SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • બીજા મુદ્રણ સમયની લેખકની પ્રતનાં આગળનાં પાનાં (પૃ. ૧થી ૫૬ અને પૃ. ૯૧-૬૨) મળતાં નથી. જ્યારે પૃ. ૫૭થી ૬૦ અને પૃ. ૬૩થી આખી કૃતિ, લેખકના સ્વહસ્તાક્ષર કરેલા સુધારાવાળી મળે છે. ‘ડમી'ના પ્રારંભે પ્રો. ઠાકોરે પોતાના પુસ્તકની જોડણી અંગેની સૂચના લાલ પેન્સિલથી લખેલી છે. પુસ્તકનું પ્રથમ પૃષ્ઠ, અર્પણપત્રિકા અને બીજી આવૃત્તિ વખતનું નિવેદન જુદા કાગળોમાં મળે છે. પ્રથમ આવૃત્તિ પછી છવ્વીસ વર્ષ બાદ ઈ. સ. ૧૯૪૯ના એપ્રિલમાં પ્રો. ઠાકોરે દ્વિતીય મુદ્રણની પ્રત તૈયાર કરીપણ એમના અવસાનસમય સુધીમાં (તા. ૨-૧-૫૨) એ પ્રગટ થઈ નથી. લેખકે તૈયાર કરેલા નાટકના પ્રથમ પૃષ્ઠની વિશેષતા જોઈએ તો અગાઉ નાટકના શીર્ષક હેઠળ ‘સાંસારિક નાટક, ભજવાય એવું” એમ લખ્યું હતું. બીજા મુદ્રણ વખતે માત્ર “સાંસારિક નાટક' એ શબ્દો રાખીને ‘ભજવાય એવું” એ કાઢી નાખે છે. છતાં બીજા મુદ્રણ સમયના નિવેદનમાં પ્રો. ઠાકોરે લંબાણથી નાટકની તખ્તાલાયકી વિશે લખ્યું છે. લેખકે પોતે જ પ્રથમ આવૃત્તિના પ્રથમ પ્રવેશમાં ‘નાટક ભજવવાની જરૂરિયાતોને આદિથી અંત સુધી પૂરેપૂરી લક્ષમાં રાખીને જ દરેક પ્રવેશ રચવામાં આવ્યો છે” એમ કહ્યું છે. જોકે એ સ્વીકારવું પડશે કે આખરે તો આ નાટક પાક્યનાટક જ બન્યું છે. પ્રથમ આવૃત્તિમાં કર્તા તરીકે ‘બળવંતરાય કલ્યાણરાય ઠાકોર બી.એ., આઈ.ઈ.એસ.' લખ્યું છે, જ્યારે છવ્વીસ વર્ષના ગાળા બાદ તેઓ બી.એ.ની ઉપાધિ કાઢી નાખીને ‘આઈ.ઈ.એસ. (નિવૃત્ત) દીવાન બહાદુર’ લખે છે. પ્રથમ આવૃત્તિમાં એમના નામ પર કર્તા જ લખ્યું છે, બીજી આવૃત્તિ વખતે ‘કર્તા અને પ્રકાશક’ બને છે. પ્રો. ઠાકોરે ધિ. બી. સેહની પ્રકાશન બિરાદરી લિમિટેડ નામની પ્રકાશનસંસ્થા પોતાની અને બીજી વીણેલી ચોપડીઓનું શિષ્ટ પ્રકાશન થાય તે માટે સ્થાપી હતી. પણ આ સંસ્થા ઈ. સ. ૧૯૫૧માં સ્થપાઈ અને તે વિશેનો કોઈ ઉલ્લેખ પણ મુદ્રણપ્રતમાં મળતો નથી. આમ છતાં મુખપૃષ્ઠને પાછલે પાને કરેલી નોંધ ‘કર્તા અને પ્રકાશકે આ ચોપડી ૩૪, ચોપાટી રોડ, મુંબઈ ૭, એ પોતાના નિવાસસ્થાને પ્રકટ કરી. ઈ. ૧૯૪૯, સં. ૨૦૦૫ પરથી ખ્યાલ આવે છે કે આ પુસ્તકનું પ્રકાશન એમણે પોતે જ કરવા ધાર્યું હતું. લેખકે નવી આવૃત્તિ માટે તૈયાર કરેલું અર્પણપત્ર જોઈએ. શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્તને પ્રથમ આવૃત્તિ વખતે કરેલા અર્પણપત્રમાં નજીવા ફેરફાર કરીને, પંક્તિઓ ગોઠવીને મૂકે છે. બીજી આવૃત્તિનું અર્પણપત્ર આ પ્રમાણે છે : ૨૧૮ રૂ. • ‘ઉગતી જુવાની'ની અપ્રગટ મુદ્રણપ્રત • અર્પણપત્ર રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ, ભાવનગર – ગદ્યપદ્યમપ્રિય ‘કાન્ત’ આત્મીયમ,’ ‘સખે, ' ‘ઉર ' એ બધાં સંબોધન ત્યજિ, સરલ મનભર ‘ભાઈ’ શબ્દ આ કૃતિ સાથે હને જોહું છું. ' ભાઈ, મરે છે તે દિવસ યવનતણા જ્યાં આપણે કાલાંદધિમાં ઉંડી ડુ બ કી દઈને ઇતિહાસના એથન્સસ્પોટમાં જ જાણે વિહરતા, એ નાટ કો એ કાવ્યભાષણમૂર્તિસંવાદો વિશે એ જગન્મોહક અમર ખંડેરો થકી વિસ્મિત થતા, - એ ઓપતી જનતા ફરી જોવા ફરીથી વિરચવા એ નોંજુ વાનીનીખુમારી ભર્યા મથતા હતા કે અહા, એ શો રસભીનો કાળ ! અરે એ સહશિક્ષણ શાં રસાળ પછી તો ભાઈ, ઝિંદગી આવી આપણી જુદાઈ જેને ભાવી; તું અસલ ગુજરાતે રહ્યો, હું ગરવિ ગુજરાતે વહ્યો. એ આપણા સહ વાસ સમયે હું 11 માંહિ જ કંઈ ઉંગમ થયલો, જે જરા વિકસ્યોય છે આ તે તણું કે આજે ખિલેલુંજ કુસુમ તુંને મોકલું છું, – જાણું છું કે રૂ પરે ગસુ ગંધમૃદુતા માંહિ એ એવૂ' જ છે, પણ, ભાઈ હારો પ્રેમ પણ જાણું છું, તું તો એહને મહારૂં જ જોશે : તું નિરખશે એહને પ્રેમી દંગે: - સામાન્યને પણ દિવ્ય કિરણે રસી લે છે૨૦ તે દેગે ! પ્રથમ આવૃત્તિમાં આ પ્રમાણે શબ્દો છે : ૧. હું ૨. નવર્ષાવનતણા ૩. ખાઈને ૪. કાવ્યભાષણમૂર્તિસંવાદે અને પ. જુવાનીની ૬. મત્ત બાલિશતા ભર્યા મથતા હતા ૭. ૨ ૮, તું ૯. હું ૧૦. ગરવી. ૧૧. હું ૧૨. થયેલો ૧૩. તણું ૧૪. ખિલેલું ૧૫. તુંને મોકલું છું ૧૬. શું ૧૭. એવું ૧૮. જાણું છું તું ૧૯. તું ૨૦. દિવ્ય દેખે. 0 ૨૧૯ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy