SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ SATURDAY 24TH OCTOBER 1914. સંવત ૧૯૭૧ ના કારતક સુદ ૬ શનીવાર તા. ૨૪મી અકમ્બર સને ૧૯૧૪. મુ. તા. ૪ કહેજ સને ૧૩૩ર ઉ.૬-૧૭ અ. ૫-૪૩ પા. રે. ૧૩ આદએહસ્ત સને ૧૨૪ શ્રી જૈનપત્રના અધિપતિ-કારભારી ભગુભાઈ ફત્તેહયોને સ્નેહાંજલિ ભગુ તવ જીવનની બલિહારી, જીવનની – જૈનપત્રના અધિપતિ બની. લેખ લખ્યા તે અપારી સંકટ હેણાં ટોણાં વેઠી. પત્ર ચલાવ્યું વિચારી – ભગુ – ૧ સિદ્ધાચલ આદિ તીર્થોની સેવા ગણી મન પ્યારી. નિર્ભય બનીને લેખ લખ્યા હૈ – તેથી જૈન આભારી – ભગુ – ૨ કૉન્ફરન્સને સાહાય કરી હું – પ્રગતિ મનમાં ધારી. મોટું મન રાખ્યું તેં નક્કી – જૈન જગતને સુધારી - ભાગ – ૩ કે કૈ બાબતનો સુધારક – પ્રાચીન રક્ષક ભારી. એક પત્નીવ્રત પાળ્યું પ્રેમે વ્યભિચાર દૂર વારી – ભગુ – ૪ અનિશ્ચિત મન ભમ ભમાવ્યો. કાર્ય વ્યવસ્થા ન સારી. બાકી હારામાં ગુણ બહુલા – ગુણરાગી આચારી – ભગુ - ૫ પ્રતિપક્ષીઓએ સપડાવ્યો, રહીયો જેલ મઝારી. Kા જલ બઝારી. જૈનકોમમાં પછીથી હારી, થાશે કિસ્મત સારી – ભાગ – ૩ નગરી નગણી જૈનકોમમાં – વિરલ ગુણજ્ઞ નરનારી. સેવા પ્રતિ બદલો ના ઇચ્છડ્યો – પરમાર્થે મન ઠારી – ભગુ – ૭ બાર વર્ષ પર્યત ચલાવ્યું. જૈન પત્ર જયકારી. ફ્રાન્સદેશમાં તનુને ત્યાગું – શાંતિ મળો તવ ભારી – ભગુ – ૮ ઘણો પરિચય મારી સાથે. ધર્મસ્નેહ વધારી. જ્યાં હોય ત્યાં તું સ્નેહાંજલિ લેં – હાર્દિક પ્રેમ સ્વીકારી – ભગુ – ૯ જ્યાં હોય ત્યાં તે શાંતિ પામો – આશી: ફળો નિર્ધારી. ઉન્નત જીવન હારું થાશો. એ જ પ્રાર્થના મહારી – ભગુ - ૧૦ હારામાં હારી ગુરુબુદ્ધિ – ઓઘે શ્રદ્ધા સારી. બુદ્ધિસાગર ધર્મલાભની – આશી: લે નિર્ધારી – ભગુ - ૧૧ રાત્રીએ પિંડસ્થ ધ્યાન ધર્યું, તેથી મનની નિર્વિકલ્પ દશા કેવી હોય તેનો અભ્યાસ થયો હોય એમ ભાસ્યું. - S 60 –
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy