SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • જન્મ, ફળ પામીશ, ને નહિ તો બીજે જન્મ, પણ શુભ કર્મનું ફળ શુભ તે પામીશ જ – કર્મ પ્રમાણે ફળ ને કર્મ પ્રમાણે બુદ્ધિ (જન્મ જન્મના સંબંધમાં) એમ છે, તોપણ રૂડી બુદ્ધિએ વિચારી ક્રિયમાણ કર.” યુવાન નાયકના જુસ્સાને બદલે પ્રૌઢ વિચારકની શાંતિ અનુભવાય છે. ચિંતનાત્મકતા અને પષતા એ આ ગદ્યનાં મુખ્ય લક્ષણો છે, જેનો વિકાસ નર્મદ પછી ઝાઝું જીવ્યો નહીં, તેથી વિશેષ જોવા મળતો નથી, પણ એ જ શૈલી નવો ઉન્મેષ ધારણ કરીને પંડિતયુગમાં સારી પેઠે ખીલે છે. સૌથી વિશેષ તો વીર નર્મદનું તેજસ્વી વ્યક્તિત્વ, એની વિશિષ્ટતાઓ સાથે તેના ગદ્યમાં ઊતર્યું છે. ‘Style is the index of personality' એ ન્યાયે સમર્થ ગદ્યસ્વામીઓને ઓળખવામાં આવે છે. નર્મદ એની ગદ્યશૈલી પરથી તરત ઓળખાઈ જાય છે. ગોવર્ધનરામ, ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને ગાંધીજીનાં લખાણો પર તે દરેકની વિશિષ્ટ વ્યક્તિત્વની મુદ્રા દૃઢ અંકિત થયેલી જોવા મળે છે. આ સમર્થ મહાનુભાવોનો પ્રશસ્ત પુરોગામી નર્મદ હતો એ જ એનું અનન્ય ગદ્યસ્વામિત્વ સિદ્ધ કરવા પૂરતું નથી શું ? અદાલતનો આનંદરસ ૧. ‘અદાવત વિનાની અદાલત” એ ગુજરાતી સાહિત્યનો વિશિષ્ટ પ્રકારનો ગ્રંથ છે. ચન્દ્રવદન મહેતા નટ, નાટ્યવિ, દિગ્દર્શક, કવિ, વિવેચક અને નાટ્યશાસ્ત્રનું શિક્ષણ આપનારા શિક્ષક હતા. વળી રેડિયોના પ્રસારણ-માધ્યમમાં કાર્યક્રમનિર્માતા, લેખક અને બ્રૉડકાસ્ટર તરીકે એમનો એટલો જ આગવો ફાળો. એમણે આકાશવાણીમાં પંદર વર્ષ સુધી કામગીરી બજાવી અને એ પછી પણ આ માધ્યમ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા રહ્યા. ૧૯૨૨માં બ્રિટનમાં બ્રિટિશ બ્રાંડ કાસ્ટિગ કોર્પોરેશન(બી બી.સી.)ની સ્થાપના થઈ. ત્યારબાદ ભારતમાં ઇન્ડિયન બ્રૉડકાસ્ટિંગ કંપની વર્ષો સુધી કાર્યરત રહી અને અંતે તે સંસ્થા ઑલ ઇન્ડિયા રેડિયો (આકાશવાણી) તરીકે ઓળખાઈ. ચન્દ્રવદન મહેતાએ બી.બી.સી.ના વાર્તાલાપ વિભાગના વડા અને અહીંના ચીફ કન્ટ્રોલર લાયોનલ ફિલ્ડન અને ઝુલફ્રિકાર બુખારી જેવા નિષ્ણાતોને હાથે તાલીમ લીધી હતી. એક વાર ચન્દ્રવદન મહેતા, ભાનુશંકર વ્યાસ અને જ્યોતીન્દ્ર દવે ‘રેખા'માં પ્રકાશિત થયેલી ચાલીસેક મિનિટની ગુજરાતી નાટિકા ભજવવાના સંદર્ભસૂચિ ‘નર્મદનું મંદિર’, ગઘવિભાગ : સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩ ‘વીર નર્મદ’, લે. વિશ્વનાથ ભટ્ટ, પૃ. 10 ‘મારી હકીકત', લે. કવિ નર્મદાશંકર, ૧૯૬૬, પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ, પૃ. ફેર ‘નર્મદનું મંદિર’, ગદ્ય વિભાગ : સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩ ‘ડાંડિયો', ૧૫ જૂન ૧૮૬૫નો અંક, લખનાર ‘મિત્ર” ‘નર્મદનું મંદિર', ગદ્યવિભાગ - ‘આજ કાલ', સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩૬પ-૩૬૬ ‘ડાંડિયો', ઈ. સ. ૧૮૬૬, ૧૫મી માર્ચ, અંક ૧, પૃ. ૭ ‘ડાંડિયો', ૧૮૬૬, ૧લી મે ૩. ૩. ૮. * ‘અદાવત વિનાની અદાલત’ : લેખક, ચં. ચી. મહેતાના પુસ્તકનું સંપાદકીય સંપાદકની પ્રસ્તાવનામાંથી a ૮૪ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy