SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • પૂછવીજ નહિ, તેઓને ખૂબસુરતીનો નમૂનો કહેવામાં આવે તો ખોટું નહિ. તેઓની આંખ નાક પણ સુંદર હતાં. બેશક બધી સ્ત્રીઓના વિશે એવું સમજવું નહિ. કેટલીક સ્ત્રીઓ તો નીચલા પ્રદેશમાં તેના જેવી મળવી દુર્લભ છે એવું જણાયું. પૂ. ૩૬૨-૩૬૩] સોમનાથના ઇતિહાસનું, કાશીની વિશેષતાનું અને ભૂજના રાજમહેલનું વર્ણન ધ્યાનાર્હ છે. નારાયણ હેમચંદ્ર સ્થળોનો ઇતિહાસ આપે છે પરંતુ વિગતોની પૂરતી ચકાસણી કરવાની દરકાર રાખતા નથી, આથી જ ‘આગ્રાની નવાઈઓ નામના આત્મચરિત્રના છવ્વીસમાં પ્રકરણમાં મોગલ બાદશાહ શાહજહાંને બદલે જહાંગીરે તાજમહાલ બંધાવ્યો એમ લખે છે. એ જ રીતે તાજમહાલ પાછળ લગભગ બે કરોડ રૂપિયા ખર્ચાયા હતા એવું તેમણે લખ્યું છે. હકીકતમાં તેની પાછળ ચાર કરોડ રૂપિયાનું ખર્ચ થયું હતું. આ આત્મચરિત્રના આલેખન સાથે નારાયણ હેમચંદ્રનું સુધારક તરીકેનું વ્યક્તિત્વ પણ અછતું રહેતું નથી. નાતજાતની પરિસ્થિતિ પર, ડોળઘાલુ સુધારકો પર, મૂર્તિઓ સ્થાપીને કે અન્ય ધાર્મિક ક્રિયાઓ દ્વારા પેટ ભરતા બ્રાહ્મણો પર કે જનોઈ-વિધિના આડંબર પર તેઓ ટીકા કરે છે. રાજાઓની વિલાસિતાની પાછળ થતા ખર્ચાઓ વિશે લખે છે, તો પોતાની પાછળ અનુયાયીઓની પેઢી ઊભી કરનાર સાધુ-સંતો પર કટાક્ષ કરે છે. ધર્મસ્થાનોમાં ચાલતા વ્યભિચારને તેઓ ખુલ્લા પાડે છે. જેમકે પંઢરપુર વિશે તેઓ લખે છે : પંઢરપુરમાં ચંદ્રભાગા નામની એક નાની નદી વહે છે. તેમાં તરતના જન્મેલા વિધવાના છોકરાંને નાખી દે છે. વિધવા સ્ત્રીઓ વ્યભિચાર કરીને ગર્ભ ધારણ કરે છે તેથી તેનો કલંક દૂર કરવાની પંઢરપુર જગા છે. અહિં ઘણી ગર્ભવતી વિધવા સ્ત્રીઓ ગર્ભનો નાશ કરવા આવે છે. તેથી પંઢરપુરમાં જ્યારે લાલશંકર ઉમિયાશંકર મામલતદાર હતા. ત્યારે તેમણે કંઇ એકઠું કરીને અનાથાશ્રમ અથવા છૂપી રીતે ગર્ભમાંના બૂચ્ચાને જણાવીને તેનું પાલન પોષણ કરવાનું એક મહીન કર્યું છે. ત્યાં કેટલીક વિધવા સ્ત્રીઓ જઇને કોઇ ન જાણે sa એવી રીતે જણીને પછી તે છોકરાંને રાખીને પોતાને દેશ જાય છે. આ કામને માટે લાલશંકરભાઇને ધન્યવાદ ઘટે છે. અનાથાશ્રમ જોયું. બાબુ નવીનચંદ્ર રાયે પણ અનાથાશ્રમ કાઢયું હતું, તેમાં મેં ભાગ લીધો હતો તે પહેલાં જણાવી ગયો છું. પૃ. ૩૫૩-૩૫૪) એ જ રીતે મથુરા-વૃંદાવનના ઠગનારાઓની વાત કરે છે. કચ્છના મહારાવ ખેંગારજીને નારાયણ હેમચંદ્રએ કેટલાંક પુસ્તકો અર્પણ કર્યાં હતાં, છતાં ભૂજમાં રાણીઓની દુર્દશા વિશે નિર્ભયતાથી લખે છે : મેં ભુજમાં સાંભળ્યું કે રાણીઓની સ્થિતિ બહુ ખરાબ છે. તે કોઇને મોં બતાવતી નથી. કોઈ પુરૂષને જનાનખાનામાં જવા દીધામાં આવતો નથી. ત્યાં બધી ચાકરડીઓ કામ કરે છે. એક બે ખોજા એટલે હીજડા મોટી કિંમતથી વેચાતા લાવીને તથા નોકર રાખીને રાણીને હવાલે કરે છે. તેઓ કોઇ કોઇ વખતે રાણીઓને મારે છે. જ્યારે રાજા રાણી એક ઓરડામાં સૂવે છે, ત્યારે ખોજો બારણામાં ખાટલો નાંખીને ઊધે છે. જ્યારે રાજા રાણી બહાર નીકળે ત્યારે તે ખસે છે. આવું પહેલા જ થતું હતું. હાલમાં કંઇક ઓછું છે. પણ એટલું તો ખરૂં છે કે રાણીઓને મોં જોવાની મનાઇ છે, તેથી હાલના કામદારો પોતાની બાઇડીઓને બીજાને મોં બતાવવાની મનાઇ કરે છે. પણ બૈરાં તો અંદર ખાને શું શું કરે છે તે તેઓ પોતાના મનમાં સારી પેઠે સમજે છે. [૫. ૩૧૧] નારાયણ હેમચંદ્રનો ખ્યાલ સ્વભાષામાં ગ્રંથરચના કરવાનો હતો. તેઓ નોંધે છે કે બંગાળીઓએ સ્વભાષામાં ગ્રંથો લખ્યા છે અને તે માને છે કે જ્યાં સુધી સ્વભાષામાં પુસ્તકો લખાશે નહીં ત્યાં સુધી સ્થિતિમાં કોઈ સુધારો થવાનો નથી. | ‘પોતે'માં નારાયણ હેમચંદ્ર પોતે લખેલી કૃતિઓનો વારંવાર ઉલ્લેખ કરે છે. એમના સાહિત્યિક સર્જનમાં મુખ્યત્વે ‘પાંચ વાર્તા' (૧૯૦૩), ‘ફૂલદાની અને બીજી વાર્તાઓ' (૧૯૦૩)માં એમણે કથાઓ આપી છે. ‘વૈદ્યકન્યા' (૧૮૯૫), ‘સ્નેહકુટિર' (૧૮૯૬), ‘રૂપનગરની રાજ કુંવરી' | (૧૯૦૪) વગેરે એમની નવલકથાઓ છે. ‘જીવનચરિત્ર વિશે ચર્ચા” 0 ક૯ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy