SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે તે મૂળ ‘પંચતંત્ર'ની પશ્ચિમ ભારતીય પાઠપરંપરા છે. આથી શ્રી ભોગીલાલભાઈએ પંચતંત્ર કથાગ્રંથનો શાસ્ત્રીય અનુવાદ અને આવશ્યક હોય ત્યાં પાઠાંતર આદિની ચર્ચા તો કરી જ, પરંતુ એથી ય વિશેષ આ વિષયોનો સમગ્ર દૃષ્ટિએ અવલોકવા માટે પશ્ચિમ ભારતીય ‘પંચતંત્ર' ઉપરાંત ‘પંચતંત્ર'ની બીજી પ્રાચીન પાઠપરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ અને એના ભેદ-પ્રભેદોની નોંધ કરવાનું ભગીરથ કાર્ય કર્યું. આ પુસ્તકના ‘પુરોવચન'માં વિવેચક શ્રી રામનારાયણ વિ. પાઠક આ સંશોધનગ્રંથની વિશેષતા દર્શાવતાં લખે છે : “ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે પ્રો. ભોગીલાલ સાંડેસરાને હાથે આ પુસ્તકને પૂર્ણ ન્યાય મળ્યો છે. ભાષાંતર સાધારણ ભણેલ પણ વાંચીને સમજી શકે એવું થયું છે, અને વિદ્વાનો પણ આદર કરે એવી વિદ્વત્તા એના સંપાદનમાં, ટિપ્પણોમાં અને એના ઉપોદ્ધાતમાં આવતી ચર્ચામાં રહેલી છે. તેમણે ઉપલબ્ધ એટલાં બધાં પંચતંત્રોની વાર્તાઓ આમાં સંગ્રહી છે. પાઠ નક્કી કરવામાં એક પ્રાચીન સંશોધકની કુશળતા દર્શાવી છે, પંચતંત્રની પરંપરાનો ઇતિહાસ એક પુરાતત્ત્વવિદની રીતે આલેખ્યો છે અને એક વિવેચકની દૃષ્ટિએ પંચતંત્રનું સાહિત્યિક મહત્ત્વ દર્શાવ્યું છે. હિંદમાં સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થતી ભાષાઓમાં, આટલી શાસ્ત્રીય અને વિશાલ દૃષ્ટિથી પંચતંત્રનું આ પહેલું જ સંપાદન થાય છે.” યુવાન ભોગીલાલભાઈ આગમનું ભાષાંતર કરે, પ્રબંધોનું સંશોધન કરે. બરાબર આ જ સમયે મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિઓથી દેશ નવચેતન અનુભવતો હતો. અનેક યુવાનો એમની અહિંસક લડતમાં ઝંપલાવતા હતા. હસ્તપ્રતો, શાસ્ત્રો અને ઇતિહાસગ્રંથોની અન્વેષણા કરતા ભોગીલાલભાઈમાં આસપાસની પરિસ્થિતિનો પ્રતિભાવ અનુભવતા હતા. ક્યારેક મન થઈ આવે કે આ બધું છોડીને ગાંધીજીની લડતમાં જોડાઈ જાઉં. એક વાર ગુજરાત વિદ્યાસભામાં શ્રી રવિશંકર મહારાજ આવ્યા. યુવાન ભોગીલાલભાઈએ પોતાના હૃદયની વ્યથા પ્રગટ કરતાં કહ્યું, “મને ભારે મુંઝવણ થાય છે. આજે દેશને ઘણો યુવાનોની જરૂર છે, ત્યારે હું આ પુસ્તકોના ગંજ વચ્ચે બેઠો છું. મારાથી કશું રચનાત્મક કામ થતું નથી. શું હું મારી આ પ્રવૃત્તિ છોડીને દેશસેવાના કામમાં લાગી જાઉં ? મારે તમારું માર્ગદર્શન જોઈએ છે.” ૨૫૧ ] • બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : પૂજ્ય રવિશંકર મહારાજે લાક્ષણિક રીતે જવાબ આપ્યો : “તમારે માટે આ જ દેશસેવા છે.” ઈ. સ. ૧૯૪૯માં વડોદરામાં મ. સ. વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. ૧૯૫૧માં ત્યાં શ્રી ભોગીલાલભાઈની ગુજરાતીના પ્રાધ્યાપક (પ્રોફેસર) તરીકે નિમણુક થઈ. ગુજરાતની યુનિવર્સિટીઓમાં પહેલી જ વાર પ્રાધ્યાપકની નિમણુક કરવામાં આવી અને તે પણ ગુજરાતી વિષયમાં. ૩૪ વર્ષના શ્રી ભોગીલાલભાઈને માથે મોટી કામગીરી આવી પડી. પોતે આટલા ઊંચા સ્થાનની જવાબદારીથી વાકેફ હતા અને એથી થોડો સંકોચ અનુભવતા હતા. પરંતુ આ સમયે શ્રી રવિશંકર મહારાજની સલાહ લેતાં એમણે કહ્યું, “તમારે જરાય સંકોચ રાખવાની જરૂર નથી. ઈશ્વર દરેક માણસ પર એટલો જ બોજો મૂકે છે, જેટલો એ ઉપાડી શકે છે.” એમણે સાક્ષર શ્રી રામનારાયણ પાઠકને આ કપરી કામગીરી અંગે સૂચનો પૂછડ્યાં, ત્યારે પાઠક સાહેબે જવાબ વાળ્યો, 'I have no advice to give you. I am sure that you will rise to the occasion.' મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી જિનવિજયજી તથા શ્રી રસિકલાલ છો. પરીખ જેવા પ્રકાંડ વિદ્વાનો પાસે દીક્ષા પામેલા આ તેજસ્વી સારસ્વતની વિશેષતા એ હતી કે જેવું તેમનું વિદ્યાપ હતું તેવી જ એમની શીલની આરાધના પણ ઉત્કટ હતી. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ, ઇતિહાસ સંસ્કૃત અને જૈનદર્શન આદિ અનેક પ્રદેશોમાં એમની વિદ્વત્તા ઘૂમી વળી એટલું જ નહીં, અનેક ગ્રંથોરૂપે એને વાચા મળી. ‘ઇતિહાસની કેડી’, ‘સંશોધનની કેડી', ‘ઇતિહાસ અને સાહિત્ય તથા “અન્વેષણા” જેવા એમના અનેક ગ્રંથો છે. તેમણે કુડીબંધ સંસ્કૃત, પ્રાપ્ત અને ગુજરાતી પ્રાચીન કૃતિઓનું સંશોધન અને શાસ્ત્રીય સંપાદન કર્યું છે. પ્રાચીન ગુર્જર ગ્રંથમાલા’ અને ‘પ્રો. બ. ક. ઠાકોર પ્રકાશનમાળામાં તથા વિખ્યાત ગાયકવાડ ઓરિયેન્ટલ સિરિઝમાં બહુસંખ્ય ગ્રંથો એમના સમર્થ માર્ગદર્શન હેઠળ પ્રગટ થયા. 1 ૨પર
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy