________________
TUESDAY 9TH MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણવદ ૮ મંગળવાર તા. ૯ મી માર્ચ સને ૧૯૯પ. મુ. તા. રર રમીલાખર સને ૧૯૩૩ ૯. ૬-૭ અ. ૫-૫૩ પા. શ. ૨૯ શારંવર્ સને ૧૨૨૪
કવ્વાલિ
-
અમે પ્રેમી અમે પ્રેમી – વદે છે વિશ્વમાં લોકો. કસોટીએ ચઢ્યા પશ્ચાત્ – પ્રસંગે પ્રેમ પરખાતો. - ૧ અમારું સહુ તમારું છે – સમર્પણ સહુ કર્યું તમને. અહો એ બોલવું સહેલું – ઘણી મુશ્કેલ છે રહેણી. – ૨ અમારા ચિત્તના સ્વામી – તમે છો એ કથે સર્વે. વિપત્તિમાં પરીક્ષા છે – ઘણા છે કહેણીમાં ફાંગા. – ૩ હૃદયમાં પ્રેમ પરપોટા થતા નષ્ટ થાતા સહું. અમારો પ્રેમ સાચો એ – બતાવી આપવું મોંઘું. – ૪ ખરી વખતે તમારા તો – અમે છૈયે વદે લોકો.
–
-
– ડુ
નથી કિમ્મત વધે એવું - વિચારી ચિત્તમાં દેખો. – ૫ ઘડીમાં પ્રીતિની રીતિ – ઘડીમાં તો કશું કંઈ ના. અહો જ્યાં મેળ એવો છે – નથી કિમ્મત જરા તેની. ફરે જે વૃત્તિના ફેરે – નિમિત્તો બાહ્યનાં પામી. વદીને શું કરે જગમાં – પ્રતિજ્ઞાઓ કરી કોલે. બતાવો સહુ કરી બોલી – વિવેકે સહુ વિચારીને. બુદ્ધચબ્ધિ કહેણી રહેણીમાં સદા છે ઐક્ય સંતોનું. – ૮
-
હે સત્તાધિકારીઓ ! તમે તમને મળેલી સત્તાનો દુરુપયોગ ન કરો. હૃદયમાં પરમેશ્વરને રાખી વર્તો.
78
6 -