________________
1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. વ્યક્ષમા અને ભાવક્ષમા :
જૈન તત્ત્વદર્શનમાં ક્ષમાપનાના બે પ્રકાર બતાવ્યા છે : એક દ્રવ્ય-ક્ષમાપના અને બીજી ભાવ-ક્ષમાપના. દ્રવ્ય-ક્ષમાપનામાં માત્ર ઔપચારિકતા હોય છે. વ્યક્તિ એનો અર્થ જાણતી હોય છે પણ જેની સાથે ક્ષમાપના કરવાની હોય એને ખરા હૃદયથી એ ક્ષમાપના કરતી ન હોય. ખરા હૃદયથી થતી ક્ષમાપના એ ભાવ-ક્ષમાપના છે. જેની પાસે સમ્ય દૃષ્ટિ છે એ જ આત્મા ભાવ-ક્ષમાપના કરી શકે છે. અનંતાનુબંધી કષાયોના ઉપશમાદિ-ભાવે ભાવ-ક્ષમાપના પ્રગટે
વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , ક્ષમાપના કરી લેવી જોઈએ. જો આમાં ચૂકી જઈએ તો કર્મની પાટી પર એ ભૂલ વજલેખ બની જશે. આમ થાય તો વ્યક્તિનું સમ્યકત્વ ટળી જાય અને મિથ્યાત્વ ઉદયમાં આવે. આથી પર્વાધિરાજનું ક્ષમાપનાનું કર્તવ્ય ખૂબ જ મહત્ત્વનું બની રહે છે.
ક્ષમાને આથી જ શ્રીમદ્ રાજચંદ્રે “મોક્ષના ભવ્ય દરવાજા' તરીકે ઓળખાવી છે. દિગંબરોના દશલક્ષણી ધર્મમાં પહેલું સ્થાન ઉત્તમ સ્થાને છે. જુદા જુદા પ્રકારની ક્ષમા પણ છે. ઉપકાર-ક્ષમા, અપકાર-ક્ષમા, વિપાક-ક્ષમા વગેરે. આ બધી ક્ષમા તો આપણા જીવનમાં છે જ, પણ વચન-ક્ષમા અને તેથી આગળ વધીને ધર્મ-ક્ષમા અથવા સહજ-ક્ષમા સુધી પહોંચે તેને માટે મોક્ષ સરળ
છે.
કોઈ ભૂલ એવી હોય છે જે દિવસમાં જ સમજાઈ જાય. કોઈ ક્રોધ એક દિવસ ચાલે, કોઈ પંદર દિવસ ચાલે તો કોઈ ચાર મહિના ચાલે છે. કોઈ ક્રોધ પાણીમાં પડેલી કાંકરી જેવો હોય છે, કોઈ ક્રોધ નદીની રેતીમાં દોરેલી લીટી જેવો હોય છે જે પવન આવતાં ભૂંસાઈ જાય. કોઈ ક્રોધ શિલાલેખ જેવો હોય છે. આથી જ દૈનિક પ્રતિક્રમણથી ચોવીસ કલાકની ભૂલની ક્ષમા માગી શકાય. પાક્ષિક ક્ષમાપનાથી પખવાડિયાની, ચોમાસી પ્રતિક્રમણથી ચાર મહિનાની ભૂલોની ક્ષમા માગીએ છીએ. પરંતુ કોઈનો ક્રોધ હઠીલો હોય તો એના વેરની ગાંઠ વર્ષે ખૂલે. આને માટે સંવત્સરી પ્રતિક્રમણ છે.
દૈનિક ક્ષમાપનાથી કષાયોની મંદતા થાય છે. પાક્ષિક ક્ષમાપનાથી ક્રોધ, માન, માયા, લોભ રૂ૫ કષાયોનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે. ચાતુર્માસિક ક્ષમાપનાથી પ્રત્યાખ્યાન કષાયો અત્યંત ઉપશમ પામે છે. અને સાંવત્સરિક ક્ષમાપનાથી અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભરૂ૫ કષાયોનું જોર ટળે છે. અને અનંતાનુબંધી કષાયોનો ઉદય થતો નથી.
ક્ષમા તારક છે, રાગ મારક છે. ક્ષમાનો બુદ્ધિમાં ઉદય થાય તો વેર અને વિરોધ પ્રગટી શકતાં નથી પરંતુ રજોગુણી કે તમોગુણી બુદ્ધિથી થયેલી ક્ષમાપના આત્મશુદ્ધિ લાવતી નથી. સાત્ત્વિક બુદ્ધિથી થયેલી ક્ષમાપના અનેક પાપકર્મોનો નાશ કરે છે અને ભવિષ્યમાં નવા કર્મો બંધાતાં અટકી જાય છે. જો એક વર્ષની મુદતમાં કોઈના પર દ્વેષ જાગ્યો હોય કે વેર થયું હોય તો એની
1 ૪૪
તીર્થકરને ‘ક્ષમાશ્રમણ” કહેવામાં આવે છે. દેરાસરમાં જઈએ છીએ ત્યારે ‘ઇચ્છામિ ખમાસમણો’ કહીએ છીએ. જૈન ધર્મનું એક નામ આહંદુ ધર્મ છે. જૈન ધર્મ કહે છે કે ક્ષમામાં હો તો સારી અહંતા – સારી યોગ્યતા – ગણાય. જે સુષુપ્ત હોય તે જાગી ઊઠે. ઢંકાયેલું જ્ઞાન કે દર્શન ખૂલી જાય, બધી વિકૃતિ સમાપ્ત થઈ જાય.
બધા ધર્મો પાપની જિકર કરે છે. કેટલાક ધર્મ તેનું ફળ ન મળે તે માટે ઈશ્વરની યાચના કરે છે કે ચમત્કારની સાધના કરે છે. જ્યારે જૈન તત્ત્વદર્શન તો કહે છે કે પાપનું ફળ તો મળવાનું. માત્ર ત્યારે પાપનું ફળ ન મળે, જ્યારે તમારા મનમાં ક્ષમા હોય. ક્ષમાનું આવું માહાત્મ જૈન ધર્મ કહ્યું છે. પણ આ ક્ષમા માટે તૈયારી જોઈએ.
પર્યુષણના દિવસો આવી તૈયારીના છે. જે પ્રતિક્રમણ કરે છે તેમાં પહેલી આવશ્યક બાબત ક્ષમાં છે. ક્ષમા માટે સમતામાં આવવું પડે. અને તે માટે છે સામાયિક. સમય એટલે વર્તમાન તરફ જાગ્રત રહેવું. ક્ષમામાં વર્તમાન તરફની જાગૃતિ અપેક્ષિત છે. પછી આવે છે પ્રતિક્રમણ. આમાં માનવી પ્રાયશ્ચિત્ત કરે છે. માણસ જાણતાં-અજાણતાં, ક્ષણ-પ્રતિક્ષણ અતિક્રમણ કરે છે. નિયમનો ભંગ કરે છે. ફરી નિયમમાં આવવા માટે પ્રતિક્રમણ કરીએ છીએ.
0 ૪પ ]