________________
FRIDAY 12TH MARCH 1915.
તા. ૧. મો આગ અને ૧૯૧૫ ૯, ૬-૬ અ. ૧-૫૪ પા. રા. ર્ મેહેર સને ૧૨૪
સંવત ૧૯૭૬ ના ફારું વદ ૧૬ શુકર ૬. તા. ૨૫ ગીશાખદ્ સને ૧૩૩૩
પ્રભુ તુજ અકલરૂપ મહાભારી – · અલખ અલખ જયકારી પ્રભુ. વૈખરી ભાષાથી ન કથાતું – અનુભવ એ નિર્ધારી. પરાપજ્યંતીમાં કંઈ ઝાંખી – ભાવસુષુમ્નાપ્રચારી – પ્રભુ – ૧ તમગુણ દૃષ્ટિએ છે મહેશ્વર – રજથી બ્રહ્માવિચારી.
–
સત્ત્વ દૃષ્ટિએ વિષ્ણુ સ્વરૂપી – ગુણાતીત સુખકારી – પ્રભુ – ૨ સત્ત્વ રજસ્ ને તમ ગુણ દૃષ્ટ – પિણ્ડે પ્રભુ અવધારી. ગુણાતીત દૃષ્ટિએ પિંડે સત્તા પરમબ્રહ્મ ભારી – પ્રભુ – ૩ પિંડ પદસ્યને રૂપરચધ્યાને – આપોઆપ વિચારી. અલખ નિરંજન નિર્ભયસ્વામી – સમતાભાવ વિહારી દ્રવ્યે એક અનેક પર્યાયે – કર્તાહર્તા સદારી.
-
–
ષગુણ હાનિવૃદ્ધિ થાવે – સમયે સમયે મુદ્દારી – પ્રભુ – ૫ નિરાકાર સાકારસ્વરૂપી – સહજાનન્દની ક્યારી. સર્વસ્વરૂપી સર્વથી ન્યારો – ભાસે સમાધિમઝારી નામરૂપથી ભિન્ન સનાતન – જ્ઞાતાશેયપ્રકારી. બુદ્ધિસાગર સિદ્ધ સ્વયં પ્રભુ – અનુભવનો ઉદ્ગારી – પ્રભુ – ૭
“પ્રભુરસ પામેલા સંતોની, આંખમાં આનંદ ઝળકે રે, પ્રભુરસથી ભીંજેલા હૃદયમાં, પરમ પ્રેમ રસ પલકે રે.”
88
-
-
પ્રભુ – ૪
ॐ शान्तिः शान्तिः शान्तिः
સિદ્ધપુરમાં તપાગચ્છનો ઉપાશ્રય ત્રણસો વર્ષ ઉપરનો જૂનો છે. તે ઉપાશ્રયમાં સ્થાને શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય બેસતા હતા. તે સ્થાને બેસવામાં આવતું હતું તેથી ધ્યાન ધરતાં અપૂર્વ જ્ઞાન વિચારો પ્રગટતા હતા તથા ગ્રન્થ લેખમાં અપૂર્વ ઉદાર વિચારો આવતા હતા. તે સ્થાનમાં બેસતાં આધ્યાત્મિક વિચારોનું ઘેન રહેતું હતું કે જેનું વર્ણન ન કરી શકાય. ઉપાધ્યાયે જે સ્થાને બેસી જ્ઞાનસાર લખ્યો હતો તે સ્થાનમાં બેસી ધ્યાન ધર્યું હતું.
પ્રભુ – ૬