SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • ત્યારે પણ મનમાં એક ભાવ તો સ્પષ્ટ છે - વાર્તા લખીશ તો ધૂમકેતુ જેવી તો નથી જ લખવી.” આવો ભાવ સેવવામાં ધૂમકેતુની શક્તિની અવહેલના નથી. એનું બહુમાન છે. મનમાં ખાતરી જ છે કે ઉપરથી નીચે પછડાઉ તોયે તેમની ભાષા, તેમનું કાવ્ય, તેમનું કૌવત મારા લખાણમાં આવે નહીં. તો પછી શા માટે અશક્યને શક્ય બનાવવાની મહેનત કરવી ? આપણને આવડે અને આપણને ફાવે એવો આપણો જ માર્ગ આપણે ન શોધી લેવો ?" બીજો એક પ્રશ્ન એ છે કે ધૂમકેતુની બધી વાર્તાઓ એકસાથે વાંચી શકાય ખરી ? એમના પહેલા નવલિકાસંગ્રહ ‘તણખા મંડળ ૧થી માંડીને એમના છેલ્લા નવલિકાસંગ્રહ ‘છેલ્લો ઝબકારો' સુધીની કુલ ૪૯૨ વાર્તાઓ તો એકસાથે ન વાંચી શકાય. તણખા મંડળના ચાર ભાગ વાંચતાં એમાં એકરંગી પુનરાવર્તન અને એકવિધતા લાગે છે, જ્યારે ‘દ્વિરેફ'માં સતત તાજ ગીનો અનુભવ થાય છે. આમ ધૂમકેતુની નવલિકાઓમાં સર્ચ કચિત્તને થયેલો સૌંદર્યાભિમુખતા અને વાસ્તવિકતાનો સ્પર્શ અનુભવાય છે. જીવંત પાત્રચિત્રણ અને સર્જનાત્મક છટાવાળી ગદ્યશૈલી આકર્ષક બને છે. સર્જનવ્યાપારના સાચા ફળ જેવી આ નવલિકાઓ તીવ્ર ઊર્મિક્ષોભને કારણે સર્જાયેલી છે અને તેથી જ અમુક મર્યાદા છતાં ધૂમકેતુની નવલિકાઓ સાહિત્યના પટ પર સ્થિર તેજે પ્રકાશ્યા કરશે એમાં શંકા નથી. ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ G અંગત નિબંધ કે સર્જનાત્મક નિબંધની જિકર કરવામાં આવે છે ત્યારે એમાંથી ઊપસતી સર્જકની વ્યક્તિત્વની મુદ્રા પર ભાર મૂકવામાં આવે છે. એમાં સર્જ કની કલ્પનાશીલતા અને એની સર્જકતાનો વૈભવ જોવા મળે છે, પરંતુ આનો અર્થ એવો નથી કે પ્રવાસ અને ચરિત્રનિબંધમાં સર્જકતા કે અંગતતત્ત્વ આવતું નથી. હકીકતમાં તો સાહિત્યસ્વરૂપ તરીકે સર્જકતાના સ્પર્શ વગર આત્મર્તપદી કલાપ્રકાર નિબંધ સર્જાય જ નહીં, પછી ભલે તેનો વિષય ગમે તે હોય. મહત્ત્વની વાત તો લેખકના સ્વરૂપનું પ્રાગટ્ય છે. લલિત અને લલિતેતર એમ બે વિભાગ પાડીને જોઈએ તો લલિતેતર નિબંધ ચિંતનાત્મક (Reflective) અને માહિતી પ્રધાન (Informative) હોય છે. આથી પ્રવાસ કે ચરિત્રનિબંધ કેવળ માહિતી કે ચિંતન માટે લખાયો હોય તો તે લલિત નિબંધની ત્રિજ્યામાં આવી શકે નહીં. પ્રવાસ અને ચરિત્રવિષયક નિબંધોના લલિત સ્વરૂપને જોઈએ તો જણાશે કે આ નિબંધોમાં સર્જકતા હોય છે, પરંતુ તે સર્જકતાનું પ્રગટીકરણ સર્જનાત્મક નિબંધ કરતાં નોખી રીતે થાય છે. અંગત કે સર્જનાત્મક (Creative) નિબંધમાં કેવળ સર્જકના યચ્છા વિહારરૂપે ૧૮૫ ] ૮૪ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy