SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની પ્રેરણા અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની ઉદાર સખાવતથી, ઈ. સ. ૧૯૫૭માં અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના થઈ. શેઠ શ્રી કસ્તુરભાઈ પ્રાકૃત ટેક્ષ સોસાયટીના સ્થાપના સમયથી જ એની કાર્યવાહક સમિતિમાં હતા. સમય જતાં શ્રી દલસુખભાઈ પ્રાપ્ત ટેસ્ટ સોસાયટીના માનદ મંત્રી બન્યા. તે પછી સોસાયટીના કામ અંગે એમની અને શેઠશ્રી કસ્તુરભાઈ વચ્ચે જે પત્રવ્યવહાર થયો એને લીધે શ્રી કસ્તુરભાઈ શેઠના મન ઉપર, શ્રી દલસુખભાઈની વિદ્વત્તા, નિષ્ઠા અને કાર્યદક્ષતા સંબંધમાં, કંઈક એવી છાપ પડી કે એમણે શ્રી દલસુખભાઈને એમની આ નવી સંસ્થાનું ડિરેક્ટર પદ સંભાળવા સૂચવ્યું. દલસુખભાઈએ એ સૂચનનો સ્વીકાર કર્યો અને ઈ. સ. ૧૯૫૯ના ડિસેમ્બરમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેક્ટર બનીને તેઓ અમદાવાદ આવ્યા. ઈ. સ. ૧૯૭૬ સુધી, છેલ્લાં સત્તર વર્ષ દરમ્યાન સતત કામ કરીને દલસુખભાઈએ વિદ્યામંદિરની પ્રતિષ્ઠા ખૂબ વધારી અને વિદ્વાનોની પુષ્કળ સહાનુભૂતિ પણ મેળવી, એટલું જ નહીં, એની નામનાનો પરદેશ સુધી વિસ્તાર કર્યો, તેથી આ વિદ્યાતીર્થનો લાભ લેવા પરદેશના વિદ્વાનો પણ અવારનવાર આવવા લાગ્યા. આમ થવામાં જેમ સંસ્થામાં એકત્રિત થયેલ સામગ્રીનો તેમ શ્રી દલસુખભાઈની નિર્ભેળ અને સૌજન્યપૂર્ણ વિદ્વત્તાનો પણ મહત્ત્વનો ફાળો છે. ઉપરાંત, આવી મોટી સંસ્થાનો સફળ વહીવટ કરવાની એમની કુશળતાનો પરિચય પણ સૌને મળી રહ્યો. એક દિવસ કૅનેડાની ટોરોન્ટો યુનિવર્સિટી તરફથી શ્રી દલસુખભાઈને અણધાર્યો પત્ર મળ્યો. તા. ૯-૪-૧૯૬૭નો એ પત્ર ટોરોન્ટો યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઑફ ઈસ્ટ એશિયન સ્ટેડિઝ (પૂર્વ એશિયાને લગતી વિદ્યાઓના વિભાગ)ના અધ્યક્ષ પ્રોફેસર એ. કે. વાડર લખ્યો હતો. એમાં એમણે લખ્યું હતું કે, | ‘અમારે ત્યાં ચાલતા આ વિભાગમાં ભારતીય તત્ત્વજ્ઞાનના અધ્યાપનને માટે તમે ટોરોન્ટો આવો એવી કોઈ શક્યતા છે કે કેમ તે જાણવા માટે હું આ પત્ર લખું છું. તમને અનુકૂળ હોય એ પ્રમાણે, કાયમને માટે કે મુલાકાતી અધ્યાપક (વિઝિટિંગ પ્રોફેસર) તરીકે એક વર્ષ માટે, અમે તમારી નિમણૂક કરી શકીએ એમ છીએ. એવું પણ થઈ શકે કે, શરૂઆતમાં એક વર્ષ માટે મુલાકાતી અધ્યાપક તરીકે અને તે બાદ, કેનેડામાં રહેવું તમને પસંદ પડે તો, કાયમને માટે તમારી નિમણૂક કરવામાં આવે. • વિરલ વિધાપુરુષ • આ માટે પગાર તરીકે તમને વાર્ષિક તેર હજાર ડૉલર આપવામાં આવશે. (પછીથી પંદર હજાર ડૉલર આપવામાં આવ્યા હતા.) ઉપરાંત તમારું અહીં આવવા-જવાનું પ્રવાસખર્ચ પણ આપવામાં આવશે.' - આ રીતે ટોરોન્ટો યુનિવર્સિટીમાં જોડાવાનું સીધેસીધું આમંત્રણ આપ્યા બાદ, એ માટે શ્રી દલસુખભાઈની પસંદગી કરવાનું કારણ દર્શાવતાં પ્રોફેસર વાડરે લખ્યું હતું કે - ‘ભારતનાં વિશ્વતત્ત્વનું વિશ્લેષણ કરતાં દર્શનોની અન્ય શાખાઓ તેમજ બૌદ્ધ દર્શનના પ્રમાણવાદ સંબંધી ખુલાસો અને સમજૂતી આપી શકે એવા સાવ ગણ્યાગાંઠ્યા વિદ્વાનોમાંના એક તરીકે હું તમારાં કામોને ઘણા વખતથી પિછાનું છું, તેથી જ મારું ધ્યાન તમારા તરફ ગયું છે.'' શ્રી દલસુખભાઈની જૈન આગમો અને ભારતીય દર્શનોની વ્યાપક તથા મર્મસ્પર્શી વિદ્વત્તા તેમજ નિર્ભેળ વિદ્યાનિષ્ઠાનું મૂલ્યાંકન આપણા દેશના તેમજ વિદેશના પણ કેટલાક પ્રાચ્યવિદ્યા અને તત્ત્વજ્ઞાનના વિદ્વાનોએ, ઘણાં વર્ષ પૂર્વે, ઠીક ઠીક પ્રમાણમાં કરીને એમનું એ રીતે બહુમાન પણ કર્યું જ છે. આમ છતાં જ્યારે એમની વિદ્વત્તાને આ રીતે પરદેશમાંથી બિરદાવવામાં આવી અને એમની વિદ્વત્તાનો લાભ લેવાની ઝંખના વ્યક્ત કરવામાં આવી ત્યારે શ્રી દલસુખભાઈને તેમજ એમના પરિચિત સૌ કોઈને આશ્ચર્ય સાથે વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક હતું. શ્રી દલસુખભાઈની સત્યશોધક, સારગ્રાહી અને સર્વસ્પર્શી વિદ્વત્તા તથા અખંડ અને ધ્યેયનિષ્ઠ સરસ્વતી ઉપાસનાના શિખર ઉપર આ પ્રસંગે જાણે સુવર્ણ કળશ ચડાવ્યો હોય એમ લાગતું હતું. બાકી તો, એ હેમ જ હતું અને હેમ છે એની આ પ્રસંગથી આપણને એની વિશેષ પ્રતીતિ થવા પામી હતી. એટલું જ ! પોતાની કામગીરીને સફળતાપૂર્વક પૂરી કરીને, ભારત પાછા આવ્યા પછી પણ, કૅનેડા સરકાર તરફથી એમને કાયમને માટે અમુક ડૉલરનું માસિક પેન્શન મળતું હતું તેમજ તેમની વિદ્વત્તાનો લાભ લેવા પ્રોફેસર વાર્પર ક્યારેક એમની પાસે આવીને પણ રહેતા હતા. નામનાની એમને જરાય ઝંખના નહોતી, પૈસો એમને લોભાવી શક્તો નહીં અને પ્રખર પાંડિત્યને એમણે એવું પચાવી જાણ્યું કે એમને પંડિત તરીકે સંબોધતાં પણ સંકોચ થાય. એમના નમ, નિખાલસ અને નિર્મળ મનના કારણે પાંડિત્યનું આધિપત્ય ક્યારેય જોવા મળતું નહીં, તેથી જ તેઓ સદા સ્વસ્થ અને પ્રસન્ન રહી શકતા હતા. 0 ૨૩પ ] 1 ૨૭૬ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy