SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • આવી પહોંચે છે. સમાજના યુવાનો લેકિન્ટોની આગેવાની હેઠળ થોડા મોડા આવે છે. લેરેમા પોતાની જાતને ‘વાંગામાં ફેરવે છે અને વડીલો પર આરોપ મૂકે છે કે આ વિસ્તારમાં પરદેશીઓને આવવાની તેમણે છૂટ આપીને સામે ચાલીને સર્વનાશ વહોર્યો છે. તેણે સૂચવ્યું કે વાંગા પાસે આ મંદિરમાં બલિદાન અપાવું જોઈએ. વડીલો યુવાનોની વર્તણુક વિશે ચર્ચા કરે છે અને તે નિર્ણય પર પહોંચે છે કે આ માટે જવાબદાર એવા પરદેશીઓની કતલ કરવી જોઈએ. લેકિન્ટો વડીલોના નિર્ણય સામે પડકાર ફેંકે છે. યુવાનોને નેતાગીરી પૂરી પાડતાં જાહેર કરે છે કે આવી અર્થહીન હિંસાનો તેઓ વિરોધ કરે છે અને તેથી તેઓ પરદેશીઓની કતલ નહીં કરે. જિંદગીની પવિત્રતા અને સલામતી માટે પોતાની દૃઢતા દર્શાવવા તેઓ તેમના ભાલા તોડી નાખે છે. શુન્ડ એટલો બધો ગુસ્સે થઈ જાય છે કે તે ત્યાં ને ત્યાં લડાઈ કરવા તૈયાર થઈ જાય છે. લેરેમા તેને રોકે છે અને ધીમે ધીમે મંડળી અદૃશ્ય થાય છે. લેરેમા નાખ્યુઆના પિતા મેરીઓને દારૂ પીવા નિમંત્રણ આપે છે ત્યાં આ દશ્ય પૂર્ણ થાય છે. બંને નાડુઆની લેટી સાથેનાં લગ્નની શક્યતા ચર્ચે છે અને વાંગાની પૂજારણ બનાવવાનો વિચાર કરે છે. આ દશ્યમાં આ સમાજના જીવનને તપાસવાની નાટ્યકારની દૃષ્ટિ છે. ત્રીજું દૃશ્ય મેરીઓના આંગણામાં ભજવાય છે. લેકિન્ડો ચોરીછૂપીથી દાખલ થાય છે અને નાડુઆને બાજરી દળતી જુએ છે. તે વસંત માટે આમંત્રણ આપે છે જ્યાં તેણે અને બીજાઓએ એને ‘રિકામાં સ્વીકારવા માટેની તૈયારી અગાઉથી કરી રાખી છે. બંને સાથે નાખ્યુઆની માતા ટાટું મંદિર તરફથી જ્યાં તે બળતણ વીણવા ગઈ હતી ત્યાંથી પાછા ફરે તે પહેલાં, ઘર છોડી જાય છે. મેરીઓ તેની પત્ની આવી તે જ સમયે પાછો ફરે છે. તે પૂજારી લેરેમાએ નાડુઆને પરણાવવા માટે મૂકેલી દરખાસ્તના સમાચાર આપે છે. ટાટું આઘાત પામે છે કે તેનો પતિ પોતાની દીકરીને એક ખોપરી સાથે પરણાવવા ઇચ્છે છે, પરંતુ મેરીઓને એમાં અવરોધરૂપ બનતી નથી. નાડુઆ આલ્બીનોની મંડળી સાથે જોડાયા પછી પાછી આવતાં ગુસ્સે થયેલી તેની રાહ જોતી માતાને જુએ છે. ટાટુ તરત જ એને ઉપાલંભ આપે છે અને લેરેમાના ખોપરીવાળા પુત્ર સાથેના લગ્નની દરખાસ્ત અંગે તેના પર કટાક્ષ કરે છે. થોડી વારમાં બેસીજોરે અને મેરીઓની નેતાગીરી હેઠળ વડીલોનો એક સમૂહ પ્રવેશે છે અને લગ્નના આવી રહેલા અવસરથી ઉત્તેજના અનુભવતા વડીલો આ દરખાસ્તના અનુસંધાનમાં તેમના ભાગના ‘બીયર'ની માગણી કરે છે. 0 ૯૮ ] • આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • પોતાના જૂથના સભ્યોને અંદર લાવવા પ્રયત્ન કરતા લેકિન્ડોને વડીલો તરત જ રસ્તો આપે છે. કેટલાંક સભ્યો પરદેશી નાખ્યુઆનું મંદિરમાં લગ્ન થાય તેનો વિરોધ કરવા તૈયાર થયા હતા, ત્યાં જ લેકિન્ડો તેમને કહે છે કે નાડુઆની દરખાસ્તવાળા લગ્નની વાત તેઓ જાણે છે તે કરતાં એની પાછળ બીજું કંઈક વધારે છે. આમ કહીને તેમને રોકે છે. આથી નાખ્યુઆ આરોપમાંથી મુક્ત બને છે અને મંડળીનાં સભ્યો સંતુષ્ટ થતાં મંદિર તરફ જાય છે, જ્યાં જૂની પેઢી અને જુવાનિયાઓની વચ્ચે અંતિમ ખેલ ખેલાવાનો છે. બીજા દૃશ્યના અંત અને ત્રીજા દૃશ્યના આરંભ વચ્ચેના સમય દરમિયાન આપણે ધારી લઈએ છીએ કે થોડા દિવસો પસાર થઈ ગયા હશે. આપણે એ પણ માનીએ છીએ કે નાખ્યુઆનો પિતા મેરીઓ મંદિરમાં રહ્યો છે અને નાડુ મંદિરમાં ભલે પરણે તેવી તેની ઇચ્છા છે. | લેરેમાએ મેરીઓના આંગણામાં ક્યારનોય પોતાનો ભાલો ખોયો છે તે તેનો પુરાવો છે, એટલે કે ઓછામાં ઓછા એક કે બે દિવસ બીજા દેશ્ય પછી પસાર થઈ ગયા છે. તો પછી શા માટે મેરીઓએ લેરેમાની દરખાસ્ત વિશે યોગ્ય સમયે વાત કરી નથી ? આ બનાવમાં આટલી બધી ઉતાવળ શાની ? લગ્ન અને તેય આ પ્રકારનાં લગ્નને સમાજની સાથે શું કોઈ નિસ્બત નથી ? મેરીઓ પોતાની પુત્રીના લગ્ન આ મૃત્યુ પામેલી ખોપરી સાથે કરવા માટે ઉતાવળે શા માટે તૈયાર થાય છે ? ટાટુ અચાનક નિર્ણય બદલી આ લગ્ન માટે શા માટે સંમત થાય છે ? ગાજ્યા એક એવા વડીલ છે કે જે મંદિરમાં સુચવાયેલા આ લગ્ન સામે પોતાનો અવાજ ઉઠાવે છે, તો બીજા વડીલોનું શું ? તેઓએ અચાનક તેઓમાંની એક નાખ્યુ છે તેવું જણાવવાનું નક્કી શા માટે કર્યું ? આ દૃશ્ય નાટ્યરચના વિશે આવા પ્રશ્નો ઊભા કરે છે. ચોથું દૃશ્ય વાંગાના મંદિરનું છે. આ દૃશ્યનો પ્રારંભ મુકુમ્બુ લેટીન - ખોપરીને – નવવધૂ નાખ્યુઆના આગમન માટે તૈયાર કરે છે તેનાથી થાય છે. નાડુઆને અંદર લઈ જવાય છે અને નવવધૂના ખંડમાં તેને દોરી જવાય છે. પુષ્કળ ગીતો અને નર્તન સાથે સાથ આપતી સ્ત્રીઓ અને આસપાસ પરિસ્થિતિના સંદર્ભમાં નાડુઆ પીછેહઠ કરે છે, જ્યાં તેઓ ગાવાનું ચાલુ રાખતા હોય છે. va
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy