલેજમેં સે સબ શિક્ષકોકુ નિકાલ દિયા જાયગા, ઉનકુ તનખા નહી મિલેગા. મય ઘોષાલ, ઉત્તર વિભાગકા કિમશનર હું. અબ હમારી સાથ પ્રેટ સાહેબ આ જાયગા . ચેતો.'
: પ્રેટ સાહેબે પણ જાતજાતના દાવ અજમાવ્યા. પગારબંધીનો સરકારે ઠરાવ કર્યો. રાતે દોઢ-બે વાગ્યા સુધી કમિશનરને બંગલે દોડધામ. એ બધાની પળેપળે શ્રી વલ્લભભાઈ સાહેબને ખબર મળે. એટલે સવારે સાતમી તારીખે પ્રાતઃકાળે એમણે
મનિષાપિલીટી
શિષ્ય
શિક્ષક
શિષ્ય
શિક્ષક
:
૮૩
બોલાવેલી મીટિંગમાં—પોતે સ્કૂલ કમિટીના પ્રમુખ, એટલે તરત પગાર કરવા માટે ચેક પર સહી કરાવી, તરત ઊઘડતી બેંકમાંથી ૨કમ મંગાવી, પગાર કરાવી દીધો. પેલા રાતના ઉજાગરાવાળા સાહેબો બે વાગે દફતરમાં પધાર્યા ત્યારે તો
:
પગાર વટાઈ ગયેલો. ઉપરાંત, જે જે કર્મચારીઓ ચાડીચુગલી ખાવા કલેક્ટરને બંગલે જઈ બેઠા હતા એમની પાસે ખુલાસો મંગાવ્યો. બધાને ખૂબ ખખડાવ્યા. ચીફ ઑફિસર મ્યુનિસિપાલિટીના નોકર છે, તે સરકારી નોકર નથી, એમ એની ઉપર પણ કાગળ જતાં, એ સાહેબ, રજા ઉપર ઊતરી ગયો. આવી તો કંઈક મ્યુનિસિપાલિટીમાં, લોકશાહીની રસમો છે, એની ઉપર સરકારી હુકમ ન ચાલે, એવા કાયદેસરના સીધા શિરસ્તાઓ વલ્લભભાઈએ દાખલ કરાવ્યા.
પેલા ઘોષાલનું શું થયું ?
: ઘોષાલ તો ગયા, પણ આ કિંમશનર અને કલેક્ટરે તો મુંબાઈ સરકાર પાસે સાચાં-જૂઠાં લખાણો કરી અમદાવાદ મ્યુનિસિપલ બૉર્ડ આખાને ઉરાડી મૂકવાનો હુકમ કરાવ્યો. એટલે વલ્લભભાઈ સાહેબ તો તદ્દન છુટ્ટા. એક બાજુથી સરકાર મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડને નામે પ્રગટ થયેલા સુધારા મારફત સ્થાનિક સ્વરાજ્યની વાતો કરે, બીજી બાજુ સ્થાનક સ્વરાજ્ય ચલાવતી મ્યુનિસિપાલિટીના બૉર્ડના લોકલ અધિકારીઓ ઉરાડી મૂકે. એ બાબત ઉપર શ્રી વલ્લભભાઈએ ભારે ચર્ચા જગાડી, ઠેઠ સિમલાની સરકાર સુધી પહોંચ્યા, અને એ જ અરસામાં અમદાવાદને આંગણે આવી મહાસભાની બેઠક. એની સ્વાગત સમિતિના પ્રમુખ, ધારો કોણ હશે ?
: સરદાર વલ્લભભાઈ પટેલ.
બરાબર, પણ હજી વલ્લભભાઈ સાહેબ સરદાર તરીકે પૂરા પ્રસિદ્ધ થયા નહોતા. સરદાર થવાની વાર છે.