________________
૨૧૬ કવિ
માયો
કવિ
માયા
નવભારતના ભાગ્યવિધાતા : તારી વાત સાચી, ગાદીનો મોહ એકાએક નથી છૂટતો. પણ સરદાર સાહેબે ભાગલા પછી, ગાંધીજી ઉપવાસ પર ઊતર્યા ત્યારે ખુરશી છોડી દેવા માટે લાંબો કાગળ લખ્યો હતો. હવે તો એ કાગળ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. : સરદારને હું તો શું, પણ મારા જેવી દશગણી માયા વળગતી
આવે તોયે સરદાર સાહેબ એમાં લપટાય નહીં. : છેલ્લે છેલ્લે તો અમદાવાદમાં નાનકડું ઘર હતું તે પણ વેચી
નાંખ્યું હતું. એમની પાસે અસ્કામતો કંઈ જ નહીં. : અરે આવું બોલો છો ? અસ્કામતો બહુ મોટી વિશાળ, આખો હિન્દુસ્તાન એમનો પોતીકો દેશ. પ્રત્યેક પ્રજાજનને એમને માટે માન, લાગણી; રાજાઓનો જ દાખલો લ્યો... રાજાઓને એમણે ઉઠાડ્યા, પણ એ જ રાજાઓને સરદાર સાહેબ માટે કેટલું માન હતું ! ભલભલા મોટા રાજાઓ તો એમને પોતાના વડીલ ભાઈ તરીકે માનતા. : જામ સાહેબનો દાખલો. : ત્યારે અસ્કામતો નહીં એમ કેમ કહેવાય ? ગાદી, ધન, દોલત, સત્તા એ જ અસ્કામતો છે ? હમદર્દી, દિલસોજી, દેશદાઝ એ બધા ગુણો અસ્કામતો નહીં ? અને એમની પ્રાર્થના, ઈશ્વરમાં શ્રદ્ધા, ભક્તિ, એ બધાં કેટલાં ? એનો કોણ અંદાજ કાઢી શકે ? કારણ એ બધું તો એમના અંતરમાં ઊભરાતું, યા વલોવાતું, બહાર એનો જરા પણ દેખાડો નહીં. : તારી વાત સાચી છે. : કવિરાજ, શરૂઆતમાં તમે મને ભાંડી. હું તો માયા છું; પણ મારો સ્વભાવ જ એવો છે કે ભલભલા મારામાં લપટાય. પરંતુ સરદાર જેવી વ્યક્તિ કેટલી અલિપ્ત રહી શકે છે, એ તો જુઓ. એમના જેવી તટસ્થ વ્યક્તિ તમને બીજી કોઈ નહીં મળે.
હૈદરાબાદ અને...
૨૧૭ કવિ : શું કહેવા માંગે છે ? માયા : કે એમના જેવાની સામે હું કદી મારો માયાવી પ્રયોગ આચરતી
નથી. આચરી શકું નહીં. તમે દેશના દેશી સંસ્થાઓના એકીકરણની યા વિલીનીકરણની વાતો કરો છો પણ સિવિલ સર્વિસની વાત કરોને ? : કેમ એ કર્મચારીઓને તો સરદાર સાહેબે ભારતની નોકરીમાં રાખ્યા છે. કોઈને કહાડ્યા નહીં. : એમ નથી. એમાં પણ ગોરા અને હિન્દી બે પ્રકારની જાતિના હતા. ગોરાઓ માનતા કે અમે દેવ, અમે વધારે દક્ષ, હોશિયાર,
ચતુર એ બધું તો ખરું, પણ વફાદાર કોને ? કવિ : કેમ ? વફાદાર તો એ હતા જ . માયા : પણ કોને, બ્રિટિશ સામ્રાજ્યને. એટલું જ નહીં પણ એ વફાદારીનાં
લક્ષણોમાં ઘણી વાર વધારે પડતા ઉત્સાહનો, યા પોતાના વોરા લૉર્ડ હિન્દને સદા ગુલામીમાં રાખનારા લાટ સાહેબોને ખુશ રાખવાના ઇરાદામાં કંઈક હિંદીઓને, દેશદાઝ રાખનારા હિન્દીઓને ભારે અન્યાય પણ કરી બેઠા હતા, એવાઓની
વફાદારી વિષે શું ? કવિ : અલબત્ત, એમની વફાદારી રાજ્યને, ગોરા હોય તો એમને ઘરે;
ગોરા વફાદારી તો રાજ્યની એટલે કે હિન્દને જ હોય ને ? : વર્ષોથી બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર રહેવાની વળગેલી માયાવાળા
એમનો હૃદયપલટો તરત તો કેમ થાય ! દેશી રાજાઓ તો આખરે હિન્દી હતા તે સમજ્યા, પલટાયા પણ આ લોખંડી
જાળના સળિયા જેવા ગોરા સિવિલિયનો ! કવિ : એમને પણ માયા તો વળગેલી જ હતીને !
કવિ
માયા
કવિ
માયા
માયા