SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • શબ્દસમીપ • વિશેષ તો પ્રસંગનું નાટ્યાત્મક આયોજન કરવાની એમની કુશળતા પ્રગટ થાય છે. ગદ્યમાં એવો વેગ છે અને એમની પાસે એટલી મોટી શબ્દસમૃદ્ધિ છે કે ભાવક સતત એના કથનપ્રવાહમાં તણાતો રહે છે. એમના શબ્દભંડોળને કશુંય અસ્પૃશ્ય નથી. શિષ્ટ વ્યવહારના, સામાન્ય વાતચીતના તત્સમ, તદ્ભવ, દેશ્ય અને ઓછા પ્રયોજાતા તળપદા શબ્દો મળે છે. એમના ગદ્યમાં રહેલા આરોહઅવરોહ, એના તાલ અને એની લયછટાની સૂક્ષ્મ સૂઝ ચન્દ્રવદનની અનનુકરણીય વાક્છટા દર્શાવે છે. spoken word અર્થાત્ બોલાયેલા શબ્દની સ્થળ અને સુમ બધી જ ખૂબીઓની પરખ ચંદ્રવદન મહેતાને હતી. એમના જમાનામાં બીજા કોઈને હોય તેના કરતાં વધારે. આથી જ તેઓ જાતજાતના નુસખા વાપરીને શ્રોતાના મનમાં ધારી ચોટ ઊભી કરે છે. બોલવામાં પ્રયોજાતા ધ્વનિના જુદા જુદા સ્તરોનો ‘વાકુ’ વિશે મહત્ત્વનું પુસ્તક આપનાર ચન્દ્રવદનને ઊંડો અભ્યાસ હતો અને એમણે કરેલો ગ્રીક નાટક ‘મીડિયા'નો અનુવાદ ‘મદીરા” વાચિક અભિનયની તાલીમ માટેની ઉત્કૃષ્ટ નાટ્યકૃતિ છે. પૌરાણિક વિષયથી માંડીને તદ્દન નજીકના વર્તમાનના પ્રસંગોને આકાશવાણી પર એમણે અસરકારક રીતે વહેતા કર્યા હતા. અખંડ ધાર વહેતો એમને વાપ્રવાહ ‘અદાવત વિનાની અદાલતમાં યંગ, કટાક્ષ કે પ્રહારના વાગુબાણની વર્ષા જેવો પણ બની જતો લાગે છે. ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલી આ શ્રેણી ગુજરાતી પ્રસારણના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ છે. આપણે ત્યાં રેડિયો પર પ્રસારિત થયેલાં નાટકો, રૂપકો, મુલાકાતો, વાર્તાલાપો વગેરે પુસ્તકરૂપે સંગ્રહાયાં છે, પરંતુ આ પ્રકારના કાર્યક્રમનું આવું સંપૂર્ણ લખાણ ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ દેશની અન્ય ભાષાઓમાં જવલ્લે જ પ્રગટ થયું હશે. બી.બી.સી. આવાં લખાણોને વર્ષોથી પ્રકાશિત કરે છે. ગુજરાતી સાહિત્યની અને રેડિયોપ્રસારણના ઇતિહાસની એક વિશિષ્ટ કૃતિ લગભગ છ દાયકા બાદ ગ્રંથસ્થ થઈ ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાના પ્રારંભકાળે આફ્રિકન લેખનમાં પ્રચલિત એવા આફ્રિકન કથાનકના ભ્રામક સરલીકરણ અને અમુક જ ઢાંચામાં આત્માભિવ્યક્તિ કરતી પાત્રાલેખનની શૈલીના વિરોધ રૂપે સંકલ્પપૂર્વક ઑસ્ટીન લુવાન્ગા બુકન્યાએ આ નાટ્યરચના કરી છે. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં આફ્રિકન નાટ્યસાહિત્યમાં જે રીતે પાત્રાનુલેખન થતું હતું તેનો તેઓ વિરોધ કરતા હતા. અમુક પ્રણાલી પ્રત્યે વિરોધ પ્રગટ કરવા માટે બુકન્યાએ કલાસ્વરૂપનો આશરો લીધો છે. આથી જ “ધ બ્રાઇડ' નાટકના પ્રારંભે નાટ્યકાર ઓસ્ટીન બુકન્યાએ દર્શકોને માટે નાટ્યપરિચય આપ્યો છે. સર્જનાત્મક લેખન પૂર્વે કૃતિની ઓળખ આપવાનું એમનું પ્રયોજન એ છે કે કૃતિમાં આલેખાયેલા નવા આદર્શો અને આલેખનની પ્રયોગાત્મક નાટ્યરીતિ દર્શાવવી. સર્જકને એવી ભીતિ હોય છે કે તેમના લેખન- પ્રયોજનની સાચી સમજણ ન આપે તો કદાચ દર્શક કૃતિને અન્યાય કરી બેસે. આ કારણે તેઓ ભાવકોને માર્ગદર્શનરૂપ પરિચય આપે છે. “ધ બ્રાઇડ'નું વિષયવસ્તુ પ્રચલિત કથાનક પરથી સર્જકે લીધું છે. ex ૫ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy