SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ * શબ્દસમીપ • ચીલો ચાતરવાનું કામ ફિરાક ગોરખપુરીએ કર્યું. શાયરીને તેઓ વ્યક્તિગત જીવનની ડાયરી માનતા નથી. ભાવની એકાદી અવસ્થાનું તીવ્રતાથી ગાન કરવાથી શાયરીનું કામ સરતું નથી. ‘ફિરાક’ના મતે તો શાયરીમાં આપણે શું છીએ તે નહીં પણ આપણે શું થવા માગીએ છીએ તે પ્રગટ થવું જોઈએ. માત્ર હુન અને ઇશ્કમાં જીવનની પર્યાપ્તિ નથી. વ્યક્તિગત ભાવનાઓનું મનોહર વર્ણન કરવા માત્રથી કવિતા બનતી નથી. એ ભાવનાઓ વ્યક્તિગત હોવાની સાથોસાથ સમષ્ટિ સાથે અનુસંધાન સાધતી હોવી જોઈએ. આથી જ ‘ફિરાક’ની કવિતા સ્વકીય દર્દની વેદનાભરી અભિવ્યક્તિને બદલે સમષ્ટિના સૌંદર્યની ખોજનો અવિરત પ્રયાસ બની રહી. જિંદગીને સર્વાંગી રીતે જોતો આ કવિ કહે છે : એ જિન્દગી-એ-ગમ તેરી વહેશત દેખી તેરી નરંગી એ-તબીયત દેખી; ખુલતે નહીં તેરે ભેદ, મને તુઝ મેં હંસ ને કી રોતે-રોતે આદત દેખી. ઝિંદાદિલ શાયર જિંદગીની વેદનાને જુએ છે. જીવનમાં ડગલે ને પગલે એનો અનુભવ થયો છે. ક્યારેક તેઓ ચીસ પાડીને કહે છે : ખાંતે હું અગર જાન તો ખો લેને કે જો અંસમેં હો જાયે વો હી લેને દે; ઇક ા પડી હ સભ્ય ભી કર લંગ ઇસ વક્ત તો જ ભર કે રો લેને દે. કવિ માને છે કે હસ્તીની આ રાત પસાર કરવાની જ છે. જિંદગી એ મહેફિલ નથી, પણ ઉજ્જડ કે વેરાન છે. માત્ર વેદનાની અભિવ્યક્તિ પર જ ‘ફિરાક’ અટકતા નથી. જીવનનાં સુખ-દુઃખનાં ઝાંઝવાંની પેલે પાર આવેલા આત્મવિશ્વાસને ઓળખીને કહે છે : કૈદ ક્યા, રિહાઈ ક્યા, હૈ હીમેં હર આલમ ચલ પડે તો સહરા હૈ, રૂક ગયે તો જિન્દાં હૈ. ‘ફિરાક’ ગોરખપુરીએ આરંભમાં ઉર્દૂ કવિતા વાંચી, તો એનાથી તૃપ્તિ ઓછી મળી, અસંતોષ વધુ થયો. જૂજ માનવીઓના મુશાયરામાં વાહ વાહ માટે જબાનની સસ્તી તોડ-મરોડ કે હલકી ઇશ્કિયા શાયરી સામે નફરત પેદા થઈ. ૧૬. ગભરામણ, ૧૭. વિચિત્ર Q ૧૫૨] પ્રયોગશીલ સર્જક ફિરાક અતિશય શૃંગાર આલેખતો ‘દાગ’ ‘ફિરાક’ને ગમ્યો નહીં, એક કાળે ‘ફાની’ બદાયૂની દર્દ અને દુઃખનો સહુથી મોટો શાયર કહેવાતો, પણ એમાં રોવું અને તડપવું વિશેષ હતું. માત્ર ઇશ્ક અને હુશ્નની નાજુક બયાની કરતી ઉર્દૂ કવિતાને જોઈને એક વાર તો ‘ફિરાક' બોલી ઊઠ્યા કે ઉર્દૂ કવિતામાં શરાબ છે, શરબત છે, પણ અમૃત નથી. એને અ-મૃત તત્ત્વ તરફ વાળવાનો 'ફિરાકે' પ્રયાસ કર્યો. ઉર્દૂ શાયરીની પ્રેયસી હતી બેવફા વેશ્યા. ‘ફિરાકે' એને કોઠા પરથી નીચે ઉતારી. એના આશિકને રાત-દિવસની વેદના, વિરહ, તલસાટ અને આંસુમાંથી બહાર કાઢ્યો. ‘ફિરાક’ના સૌંદર્ય-આલેખનમાં સંસ્કૃત અને હિંદી સાહિત્યનો પ્રભાવ હતો. ‘ફિરાક’નો આશિક ફરિયાદ કરે છે, પણ પોતાનું ગૌરવ જાળવીને. અગાઉનો કવિ પ્રેયસી માટે તડપતો હતો, પણ એની સાથે કશું તાદાત્મ્ય સાધ્યું નહોતું. એની પ્રિયતમા પોતાના પ્રિયતમ પ્રત્યે બેરુખી(ઉપેક્ષા)નો ભાવ દાખવતી હતી. આશિક માશૂકાની એક નજર માટે તડપતો હતો, પણ એણે પોતાની પ્રિયતમાને નજીકથી નિહાળી નહોતી, હૃદયથી જાણી નહોતી, બુદ્ધિથી નાણી નહોતી. ‘ફિરાક’ પ્રિયતમા સાથેના તાદાત્મ્યનું મનભર ગાન કરે છે, એ એને નિહાળતો જ નથી, બલ્કે સ્પર્શે છે. આથી એમ કહેવાય છે કે ‘ફિરાકે’ આધુનિક ઉર્દૂ ગઝલને નવી માશૂકા આપી. એની માશૂકાનું આલેખન કૃત્રિમ નહીં, પણ કલાત્મક છે. નિષ્ઠાણ નહીં, બલ્કે જીવંત છે. ‘ફિરાક’ પ્રણયને જિંદગીની નક્કર વાસ્તવિકતા અને વૈશ્વિક સંદર્ભમાં રજૂ કરે છે. આમાં કોઈ શિકવા કે શિકાયત નથી : સંયોગ વિયોગ કી કહાની ન ઉઠા પાની મેં ભિગતે કેવલ કો દેખા; બીતી કોંગી સુહાગ રાતેં કિતની લેકિન હું આજ તક કવારા નાતા. ફિરાક તુ હી મુસાફિર હૈ તું હી મંઝિલ ભી કિધર ચલા હૈ મોહબ્બત કી ચોટ ખાયે હુએ. ‘ફિરાક’ના કહેવા પ્રમાણે પ્રણયની શાયરી રચવા માટે ભાવુકતા, હૃદયની કોમળતા કે આશિક અથવા શાયર થવું જ પૂરતું નથી, બલ્કે પ્રણયની ઉત્તમ શાયરી માટે સ્વયંભૂ પ્રેરણા, વ્યાપક જીવનદર્શન અને સંસ્કૃતિથી ઘડાયેલાં દિલ અને દિમાગ હોવાં જોઈએ. Q ૧૫૩]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy