________________
n વર્તમાન સમયમાં જૈન તત્વદર્શનની પ્રસ્તુતતા 2 બીજા વૃદ્ધ ગીધે ચીપી-ચીપીને કહ્યું, ‘તેં અમારાં શાસ્ત્રો ક્યાંથી વાંચ્યાં હોય ? અમારાં શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ગીધ પર કૃપા વરસાવવા માટે જ ઈશ્વર માનવીને યુદ્ધમાં ધકેલે છે. યુદ્ધ અને માનવીનો મેળ ઈશ્વર ગીધને માટે જ સર્જે છે.'
વર્ષોના અનુભવી ગીધને નાસી છૂટવાની સલાહ આપનાર પક્ષી વીલા મોઢે પાછું ફર્યું. બંને ગીધ યુદ્ધની મોજ માણવા પાંખો ફેલાવીને આકાશમાં અહીંતહીં આનંદભેર ઘૂમવા લાગ્યાં. જમીન પર બેસીને મીઠાં ભોજનનાં સ્વપ્નાં સેવવા લાગ્યાં, પરંતુ એવામાં જ બૉમ્બ પડ્યો અને એમના અવશેષ પણ શેષ ન રહ્યા.
પરિવર્તનને પારખી નહીં શકનાર અને ભવિષ્યને ઓળખી નહીં શકનારની સ્થિતિ પેલા ગીધ જેવી થાય છે. જે માત્ર ભૂતકાળના દોર પર ચાલે છે તે વર્તમાનમાં વિસંવાદ જ સર્જે છે. થયેલા પરિવર્તનને ઓળખવા માટે સતત ગતિશીલ દૃષ્ટિ જોઈએ, ભવિષ્યનો વિચાર નહીં કરનારી દૃષ્ટિ વર્તનમાનમાં સ્થિતિસ્થાપક બની રહે છે. પ્રસિદ્ધ ચિંતક એલવિન ટોફલર કહે છે -
"If we do not learn from History, we shall be compelled to relieve it true. But if we do not change the future, we shall be compelled to endure it. And, that could be worse." ટૅકનોલોજીની હરણફાળ :
પહેલાં વર્તમાન સમયની પરિસ્થિતિ જોઈએ. થોડા જ સમયમાં એવું શક્ય બનશે કે કોઈ મુલાકાતી તમારા મકાનનો મુખ્ય દરવાજો ખોલશે ત્યારે તમે દીવાનખંડની આરામખુરશીમાં બેઠાં બેઠાં સ્ક્રીન પર આગંતુકનો ચહેરો જોઈ શકશો અને બાજુમાં પડેલા ‘રિમોટ કંટ્રોલ'ની એક ચાંપ દબાવશો એટલે બારણું ખૂલી જશે. યંત્રમાનવ તમારી સૂચના મુજબ શિયાળો હોવાથી એને માટે મસાલાવાળી ગરમ ચા લાવશે. એ વ્યક્તિ તમને તમારા દાદાના પિતાનું નામ પૂછશે અને તમે તરત જ લૅપટૉપમાંથી એની માહિતી સાથે તમારું વંશવૃક્ષ
n = 0
1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. આપી દેશો. લૅપટૉપ જ સઘળી માહિતીનો સંગ્રહ અને માહિતીની પુનઃપ્રાપ્તિનું બધું જ કામ કરતું હશે.
આજના યુગને “કમ્યુટર ક્રાંતિના યુગ” તરીકે ઓળખવામાં આવે છે અને કમ્યુટર માનવજીવનના મોટા ભાગનું કાર્ય બજાવે છે. સંદેશો મોકલવાનું, અન્ય ભાષામાં તરજુમો કરવાનું, નોકરી કે જીવનસાથીની પસંદગી કરવાનું કામ કયૂટર કરી રહ્યું છે, જ્યારે સુપર કયૂટર આંખના પલકારામાં અનેક પ્રશ્નોના જવાબ હાજર કરી આપે છે. આજથી થોડા સમયમાં જ કમ્યુટરની કામગીરી કેવી હશે એ વિશે ન્યૂયોર્કની પૉલિટેકનિક ઇન્સ્ટિટયૂટના પ્રો. જ્યૉર્જ બુગ્લીરેલોએ ‘સ્પેક્ટ્રમ’ સામયિકમાં કાલ્પનિક ચિત્ર આલેખતાં લખ્યું :
મેરી નામની સ્ત્રી સવારે થોડી મોડી ઊઠે છે, તબિયત અસ્વસ્થ લાગતાં એ પર્સનલ કમ્યુટર પાસે જાય છે. કમ્યુટર દ્વારા તે તેના ડૉક્ટરને કન્સલ્ટ કરે છે. તુરત ડૉક્ટર તેને કયૂટરના સ્ક્રીન ઉપર જ જવાબ આપે છે એટલે મૅરી તેના ઘરે રાખેલા ટેલિમેટ્રિક સેન્સેસના તારની સાથે પોતાના શરીરને જોડે છે. તેના દ્વારા ડૉક્ટરને તેની ઑફિસમાં બેઠાં બેઠાં મૅરીનું બ્લડપ્રેશર, નાડીના ધબકારા, ટેમ્પરેચર અને બીજી બાબતોની માહિતી મળી જાય છે. કમ્યુટર આ માહિતીને ‘મૉડેમ' દ્વારા ડૉક્ટરને પહોંચાડે છે. માઈલો દૂર બેઠેલા ડૉક્ટર આ બધો ‘ડેટા” વાંચે છે.
એ પછી ડૉક્ટર પોતાના કપ્યુટરમાં મૅરીનો હેલ્થ રેકૉર્ડ જોઈ લે છે. ત્યારબાદ એક્સપર્ટ સિસ્ટમના પ્રોગ્રામિંગ પ્રમાણે કપ્યુટરમાં તે મેરીની તકલીફમાં સંભવિત નિદાન કરે છે. એમાંથી એક નિદાન કરીને મૅરીને માટે દવા લખી આપે છે અને કયૂટર દ્વારા મૅરીને જણાવે છે. મૅરી તેના મેડિકલ સ્ટોર્સનું બટન દબાવીને ઘેર બેઠાં જ તેને જોઈતી દવાનો ઑર્ડર આપી દે છે. સ્ટોરવાળો મેરીના બૅન્કના ખાતાને કયૂટર દ્વારા ચકાસીને મેરીને દવા મોકલી આપે છે. મૅરી તેના કમ્યુટર સાથે ડિસ્પેન્સરીનો પ્લગ જોડી દે છે એટલે ડૉક્ટરના કયૂટરે લખ્યા પ્રમાણે દવાનો ડોઝ આવી જાય છે.”
આમ મૅરીએ સવારે સાત વાગ્યે ડૉક્ટરનો સંપર્ક સાધ્યો અને ત્રણેક