________________
FRIDAY 5TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૪ શુક્રવાર તા. ૫ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૮ બીલાપર સને ૧૯૭૩ ઉ. ૬-૧૦ અ. ૫-૫૦ પા. રે. ૫ શારેવર સને ૧રર૪
સામગ્રીઓ સર્વે મળે પણ વૈર્યવણ શા કામની. સારી મતિ સજ્જન દિયે પણ ધૈર્ય વણ તે નામની. સાહાય કો બહુ હોય તો પણ ધૈર્યવણ જગહાર છે. ક્ષણ ક્ષણ વિષે ધીરજ થકી જગમાં સદા જયકાર છે. – ૧૭ રાણા પ્રતાપે ધૈર્યથી નિજ રાજ્ય પાછું મેળવ્યું. શિવાજીએ ધીરજ ધરીને સૈન્ય સારું કેળવ્યું.
જ્યાં વૈર્ય છે ત્યાં સર્વ છે જ્યાં વૈર્ય ત્યાં શૂન્યતા. શ્રદ્ધા અને ધીરજ વિના પ્રામાણ્યની બહુ ન્યૂનતા. - ૧૮ ધીરજ વિના કાયર અને ઉછાંછળું મન થાય છે. નિજ કાર્ય સિદ્ધિ પ્રાપ્તિ પાસે આવી પાછો જાય છે. શક્તિ છતાં ધીરજ વિના લોકો ઘણા હારી જતા. શક્તિ છતાં ધીરજ વિના લોકો જ ખાવે બહુ ખતા. - ૧૯ ધીરજ વિનાના લોકની કિસ્મત ન કોડીની થતી. ધીરજ વિનાના લોકની ઉમ્મર સકલ એળે જતી. ધીરજ વિનાના લોકની સંગત કરે દુઃખો પડે. સંસારમાં ધીરજ વિના નર દુઃખ પડતાં રડવડે. – ૨૦ પ્રખ્યાત જે વિશ્વે થયા ધીરજ થકી મન જાણશો. શુભ શૈર્ય ઈશ્વરસમ ગણીને ભાવથી મન આણશો. શુભધૈર્યને ધરવું સદા ચંચલપણું દૂરે કરી. કર્તવ્ય સદ્ગુણ ફર્જ એ તવ ધાર વર્તન આદરી. - ૨૧ પાછો હઠી જા ના કદાપિ વૈર્ય મનમાં ધારજે. સંકટ પડે તે વૈર્યથી વેઠી પ્રતિજ્ઞા સારજે. શુભધૈર્યથી દેખીશ અન્ને મહુગલો આગલ રહ્યાં. શુભધૈર્યથી દુઃખો અને સંકટ સહ્યાં માણસ કહ્યાં. – ૨૨ શુભધૈર્ય વણ શુભ શૈર્યની આશા કદી નહીં રાખવી. અત્તર વિશે સ્થિરતા વધે સુખવાનગી ઝટ ચાખવી. સ્થિરતા વિના મનપાત્રમાં બહુ સદગુણો ઠરતા નથી. સ્થિરતા વિના શાન્તિ નથી એ વાત આગમમાં કથી. – ૨૩ સ્થિરતા વિના પાત્રતા દૃષ્ટાન્ત જગમાં જાગતાં. સ્થિરતા વિના ચંચલ જનો ઘર ઘર ભમે છે માગતાં. સ્થિરતા વિના જે ક્ષણિક મનના માનવી જગ શું કરે. વિશ્વાસ તેનો નાથ તો પ્રામાણ્ય તેથી છે દૂરે. – ૨૪
કબરો અને સ્મશાનો તરફ જુઓ એટલે તમને આત્મસુખની દિશા દેખાશે.
-
S 72
-