________________
૨૨૬
નવભારતના ભાગ્યવિધાતા
સરવૈયું અને વિદાય
૨૨૭ અંગ્રેજોનું રાજ્ય ટળ્યું છે. બાકી ન્યાતજાતના ભેદ, અસ્પૃશ્યતા, ભૂખ્યા પ્રજાજનોની વિટંબણા હજી એમનાં એમ ઊભાં છે. આખો દેશ એક કુટુંબ જેમ નહીં વર્તે ત્યાં સુધી આપણો ઉગારો
નથી.**
ચન્દ્રવદન : હા, સરદાર સાહેબને મહાત્માજીનું એ પગલું બિલકુલ ગમ્યું
નહોતું. એ રજી જાન્યુ. ૧૯૪૮ શિલોંગમાં હિન્દી ફોજના અફસરોને આસામ રેજિમેન્ટને હિન્દને વફાદાર રહી હિન્દની
સેવા કરવાનો જાતે હાજર રહી સંદેશો આપ્યો હતો. રમેશ : આ રહ્યા એમના શબ્દો : ‘પાંત્રીશ વર્ષોથી હું પણ લઢ્યો ,
લઢવૈયો છું, હમારા રાહબર ગાંધીજી છે. અમે બંદૂક વિના લહ્યા છીએ. અમારું હથિયાર અહિંસા છે. પણ તમારો ધર્મ
જુદો છે. હિંદનું રક્ષણ કરજો.’ ચન્દ્રવદન : શિલોંગથી એ કલકત્તા ગયા. ત્યાં શેઠ અને કર્મચારીઓને સાથે
મળી કામ કરવાની સલાહ આપી. પછી ગાંધીજીએ ઉપવાસ
શરૂ કર્યા. સરદાર સાહેબે બાપુને બહુ ના પાડી – મારકંડ : હા, અને ઊંચે જીવે સૌરાષ્ટ્રનાં રાજ્યોના એકીકરણ માટે રાજકોટ
ગયા. ૧૫ જાન્યુ. ૧૯૪૮નો દિવસ. ચન્દ્રવદન : તે પહેલાં એમણે ગાંધીજીને જે કાગળ લખ્યો તે પણ યાદ કરવા
જેવો છે. ‘મને રાજકારણમાંથી છૂટો થવા દો. કૅબિનેટમાંના
પ્રધાનપદેથી છૂટો થવા દો,' પણ ગાંધીજીએ ના પાડી. મારકંડ : રાજ કોટથી સરદાર મુંબઈ આવ્યા. ત્યાં મુંબઈની સભામાં એમણે
પોતાના હૃદયનો ભાર સ્પષ્ટ ભાષામાં ઠાલવ્યો. ગુનેગારોને સજા કરવી જ જોઈએ અને ખોટા કામ કરનારને ઠપકો આપવો
જ જોઈએ. એ વિના રાજ્ય ન ચાલે. ચન્દ્રવદન : ત્યાં એમણે એમ પણ કહ્યું કે મને જેલમાં જવા દો. આ બહારની
અશાંતિ મારાથી ખમાતી નથી. મારકંડ : પણ સદ્ભાગ્યે દિલ્હીમાં ગાંધીજીએ અપવાસ છોડ્યા. રમેશ : અને કરમસદની સભામાં સરદાર સાહેબે સાચી હકીકત જાહેર
કરી. “આપણે હજી સ્વરાજ્ય મેળવ્યું જ નથી. ફક્ત પરદેશી
મારકંડ : પણ ગાંધીજીએ ઉપવાસ છોડ્યા એના બારમે દિવસે સાંજે ગાંધીજી
અને સરદાર સાહેબનું આખરી મિલન થયું. બંનેના હૃદયનો
મેળ તો ખાધો. ચન્દ્રવદન : પણ બંનેના હૃદયમાં ગોળી વાગી-એકને પ્રત્યક્ષ , બીજાને ગૂઢ. મારકંડ : અને સરદાર સાહેબ તૂટી પડ્યા. રમેશ : આખો દેશ તૂટી પડ્યો. ચન્દ્રવદન : તમે આ ઘટના વિષે જાણો છો ? મારકંડ : શી ? ચન્દ્રવદન : મહાદેવભાઈ દેસાઈની નોંધપોથી જુઓ. પણે પડી. વાંચો સરદાર
સાહેબે બાપુને જે કહેલું તે મહાદેવભાઈએ નોંધ્યું છે. “બાપુ ! તમે નહીં હો તે દિવસ પછી મારે જીવવું નથી. આપણે બંનેનું
એક જ દિવસે સાથે અવસાન થાય તે ઉત્તમ વાત” મારકંડ : ગાંધીજીની હત્યા બાદ સરદાર સાહેબ હંમેશાં ગમગીન જ રહેતા. ચન્દ્રવદન : પાંચમી માર્ચને દિવસે એમને અંદરથી આગાહી થઈ. એક બાજુ
હૈદરાબાદની વસમી વાટાઘાટે ચાલતી અને એમણે ડાક્ટરને બોલાવવા સૂચના આપી. એ આવ્યા, બપોરના ભોજન સમયનો એક ચમચો હજી જીભે નથી અડ્યો, અને સરદાર સાહેબ બેચેન થઈ ગયા. સાવ નબળા, પથારીમાં પડ્યા અને તરત બેભાન. હૃદયરોગનો હુમલો હતો. માંડ કેટલાક કલાક બાદ સરદાર સાહેબ ભાનમાં આવ્યા. ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા, મને શા