SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ FRIDAY 12TH MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧ર શુક્રવાર તા. ૧૦ મી માર્ચ સને ૧૯૧૫. સ. તા. રપ રબાખર સને ૧૩૩૩ ઉ. ૬-૬ અ. ૫-૫૪ ૫. રે. ૨ મેહેર સને રરર૪. બનીને યોગ્ય અધિકારી હને જો યોગ્ય સમજાયું - હવેથી ભૂલ ના ખાતો. યથાશક્તિ પ્રવૃત્તિ કર – બનીને યોગ્ય અધિકારી. – ૧ દશા હારી તપાસી જો – સુઝાડે જે હૃદય હારું. પછીથી કાર્ય કર જ્ઞાને – બનીને યોગ્ય અધિકારી. – ૨ હૃદયમાં ભાવના બીજો – હને જે જે પ્રગટ થાતાં. ક્રિયામાં મૂકવાં સારાં – બનીને યોગ્ય અધિકારી. – ૩ કરી નિશ્ચય અનુભવથી – તપાસી ચાલ નિજ માર્ગે. ખરી આત્મોન્નતિ માટે – બનીને યોગ્ય અધિકારી. - ૪ હૃદય મોટું અહો જેનું – ખરો અન્તર થકી મોટો. થશો ચારિત્ર્યમાં મોટા – બનીને યોગ્ય અધિકારી. - ૫ ઘણી ઉલ્લંઘી ઘાટીઓ – સ્વદેશે પહોંચવું હારે. ખરો થા સાધ્યનો યોગી – બનીને યોગ્ય અધિકારી. – ૯ તપાસી જો હૃદય હારું – ઘણો ત્યાં અવતરી ઊંડો. કર્યા કર કાર્ય મનમાન્યું - બનીને યોગ્ય અધિકારી. - ૭ પડે જે તાપ તે સહવો – પડે જે ટાઢ તે સહવી. સહી લે સંકટો ભાવે – બનીને યોગ્ય અધિકારી. – ૮ થશે આત્મોન્નતિ માર્ગો – બધા ખુલ્લા જ ઉપયોગે. રુચે તે કાર્ય કર ભાને – બનીને યોગ્ય અધિકારી. – ૯ પ્રવૃત્તિમાં પડ્યા પચ્ચાતુ – જણાવે જ્ઞાન આગળનું. હને હારી પ્રવૃત્તિમાં બની જા યોગ્ય અધિકારી. - ૧૦ ખરું પ્રામાણ્ય ઘારીને – વહ્યો જા માર્ગમાં ભાવે. બુદ્ધચબ્ધિસત્તશિક્ષાએ – બનીને યોગ્ય અધિકારી. - ૧૧ ક િtતા િતી દો સ્વાર્થમય સંસારમાં પરમાર્થ કૃત્યો સાર છે.
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy