________________
THURSDAY 11TH MARCI 1915,
તા. ૧૧ મી માર્ચ સને ૧૯૧પ. ૭. ૬-૬ . પૃ-૧૪ પા. રે. ૧ મેહેર સને ૧૨૪
સવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧૧ ગુરૂવારે મુ. તા. ૮ રમીલાખર સને ૧૭૩૩
અનુભવ બહુ થશે તુજને
હજી તુજને ઘણું જોવું – ઘણું સુણવું રહ્યું બાકી. અવસ્થા ક્ષેત્ર સંબંધે . – અનુભવ બહુ થશે તુજને. – ૧ સુકોમલ પ્રેમની વૃત્તિ – હૃદયની આર્દ્રતાવૃત્તિ. પ્રસંગે તેહ બદલાશે – અનુભવ બહુ થશે તુજને. – ૨ કરી જે માન્યતા મનમાં – મળેલા જ્ઞાનના યોગે. પછીથી તે ટળી જાશે – અનુભવ બહુ થશે તુજને. – ૩ શુભાશુભ કર્મ અનુસારે – થશે સંયોગ તવ જ્યારે. તથા કહેણી અને રહેણી – અનુભવ બહુ થશે તુજને. – ગણે છે સત્ય જે હમણાં – પછીથી ભાસશે જુદું. વિચારોમાં થતાં વૃદ્ધિ – અનુભવ બહુ થશે તુજને. – ૫ રહી મર્યાદ જે હમણાં – વિચારોને જ આચારે.
-
– ૪
–
નહીં મર્યાદ તે રહેશે – અનુભવ બહુ થશે તુજને. – ૬ જણાવું છું ત્યને જે જે હૃદયમાં ધારજે સઘળું. બુદ્ધચબ્ધિસદ્ગુરુસંગે – અનુભવ બહુ થશે તુજને. – ૭
—
ઉત્તમ મનુષ્યોનાં ચરિત્રો વાંચવાથી તથા લખવાથી પોતાની તથા દુનિયાની ઉન્નતિ થાય છે.
84