________________
SATURDAY 13TH MARCH 1915. સંવત ૧૯૩૧ ના ફાગણ વદ ૧૩ શનિવાર તા. ૧૩ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ર૬ બીલાખ સને ૧૩૩૩ ઉ. ૬-પ અ. ૧-પપ પા. સ. ૩ મહેર સને ૧૨૨૪
સામળીયાની પાઘડી – એ રાગ હારું નામ ન રૂપ લખાય - પરમદેવ આતમા હને નિશદિન યોગીઓ ગાય – પરમદેવ આતમા. સાત સમુદ્ર ઓળંગીને રે – જાવું પેલે પાર. ધ્રુવની તારી દેખીને રે – વહાણ ચલાવવું સાર – પરમ – ૧ સિદ્ધાચલ દર્શન કરે હરે - સિદ્ધાચલ તુજ વાસ. સિદ્ધાચલને ભેટતાં રે – નિરંજન અવિનાશ – પરમ - ૨ ગંગા કાંઠે કાશીમાં રે - વિશ્વેશ્વર તું ખાસ. ત્રિવેણીના કાંઠડે રે – તુજ ઝળહળતો પ્રકાશ – પરમ – ૩ સરસ્વતી નદી કાંઠડે રે – શોભી, સિદ્ધપુર. વાસ કરતાં તેહમાં રે – વાલ્વમ વાધે નૂર – પરમ – ૪ હું તુંથી જે વેગળો રે – મન મક્કાની પાસ. શુદ્ધ સમાધિ ઝળહળે રે – સત્ય ખુદા વિશ્વાસ – પરમ – ૫ ક્ષેત્ર ત્રિપુટી પ્રયાગમાં રે – જ્ઞાન દર્શન સ્થિરતાય. દર્શન અર્ચન ધ્યાનથી રે – જન્મ મરણ દૂર જાય – પરમ – ૭ ભક્તિ દ્વારિકા ક્ષેત્રમાં રે – આતમ કૃષ્ણ નિવાસ વૃત્તિ ગોપીઓ એ શોભતો રે – દેખે જ્ઞાની ઉદાસ – પરમ – ૭ મમતા સાબરકાંઠડે રે - વિદ્યાપુર આવાસ. નિશ્ચયભાવે જે કરે રે – તોડે કર્મના પાસ – પરમ – ૮ જગન્નાથ પિંડે પ્રભુ રે – ભેદા ભેદ ન લેશ. સમજે અદ્વૈત ભાવથી રે – નાસે હું તું ના ક્લેશ – પરમ – ૯ બ્રહ્મરબ્ધ અનુભવ દશા રે – પહોંચે વાગે તૂર. ભાવવીર ચેતન બને રે – પ્રગટાવે નિજ શૂર – પરમ – ૧૦ અનેકાન્ત વ્રજ દેશમાં રે – નવરસનું શુભતાન. બુદ્ધિસાગર ધ્યાનમાં રે – મસ્ત થયો લહભાન – પરમ – ૧૦
“ઉપવાસોથી આતમ શુદ્ધિ, થાતી નિષ્કામે કર જ્ઞાન, ઉપવાસી થયું સર્વેચ્છાને, ત્યાગી રાખી પ્રભુમાં ભાન.”
-
8 90
–