________________
મનિષાપિલીટી
શિલાડી
અવાજ
શિલાડી અવાજ
શિષ્ય શિક્ષક
શિલાડી
નવભારતના ભાગ્યવિધાતા જુદા, બહાર બતાવવાના દાંત જુદા. ટૂંકમાં સ્થાનિક શહેરી સ્વતંત્રતા આપવાની બડી બડી બાતો. પાછલે બારણે એ સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનાં પગલાં. આ દેશમાં જ અંગ્રેજ આઇસીએસ વહીવટી અમલદારો આવતા રહેતા. એમાંના મોટા ભાગના જુનવાણી વિચારના અને સામ્રાજ્યના ટેકેદારો અમલદારશાહીના નશાથી ચકચૂર . એટલે સરકારનાં એવાં પગલાં સામે પોકાર થયો. ૧૯૧૯માં મુંબઈ ઇલાકાની રાજકીય પરિષદ અમદાવાદમાં ભરાઈ. એમાં સરકાર સામે
ઊહાપોહ થયો. પણ અંગ્રેજ સરકારે નમતું ન આપ્યું. : પરિણામ ? : એક સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીને માથે ઠોકાયા.
એનું નામ મિ. શિલાડી, મગજનો ભારે ગરમ, હાડે હાડમાં તુમાખી, રુએ રુએ સત્તાનો નશો, ખોટાં કામનો કરવાવાળો.
પાકો અવળચંડો-સાંભળો. : અબ, સી ધ ફન, લોક કહેતે હૈ એક નવા બારિસ્ટર આયા
હૈ. નામ હૈ વાલાભાઈ પટેલ. એસા બૅરિસ્ટર તો અમને બહુત દેખે. વો કિસીકી જગ્યા પર આકર મ્યુનિસિપાલિટીમાં બેઠ ગયા. ઠીક હૈ, મય સબકુ સીધા કર દૂગા. વે અમદાવાદ
કે લોગ, અંગ્રેજ સે હંમેશાં ડરતે હૈ, ઔર ડરતે હી રહેંગે. : ઐસા ? શિલાડી સાબ ! : હાં હાં ઐસા. : જો, ગુજરાતી જબાન સમજો. અંગ્રેજ લોકોએ જમાલપુર
દરવાજાની બહાર ખાનગી કસાઈખાનું ખોલ્યું હતું એમાં પાંચેક વકીલોએ ભારે ઊહાપોહ કર્યો અને ગોરા સાહેબને સમજાવવા ગયા.
: તો ક્યા હુઆ. ગોરા સાહેબને સબ વકીલોંકુ પકડ પકડ કરી
એક કમરે મેં કેદ કર દિયા. હી...હી...હાં...હાં...હાં : હ...હાં...હાં...હી. પેલા ચિમનલાલ ઠાકોર, વકીલ તો ઘોડા
પર ગયા'તા એને તો પકડી ન શક્યા. તે મારતે ઘોડે ગામમાં આવ્યા અને બધા વકીલોને ઘેર જઈ હકીકત કહી. પોલીસને કહી. એટલે તો ગામલોક લાડી લઈને જમાલપુર દરવાજા
પર ઊમટ્યું. પછી મિ. શિલાડી, પરિણામ જાણો છો ને ? : ક્યા હુવા ? : એ તમારા ગોરા અફસરને એ કતલખાનું ચલાવવાવાળાને
ઊભી પૂંછડીએ રાતોરાત જીવ બચાવવા ભાગવું પડ્યું. : હાં, તો ચિમનલાલ ઉન્હીં પર ફોજદારી દાવો કરને કહતે
થે, તો ઐસા તો કુછ હુઆ નહીં. : અલ્યા શિલાડિયા ! પેલાને જીવ બચાવવા ભાગવું પડે, એ
કરતાં ફોજદારી કેસ વધારે અગત્યનો એમ તમે કાયદાબાજો જડભરત તે જડભરત જ રહ્યા. હાં...હાં...હાં...હી. હવે ખાનગી કતલખાનું એની માએ શેર સૂંઠ ખાધી હોય તો ખોલે ફરી ! ખાનગી કતલખાનું ! જોઈએ તો ખરા, વળી
એવા ઉપર કેસ શો માંડવા ! : ઠીક હય, અમકુ ભગાને વાલે કોન હૈ – દેખે શિકલ. : વો ભી હો જાયેગા. : પછી પેલા શિલાડિયાને ભગાડ્યો. : ભાઈ એમ એમને ભગાડવા સહેલા તો નહોતા, પણ બન
ગઈ. આ અમદાવાદ શહેરની પાસે કાંકરિયા તળાવ છે, ત્યાં એક શુષ્કર નામનું નાનું તળાવ હતું. ભારે ગંદું. આસપાસ
અવાજ
શિલાડી
અવાજ.
શિલાડી
શિલાડી અવાજ શિષ્ય શિક્ષક
અવાજ