SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • રમણીક મહેતાને નારાયણ હેમચંદ્ર એમ કહ્યું હતું કે તેઓ દરરોજ છ કલાક લખે છે. કોઈ વાર એથી પણ વધુ વખત સુધી લખ્યા કરે છે. આ બાબત વિશે નરસિંહરાવ મજાક કરતાં કહેતા કે જૂના વિચારોનાં માબાપો છોકરાઓને વહેલા પરણાવવાની ઉતાવળ કરે છે તેવી ઉતાવળ તમે પુસ્તકો છપાવવામાં કરો છો. જો કે આ વાત સાંભળી નારાયણ હેમચંદ્ર ઉત્તર આપવાને બદલે હસતા હસતા પોતાનો દોષ કબૂલ રાખતા. ‘હું પોતેમાં એમણે વ્યાકરણ કે ભાષાશુદ્ધિની કોઈ તમા રાખી નથી; જેમ કે ‘ઠાઠને બદલે ‘ઘાટ' (પૃ. ૨૬૧), ‘પાલીતાણાને બદલે ‘પાલીતાણા’, ‘શોરબકોરને બદલે ‘શોહ બકોર' જેવા શબ્દપ્રયોગ કરે છે. કેટલાક શબ્દો પ્રચલિત કરતાં જુદા અર્થમાં પ્રયોજ્યા છે; જેમકે ‘ચર્ચા 'ના અર્થમાં ‘તકરાર’, ‘લખાણના અર્થમાં ‘લાણું' અને ૨કઝકને માટે ‘હાહો કરતા' શબ્દ પ્રયોજે છે. બીજા કેટલાક નોંધપાત્ર શબ્દપ્રયોગો જોઈએ : ‘આતિથ્યને માટે ‘પરોણાચાકરી', ખોટ આવે તેને માટે ‘બાઈ પડત', ‘સમયને માટે ‘વારો', ‘ભાગીદાર ને માટે ‘ભાગિયણ' જેવા શબ્દો યોજે છે. પોતાને માટે વખતોવખત ‘સેવક' શબ્દ પ્રયોજે છે. ક્યાંક સારી વાક્યલઢણ પણ મળે છે. જેમ કે ‘પોતાના કર્તાના હવાલામાં પ્રાણ સોંપ્યા'- પુ. ૩૧] ‘આ મનુષ્ય દેહે ત્યાં પગ જ મૂક્યો નહીં.' (પૃ. ૪૯] ‘નવીનચંદ્ર રાય મારા સદ્દગુણોનો ઉપાસક દેવતા છે.' (પૃ. ૯૧] ‘કડવું મીઠું કરીને ખાટું. ' (પૃ. ૧૫૮] ‘હાથી પર બેસીને ભાષણની જગાએ અમે જતા. જાણે ભાષણનો રાજા શહેર માંથી પોતાના મહેલમાં જતો હોય એવું જણાતું.' (પૃ. ૨૮૫) ‘હું બાબુ નવીનચંદ્ર રાયને ત્યાં રહેવા લાગ્યો. બાબુની પ્રીતિ મને આલિંગન કરવા લાગી.' (પૃ. ૩૯૨) કેટલેક સ્થળે સુંદર વર્ણનો જોવા મળે છે. તેઓ જે સ્થળે જાય તેનું વર્ણન આપે છે. જેમકે દિલ્હીના મ્યુઝિયમનાં ચિત્રો વિશેનું મનોહર વર્ણન આલેખે છે : so • વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • દિલ્લીના મ્યુઝીયમમાં કેટલાક ઉત્તમ ચિત્રો છે, તે ચિત્રોમાંથી એક બેનું વર્ણન આપવું યોગ્ય જણાય છે. આ ચિત્રો જુનાં છે પણ તે બહું ઉત્તમ છે. તે ચિત્રમાં કોઈ દેશની રાજકુમારી જોડે ક્યાંના રાજ કુમારનો વિવાહ સંબંધ નક્કી થયો છે, શહેરમાં પહોળા રાજ માર્ગપરથી મોટા મોટા ખુમચાઓમાં વિવિધ ફળ, મિષ્ઠાન તથા નવા પ્રકારની રાજ ભોગ્ય સામગ્રી લઈને મોટી લશ્કરી પલટણ ગીત વાઘની જોડે તે તરફના મહેલ તરફ લઈ જાય છે. સાથે લાલ, સફેદ, કાળા તથા મેલખોર ચાર શેડા જોડેલા સોનાના રથના ઉપર અસમાની ચંદરવા નીચે નોબતખાનું છે. અને આગલા ભાગમાં, આપણા દેશની વિલાસ કળા જાણે સવભર્ષ સંપૂર્ણ કરેછે એવું જણાય છે. સારંગી તથા સિતાર માં, નૂપુરમાં, વળયમાં, હાથના ચાળામાં, તથા શરીરની લીલાથી મનોહારિણી લાસ્ય લીલા છે. બન્ને બાજુએ હારદાર સિપાઈઓ છે, આસમાની, ગુલાબી, સફેદ, પીળી, લીલા રંગના ડગલા સોનેરી રૂપેરી કોર મૂકીને પહેર્યા છે. અને માથાપર ગાઢ! આશમાની રંગની પાઘડી પહેરેલી છે અને હાથમાં સોનાની છડીઓ લીધેલી છે, અને પાનથી લાલ હોઠ થયાથી સચેતન પદ મર્યાદાનો કંઈક હસ્તો ભાવ જણાય છે. અને આ સુરંજીત દેખાવની પાછળ નાચનારીઓના પગલાં ઉપડતાં તથા હાવભાવ જણાય છે અને તાલે તાલે ફરતી તથા બારીક મલમલના ઉપર જરીની કોરની કરચલીમાં જરા જણાય એવા વિવિધ રંગના તંગ પાયજામાં તથા સ્તનને ઢાંકવાની કાચલીઓ દેખાય છે. તેમાં કનક યૌવન મોહ સંચારિત થઈને જાણે વસંત મદોન્મત્ત કોકીલના ગીત મુખરિત સિરાજ પુરીની એક સુંદર મરીચિકા રચના કરી છે. પરંતુ નિપુણ ચિત્ર કર આટલીવાર સુધી ફક્ત એક મૂંગો દેખાવ ઇન્દ્રજાળની રચના કરીને થાક્યો નહોતો તેના પ્રત્યેક નરનારીજ સમાન સજીવ સહૃદય મનુષ્ય છે. અને આ ઘોડાના રથ ઉપર આવનારી ચાર ચરણ તાડિત નુપુર સિચિત લાંબી મુસાફરી તેઓ મૂંગા તથા બહેરાના જેવા થઈને આવ્યાં નહોતા, પરંતુ ઘણા હલકા પ્રેમની ઠઠા મકરીથી, અપાંગના વિલોલકાના કટાક્ષમાં, મિતહારી મધુર સંભાષણમાં તથા સરસ 2 ક 1
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy