SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અબ ટૂટ ગિરેંગી ખંજીર્વે • શબ્દસમીપ • શે’ર' સિદ્ધ કરવાના પ્રયત્નો કર્યા તો કોઈએ છંદને નહીં ગાંઠતા આ કવિ પર, શિથિલ છંદરચના, ભાષાનું કઢંગાપણું અને શિખાઉ જેવી શૈલીનો આક્ષેપ કર્યો. એક બાજુ ‘ફિરાક'ની આવી ટીકા થતી હતી, તો બીજી બાજુ એની સાહિત્યિક પ્રતિભાનો આદર કરનારો વર્ગ પણ ઊભો થયો. ખુદ ‘ફિરાક' આમાં ઝુકાવીને આવા વિવાદોમાં સક્રિય રીતે ભાગ લેવા માંડ્યા. તેઓ એવી દૃઢ માન્યતા ધરાવે છે કે કલાકારે એની સાહિત્યિક રૂચિની ઓળખ માટે એની સર્જનાત્મકતાને અનુકુળ વાતાવરણ સર્જવાને માટે આવા વિવાદોમાં જાતે જ ઝુકાવવું જોઈએ. પાકિસ્તાનમાં ઇસ્લામી અને રુહાની (આધ્યાત્મિક) સાહિત્યનો જોરશોરથી નારો પોકારવામાં આવ્યો, ત્યારે એમણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે પ્રગટ કર્યો. ‘ફિરાક’ની ગણના સામ્યવાદમાં વિશ્વાસ ધરાવનારા પ્રગતિશીલ સાહિત્યકારોમાં થતી હતી, પરંતુ જ્યારે એમણે જોયું કે પ્રગતિશીલ સાહિત્યકાર સંકુચિતતાનો શિકાર બને છે અને સમૃદ્ધ પ્રાચીન વારસાની ઉપેક્ષા કરે છે ત્યારે તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, વિશ્વના સૌથી પ્રાચીન પુસ્તક ઋગ્વદથી માંડીને ટેનિસન, સ્વિનબર્ન, ટૉલ્સ્ટૉય, ટાગોર, ગાલિબ અને ઇકબાલના સાહિત્યમાં જે કલાત્મક ચમત્કાર છે, એનાથી પ્રગતિશીલ સાહિત્યકાર વિમુખ રહેશે તો તે માત્ર પ્રગતિશીલતાના ઉદ્દેશને આધારે મહાન સાહિત્યનું સર્જન કરી શકશે નહીં. પ્રાચીન સાહિત્યના આત્માને એમણે આત્મસાત્ કરવો જોઈએ. માત્ર પ્રાચીન સાહિત્યના અધ્યયનથી આ પ્રાપ્ત થશે નહીં, બલકે આ માટે એના આત્મા સુધી પહોંચવું પડશે. તેમણે કહ્યું કે જો પ્રાચીન સાહિત્યના હાર્દન પામી શકીશું નહીં તો આપણું સાહિત્ય પ્રગતિશીલ હોવા છતાં કપાયેલા પતંગ જેવું દિશાશૂન્ય બની રહેશે. - ઉર્દૂ સાહિત્ય પર ‘ફિરાક'નો એટલો પ્રભાવ પડ્યો કે કેટલાક એના સર્જનકાળને ‘ફિરાક યુગ' તરીકે ઓળખાવે છે. ઉર્દૂ ગઝલમાં તેઓ નવું જ રૂપ લઈ આવ્યા. ઉર્દૂ સાહિત્યમાં ‘ફિરાક’ના પ્રદાનને એના જ એક શે'રથી જોઈએ તો - હજાર બાર જમાના ઈધર સે ગુજરા હૈ નઈ-નઈ સી હૈ કુછ તેરી રહગુજર ફિર ભી ! પાકિસ્તાનના ફૈઝ અહમદ ફૈઝ અને ભારતના ફિરાક ગોરખપુરી એ ઓગણીસમી સદીના બે મહાન ઉર્દુ કવિ થઈ ગયા. ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ફિરાક ગોરખપુરી પોતાના મિત્રો સાથે બેસીને રેડિયો પરથી યુદ્ધના છેલ્લા અહેવાલો સાંભળતા હતા. એમણે સાંભળ્યું કે ભારતીય સેના આગળ વધી રહી છે. ત્યારે ફિરાકનું દેશપ્રેમી દિલ એકાએક પોકારી ઊઠવું, “બસ, આ જ ખરો મોકો છે. ભારતે પાકિસ્તાનનાં શહેરો પર બૉમ્બમાર શરૂ કરી દેવો જોઈએ.” ફિરાકના એક મિત્રે જરા વેદનાથી કહ્યું, “ફિરાકસાહેબ, બોમ્બમારો થાય, પણ એક બૉમ્બ ફૈઝ પર પડે તો ? બૉમ્બનું સરનામું હોતું નથી અને એ કોઈને અપવાદ ગણતો નથી.” આ સાંભળતાં જ ફિરાક ગોરખપુરી બેચેન બની ગયા. પોતાની જાતને નિષ્ફર બનીને ઠપકો આપવા લાગ્યા, “અરે, આ હું શું બોલ્યો ? મારે આવું બોલવું જોઈતું નહોતું. યુદ્ધ વિનાશ વેરે છે. સંસ્કૃતિનો નાશ કરે છે.” અને પછી ફિરાક લાંબા સમય સુધી પરેશાન રહ્યા. એમને એમના દોસ્ત ફૈઝ અહમદ ફૈઝની યાદ સતાવવા લાગી. ફૈઝ અહમદ ફૈઝની વિદાયે ઉર્દૂ કવિતાને ઘણી ૧૫૯ ] B ૧૫૮ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy