SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસમીપ • આવી જ રીતે પ્રેમિકાની યાદનો એમનો એક શે'ર કેવો લાક્ષણિક છે ! રાત ચૂં દિલ મેં તિરી ખોઈ હુઈ યાદ આઈ જૈસે વીરાને મેં ચુપકે સે બહાર આ જાયે; જૈસે સહેરા મેં હલે સે ચલે બાદે-નસીમ જૈસે બીમાર કો બે વજહ કરાર આ જાયે. પ્રિયતમાની યાદ કઈ રીતે આવે છે તેને દર્શાવવા માટે ફ્રઝની કલ્પના કેવી મર્મવેધક છે ! ફૈઝની કાવ્યભાષાની વિશેષતા જ એ છે કે એના કાવ્યમાં ભાવ અને ભાષા બંને સરળતાથી ગતિ કરતાં હોય છે. ફેઝમાં ક્યાંય ક્લિષ્ટતા કે દુર્બોધતા જોવા નહીં મળે. આનું કારણ એ કે ફૈઝને પ્રજાજીવન સાથે સીધો સંબંધ હતો. જનતાની જબાનના તેઓ પૂરા જાણકાર હતા. ફૈઝ કાશ્મીર ગયા. એનું સૌંદર્ય જોયું, પણ એમને કુદરતના સૌંદર્ય કરતાં માનવસૌંદર્ય વધુ આકર્ષક લાગ્યું. ફૈજ માનતા હતા કે અફાટ સાગર કે વેરાન રણ કે પ્રકૃતિનાં અન્ય તત્ત્વોમાં સંદર્ય છે, પરંતુ એવું જ સદર્ય, શહેરનાં ગલીમહોલ્લામાં પણ છે. માત્ર એને જોવા માટે વિશિષ્ટ દૃષ્ટિ જોઈએ. આથી પ્રણયકવિતામાં રોમેન્ટિક ઉદ્રક દાખવનાર કવિ પ્રણયમાં જ પુરુષાર્થની સમાપ્તિ માનતા નથી. પ્રણય કરતાં પણ બીજાં કર્તવ્યો ઊંચે સ્થાને મૂકે છે. આથી જ ફૈઝ કહે છે, “મુઝસે પહલી સી મુહોબ્બત મિરી મહબૂબ ન માંગ' અને આ કાવ્યમાં કવિ કહે છે કે એમણે તો પ્રેયસીમાં જ બધું જોયું હતું. જીવનનો પ્રકાશ એનામાં જોયો. જગતના આનંદનું સ્થાયિત્વ તેનામાં નીરખ્યું. એની આંખોમાં જ આખું વિશ્વ લાધ્યું. તું મળી જાય તો બધું જ મળી જાય એમ માન્યું હતું, પણ પછી ખ્યાલ આવે છે કે, ‘ર ભી દુ:ખ હે જમાને મેં મુહબ્બત કે સિવા’. આ કાવ્યમાં ફૈઝે “પહેલી સી' શબ્દ પર ભાર મૂક્યો છે. કવિની નજર પ્રણયની અંગત લાગણીઓ પરથી જગતની વેદના પર ઠરે છે. ફેઝે એક મિત્ર સમક્ષ પોતાનો મનોભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે એમણે રૂ૫, જવાની, હોઠ અને આંખો પર પ્રેમ કર્યો પરંતુ એ પછી એમની નજર સમાજની સાચી વાસ્તવિકતા તરફ વળી, જુલ્મ, અત્યાચાર અને ગરીબી જોઈ. મૃત્યુથી પણ બદતર જીવન જીવનારા હજારો માનવીઓ જોયા અને એ સમયે એમને એવો 0 ૧૬૨ ] • અબ ટૂટ રેિંગી ગંજીર્ • અનુભવ થયો કે માત્ર હુશન સાથે જ પ્રેમ કરવાનો નથી, પરંતુ આ દલિત અને પતીતને ચાહવાના છે અને એમનાં ગીત ગાવાનાં છે. ફેઝે એમની શાયરીમાં એશિયાઈ માનવીના સૌંદર્યનું આલેખન કર્યું. ફૈઝ એક એવો માનવી હતો કે જેના હૃદય પર સિતારાની માફક હજારો જખ્ય ચમકી રહ્યા હતા. રાવળપિંડીની જેલમાં એમણે લખ્યું – ‘લંબી છે ગમકી શામ, મગર શામ હી તો હૈ” ફૈઝની ખોજ મુક્ત માનવની હતી. એમણે માનવીના શોષણ અને વેદનાનો ઉપાય સમાજવાદી વિચારસરણીમાં જોયો, પરંતુ પરંપરાની ભૂમિમાં આ સર્જકનાં મૂળિયાં એટલાં ઊંડાં ગયાં હતાં કે કોઈ રાજકીય પવન એમને હલાવી કે લલચાવી શક્યો નહીં. ફંઝની કવિતાએ ઉર્દૂ સાહિત્યમાં મોટું પરિવર્તન આણ્યું. ફઝ એક બાજુ ઊર્મિકવિ તરીકે ઘણું ઊંચું સ્થાન મેળવે છે તો બીજી બાજુ એમણે માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા કરી. માનવી પર થતા દરેક પ્રકારના જુલ્મ, શોષણ, અન્યાય, અત્યાચાર, જોહુકમી અને સરમુખત્યારી સામે ફઝે જીવનભર સંઘર્ષ ખેડ્યો, માશુકાના ઇકમાં સર્વસ્વ સમર્પણ કરનાર આશિકની માફક સમાજવાદની માશુકાની તેઓએ શબ્દરૂપે એકનિષ્ઠ ઉપાસના કરી. ક્યારે કે વેદનાથી, ક્યારેક છટાથી, તો ક્વચિત્ કઠોર વાણીમાં ફેઝ કહે છે – બામ એ સર વત કે ખુશનશીનાં સે અઝ મતે ચમે નમ કી બાત કરો ! જાન જાયેંગે જાનનેવાલે ‘ફૈઝ ' ફરહાદ આ જમ કી બાત કરો ! ઐશ્વર્યની ઉત્તુંગ અટ્ટાલિકાઓમાં પ્રસન્ન આવાસ કરવાવાળાઓની આગળ આંસુભરી આંખોના ગૌરવની ગરિમાનો પ્રસંગ ૨ચો. સમજ દાર સમજી જશે ફેઝ, જરા ફરહાદ જેવા મજૂર અને જમશેદ જેવા બાદશાહની ચર્ચા કરો અર્થાતુ ફરહાદનો પ્રેમ આજે પણ અમર છે જ્યારે જમશેદની બાદશાહતનું નામનિશાન મળતું નથી.] ફૈઝ સાહિત્યકારને સમાજની સાથે બે રીતે જોડાયેલો માનતા હતા. એક વ્યક્તિ તરીકે અને બીજો સાહિત્યકાર તરીકે. સમાજના કોઈ પણ નાગરિક 0 ૧૩૩ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy