________________
a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, ગાંધીજી વચ્ચેનો આ અભૂતપૂર્વ યોગ ભારત માટે, ભારતીય સંસ્કૃતિ માટે અને માનવજાત માટે અતિ મહત્ત્વપૂર્ણ અને ફળદાયી નીવડ્યો. એક જ સદીમાં બે મહાન વિભૂતિઓએ ભારતમાં ગુજરાતની ધરતી પર અને સૌરાષ્ટ્રની ભૂમિમાં જન્મ ધારણ કર્યો તે કેવી ભવ્ય ઐતિહાસિક ઘટના કહેવાય ! બંને સત્પરુષોએ માનવીય ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું.
ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા અને અન્યાય સામે અહિંસક જંગ કર્યો, તેનાં બીજ શ્રીમદ્ રાજચંદ્ર સાથેના સત્સંગમાં જોઈ શકાય છે. દક્ષિણ આફ્રિકામાં વિરોધીઓના લાઠીમાર સામે પણ ગાંધીજીની ક્ષમાભાવના પ્રગટ થતી રહી, તેનું મૂળ કારણ શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી મળેલો ક્ષમાભાવ છે. આમ શ્રીમદ્ રાજચંદ્ર ભાવનાઓ આપે છે અને ગાંધીજી એ ભાવનાઓને કાર્યાન્વિત કરે છે. શ્રીમદ્ પોતાના જીવનથી તત્ત્વદર્શન આપે છે અને ગાંધીજી પોતાના કર્મથી જીવનમાં સાક્ષાત્ કરે છે.
ગાંધીજીની આ અહિંસાની વિચારધારા અનેકાન્તવાદના વિચારથી ઘણી પ્રભાવિત હતી. ૧૯૨૫ના માર્ચના ‘યંગ ઇન્ડિયા'માં તેઓ નોંધે છે કે – “હું એમ માનતો હતો કે મારો જ વિચાર સાચો છે અને મારા પ્રમાણિક ટીકાકારનો વિચાર ખોટો છે. પણ હવે હું સમજ્યો કે અમે બંને પોતપોતાના વિચારની અંદર બરાબર છીએ. આના પરિણામે મારા ટીકાકારો કે વિરોધીઓ પર આરોપ મૂકતો અટકી ગયો. આનાથી હું શીખ્યો કે મુસ્લિમની વાત એના દૃષ્ટિકોણથી અને શીખોની વાત એના દૃષ્ટિકોણથી જોવી જોઈએ.” આમ ગાંધીજી કહે છે કે મારો અનેકાંતવાદ સત્ય અને અહિંસા બે સિદ્ધાંતના આધારે રચાયેલો છે.
1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. વર્તમાન સમયના ચિંતકો ભારે વિવાદ સાથે એટલું જ કહે છે કે - “The less Thave, the moreIam.”વળી જૈનદર્શન કોઈ વસ્તુની પ્રાપ્તિ કે સંગ્રહ એને જ પરિગ્રહ કહેતું નથી. કોઈ પણ વસ્તુ માટેની મૂર્ધા અને આસક્તિને પરિગ્રહ કરે છે. આજે આપણે જોઈએ છીએ કે ધનની આસક્તિએ માનવીને કેવો બોદો અને મૂલ્યહીન બનાવી દીધો છે. સત્તાની આસક્તિ આંધળી - સંહારક દોડમાં પરિણમી છે. વર્તમાન જગતની અસીમ યાતનાઓનું મુખ્ય કારણ માનવીની વકરેલી, બહેકેલી અને વણસેલી પરિગ્રહવૃત્તિ છે; પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુ:ખનું અને બંધનનું કારણ બને છે, એ માનવીને બાહ્ય વસ્તુઓનો ગુલામ બનાવે છે. પ્રસિદ્ધ ચિતક એમર્સને કહ્યું કે ‘વસ્તુઓ માનવમનની પીઠ પર સવાર થઈને બેસી ગઈ છે.' આવે સમયે જૈન તત્ત્વવિચાર કહે છે કે જેટલો પરિગ્રહ ઓછો, એટલું ઓછું પાપ થાય.
ભગવાન મહાવીરે કહ્યું, ‘જેમ ભમરો પુષ્પમાંથી રસ ચૂસશે, પરંતુ પુષ્પનો નાશ કરતો નથી એ જ રીતે શ્રેયાર્થી મનુષ્ય પોતાની વ્યાવહારિક પ્રવૃત્તિમાં બીજાને ઓછામાં ઓછો ક્લેશ કે પીડા આપશે.”
આજના યુગમાં દુ:ખી માનવી કે સંતૃપ્ત જગતને આ અપરિગ્રહનો દૃષ્ટિકોણ નવો અભિગમ આપશે. આ જ અપરિગ્રહના વિચારનો ગાંધીએ નવા સંદર્ભમાં ઉપયોગ કર્યો. એમણે ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની વાત કરીને કહ્યું કે તમારી પાસે જે કાંઈ ‘વધારાનું છે તે બીજાનું છે. તમારું કાર્ય તો માત્ર એને જતનર્ભર જાળવવાનું છે. તમારી જરૂરિયાતોનું તમે રક્ષણ કરો એનાથીયે વધુ ચીવટ અને સંભાળ આ ‘વિશેષ'નું જતન કરવામાં લેવાની છે. જે કુનેહથી તમે વધારાનું મેળવ્યું છે તેનાથી પણ વધુ કુનેહથી તમારે એ વહેંચવાનું છે.
જીવનના વ્યવહારમાં માર્ગાનુસારી(જૈન ધર્મના માર્ગને અનુસરનારા)ના પ્રથમ નિયમ ‘ન્યાયસંપન્ન વિભવઃ'ના પાયા પરથી અપરિગ્રહના આદર્શ તરફ મીટ માંડી શકાય. પરિગ્રહની મૂર્છામાં ડૂબેલા જગતને અને એમાં રચ્યાપચ્યા રહેનારા માનવીને અપરિગ્રહનો નવો સંદર્ભ નવી આશા અને નવી સમાનતા તરફ દોરી જાય ખરો.
n ૨૭ ]
હિંસાને સીધો સંબંધ છે પરિગ્રહ સાથે. આગમ ‘સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યયનમાં અપરિગ્રહની વાત કરવામાં આવી છે. પરિગ્રહને કારણે જ હિંસા અને પાપ થાય છે તથા ભય અને અસત્યનો આશરો લેવાય છે. પરિગ્રહની લાલસાએ માનવીને દાનવ બનાવ્યો છે. એનામાં નિરંતર ભોગવૈભવની લાલસાનું તાંડવ રચ્યું છે.
nિ ૨૬ ]