SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ ચરિત્રાત્મક નિબંધ અને રેખાચિત્ર વચ્ચે બહુ ભેદરેખા રહી નથી. ક્યાંક વિવેચનાત્મક નિબંધો પણ ચરિત્રાત્મક નિબંધમાં ગણાઈ જાય છે. જેમ કે ચરિત્રાત્મક નિબંધની પહેલ કરનાર નર્મદના ‘કવિચરિત્ર'માં એનો હેતુ કવિઓનો પરિચય આપવાનો અને એથીયે વિશેષ કવિઓનું મૂલ્યાંકન કરવાનો છે. દયારામના નિબંધમાં એ નવી માહિતી લઈ આવે છે, પરંતુ દયારામનું વ્યક્તિત્વ ઉપસાવવાનો એનો ઉપક્રમ નથી. • ચરિત્રનિબંધ અને રેખાચિત્ર વચ્ચે પાયાનો ભેદ એ છે કે ચરિત્રનિબંધમાં એક થીમ હોય છે. જેમ કે દયારામનો મોજીલો સ્વભાવ કે રસિકતા દર્શાવવા માટે એના જીવનનો અમુક ખંડ ઉપસાવીને મૂકવામાં આવે. જોકે આજે રેખાચિત્ર અને ચરિત્રનિબંધ બંને સ્વરૂપો એકબીજાથી જુદાં રહ્યાં નથી. આપણે ત્યાં નરસિંહરાવ દિવેટિયા, કિશનસિંહ ચાવડા કે ‘ચંદનના વૃક્ષ'માં પ્રવીણ દરજીએ પોતાના પરિચયમાં આવેલી વિવિધ વ્યક્તિનાં એમની સ્મૃતિમાં ઊપસેલાં ચિત્રો દોર્યાં છે. ખરી રીતે રેખાચિત્રો એ પણ સ્મૃતિચિત્રો જ છે. એમાં કોઈ મૉડેલને સામે બેસાડીને લેખક લખતો નથી. ચરિત્રનિબંધની સફળતાની ખરી કસોટી ગદ્યની રસાર્દ્રતા અને સચોટતા છે. દરેક નિબંધકારનું ગદ્ય અલગ હોય છે. જેટલા નિબંધકાર એટલી ગદ્યની જુદી જુદી ભાત પડે. ચરિત્રાત્મક નિબંધઓમાં ઉમાશંકર જોશી, કિશનસિંહ ચાવડા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કે રઘુવીર ચૌધરીએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આ પ્રસંગે લિટન ટ્રૅચી યાદ આવે છે. એના ચરિત્રાત્મક નિબંધો વ્યક્તિના વ્યક્તિત્વને સમગ્રપણે ઉઠાવ આપે છે. એક સમયે સવાલ હતો કે ચરિત્રને કલા કહેવી કે ઇતિહાસ ત્યારે ચરિત્રનું કલા તરફનું પાસું વધુ નમતું કરી આપ્યું, Eminent Victoriansથી લિટન સ્ટ્રેચીએ. આપણે ત્યાં ચરિત્રનિબંધનો લેખક માત્ર ચરિત્રનાયકના અમુક પ્રોફાઇલ - પાસાં જ લે છે. એનાં એક કે બે અંશ અથવા તો અમુક લક્ષણો પર જ દૃષ્ટિપાત કરે છે. આમ પ્રવાસનિબંધ હોય કે ચરિત્રનિબંધ – આખરે તો એમાં લખનારનું વ્યક્તિત્વ જેટલું પ્રગટ થાય તેટલી એની સર્જનાત્મકતાનો ઉન્મેષ જોવા મળે છે. ૧૯૬) (૧૯૯૭) ૧૫ સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક સાહિત્યિક પત્રકારત્વની આપણે ચર્ચા કરીએ છીએ, એની વર્તમાન સ્થિતિ વિશે દુઃખ અનુભવીએ છીએ, પણ ખરેખર જે ‘વસંત’, ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ વગેરેની જે વાત કરીએ છીએ તેમાં રહેલી ‘સાહિત્યિક’ સામગ્રીની પણ આપણે ખેવના કરી છે ખરી ? જેમ ઇતિહાસ જિવાતા જીવનની સામગ્રી આપે છે તે જ રીતે સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યના વિકાસની સામગ્રી પૂરી પાડે છે. આ અર્થમાં સાહિત્યિક પત્રકારત્વ ખાતરનું કામ કરે છે. કેટલાક સર્જકો અને વિવેચકો ભેગા થઈને ખબર ન પડે તેમ સાહિત્યનો એક પટ વણતા હોય છે. આ પટ કેવી રીતે વણાયો તેનો ખ્યાલ તો પંદર-વીસ વર્ષ બાદ ‘કૌમુદી’, ‘વસંત’ કે ‘સમાલોચક'ની ફાઈલ જોઈએ ત્યારે આવે. સાહિત્યના અનેક કોયડાનો ઉકેલ સાહિત્યિક પત્રકારત્વમાંથી મળે એવું બને છે. રામનારાયણ પાઠકના ‘પ્રસ્થાન'માં આવા સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા ચાલતી, જે પછીની પેઢીને એ પ્રશ્નોના ઉકેલની દિશામાં માર્ગદર્શન આપે તેવી છે. સાહિત્યની દૃષ્ટિએ કેટલાક ઐતિહાસિક બનાવોનું નિમિત્ત પણ સાહિત્યિક પત્રકારત્વ બને છે. ‘ભદ્રંભદ્ર’ની ઉત્પત્તિનું સાધન ‘જ્ઞાનસુધા’ બન્યું. ‘કવિતા અને સાહિત્ય' કે જેમાં રમણભાઈની કવિતા-સિદ્ધાંત મળે છે તે પણ - ૧૯૭]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy