SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ * શબ્દસમીપ • આકાશના તારાઓનો અભ્યાસ કઈ રીતે કરવો એવી બાબત સી.ડી. રૉમ સમજાવશે. વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક શાસ્ત્રોને પણ ગીતો, રમતો, પ્રવૃત્તિઓ, rhymes અને કથાઓ દ્વારા દર્શાવશે. ગણિત જેવો વિષય પણ જુદાં જુદાં ઍનિમેશનથી શીખવવામાં આવે છે. ગણિત શીખવતા એક કલાકના સી.ડી. રૉમમાં બાળકને જાણે એવો અનુભવ થયો કે એને અઘરું ગણિત ભણવું પડતું નથી, બલકે રમત રમવી પડે છે. હકીકતમાં શીઘ્ર જવાબ આપનાર બાળકે એક કલાકમાં ૭૦ થી ૧૦૦ જેટલા ગણિતના દાખલાઓ ઉકેલ્યા હતા. વર્ગમાં થતા અભ્યાસમાં પૂરક સામગ્રી રૂપે આ સી.ડી. રૉમ આવી રહ્યાં છે, જેમાં સૂર્યશક્તિથી માંડીને માનવશરીર સુધી અને પ્રાણીજગતથી માંડીને જગતના સમુદ્રોના પરિચય આપવામાં આવ્યા છે. આ રીતે સી. ડી. રૉમ બાળકોને શિક્ષણ, મૂલ્યો અને મનોરંજન એ ત્રણેય એકસાથે આપશે. બાળકોને આકર્ષક અભિવ્યક્તિ, નેત્રદીપક રંગો વગેરેથી આ સૉફ્ટવેર આકર્ષતું રહેશે. આ બધી થઈ આવતી સદીમાં આવનારી વસ્તુઓની વાતો, પરંતુ ગુજરાતમાં સમ ખાવા માટે પણ બાળગ્રંથાલય નથી. ક્યાંક મોટા પુસ્તકાલયના વિભાગ રૂપે તે પ્રવૃત્ત છે. પરંતુ બાળકો માટે જેમ ‘ફન વર્લ્ડ' થાય છે તે રીતે અદ્યતન સુવિધાઓથી સુસજ્જ બાળપુસ્તકાલય કરવાનું કોઈ વિચારશે ખરા ? આ બાળપુસ્તકાલયમાં જુદી જુદી કલાઓનો સંગમ હોય અને એ અદ્યતન ઉપકરણો દ્વારા બાળકને આજના વિશ્વ સાથે જોડી આપતું હોય. એ હકીકત છે કે બાળક હાથમાં પુસ્તક રાખે તો વધુ આસાનીથી એનું ચિત્ત એમાં એકાગ્ર કરી શકે છે. એને વિશે વિચારવાની અને વાગોળવાની એને ક્ષણો મળે છે. તેમજ તે જાણવા અને સમજવા માટે જેટલો સમય જોઈએ તેટલો મેળવી શકે છે. જ્યારે કમ્પ્યૂટરના સ્ક્રીન પર વાંચતા બાળકને જુદા જ અનુભવમાંથી પસાર થવું પડે છે. વળી એ સ્ક્રીન પર આવતી વિષયસામગ્રીને ઊંડાણથી વાંચવા માટે પણ એણે ઘણી મહેનત કરવી પડે છે. એક શબ્દ, પંક્તિ કે પૃષ્ઠ પર એકાગ્રતા સાધવી એ માટે મુશ્કેલ બને છે કે એ તરત જ બીજા પાના પર દોડી જવાની ઉતાવળ કરતો હોય છે. આથી આ માધ્યમ એટલું પ્રવાહી, તરલ અને volatile છે કે જે વિચાર કરવા અંગેના પ્રયત્નને ઝાઝું પ્રોત્સાહિત કરતું નથી. Humanities એ મૂળભૂત રીતે માનવીય સાહસ સાથે સંકળાયેલી બાબત છે અને ગ્રંથાલયોમાં પુસ્તક રૂપે એની નોંધ થયેલી હોય છે. એ પુસ્તકમાંથી જ ] ૨૧૦] · ગુજરાતી બાળસાહિત્ય : નવી ક્ષિતિજો • આપણે સત્યની ખોજ કરીએ છીએ, જ્ઞાનની શોધ આદરીએ છીએ અને wisdom પામવાનો પ્રયાસ કરીએ છીએ. સવાલ એ છે કે આ બાબત ૨૧મી સદીના નવીન ક્રાંતિપ્રવાહમાં કેટલી જળવાશે ? ગુજરાતી બાળસામયિકોની સ્થિતિ અત્યંત દુ:ખદ છે. ૧૮૬૨માં ખ્રિસ્તી મિશનરીઓએ નાનાં બાળકો માટે ‘સત્યોદય’ નામનું બાળસામયિક ધર્મપ્રસારના હેતુથી ગુજરાતીમાં પ્રગટ કર્યું. ગુજરાતને સાચા અર્થમાં બાળસામયિક આપવાનું શ્રેય પારસીઓને જાય છે. ઈ. સ. ૧૮૭૭ના સપ્ટેમ્બરમાં ‘મુંબઈ સમાચાર'ના છાપખાનામાં છપાયેલું પારસી બોલીની છાંટવાળું ‘બાળોદય’ નામનું બાર પાનાંનું માસિક મળ્યું. એ પછીની બાળસામયિકોની યાત્રામાં ભરતી આવી, પણ છેલ્લા દોઢેક દાયકાથી એમાં ઓટ વર્તાય છે. આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમનાર બાળસામયિકોને પણ અંતે નિષ્ફળતા મળી. બાળકોની બદલાયેલી રુચિ પ્રમાણે સામયિકનું કલેવર, વિષયવસ્તુ અને ભાષા બદલાતાં હોવાં જોઈએ. તે સાથે ગુજરાતી બાળસાયિકો તાલસે કદમ મિલાવી શક્યાં નહીં. મોટું મૂડીરોકાણ, કાગળ, છાપકામના વધેલા ભાવો તથા વેચાણતંત્રના અભાવને કારણે ૨૧મી સદીમાં ઊજળી આશા આપે એવું ગુજરાતી સામયિક આજે દેખાતું નથી. ૨૧મી સદીનાં બાળસામયિકોને ઘણા પડકારો ઝીલવાના છે. એ પડકારો ઝીલીને કોઈ બાળસામયિકનું પ્રાગટ્ય થાય. ૨૧મી સદીમાં બાળકો માટેનો શબ્દકોશ, વિશ્વકોશ, ગ્રંથાલય અને રંગભૂમિ અંગે સંનિષ્ઠ પ્રયાસ થાય. બાળસાહિત્યની સૂચિનું કામ હાથ પર લેવાય અને બાળસાહિત્યનું વિવેચન થતું રહે તેવી અપેક્ષા અસ્થાને નથી. (૨૧મી સદીનું બાળસાહિત્ય : પરિસંવાદનું અધ્યક્ષીય વક્તવ્ય) ૨૧૧]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy