________________
શાસન પર ઘણો ઉપકાર કર્યો છે. આપને વળી શિષ્યોનો ક્યાં તોટો છે ?''
સૂરિજીએ જવાબ વાળ્યો, “ભાઈ, આ તો મારા એકસો ને આઠ શિષ્યો રચવાના મનસૂબાની વાત છે. મારે એકસો ને આઠ અમર ગ્રંથશિષ્યો રચવા છે. હવે કામ વેગે ઉપાડવું પડશે.”
એમણે આ માટે ‘અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ’ નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થા દ્વારા પોતાના ગ્રંથશિષ્યોને પ્રગટ કરવાનો નિરધાર કરવામાં આવ્યો. આ બડભાગી સંસ્થાઓએ ગ્રંથશિષ્યો પ્રગટ કરવાનું કામ બરાબર કરી જાણ્યું.
ઉન્નત આધ્યાત્મિક જીવનના પ્રતિઘોષરૂપે આચાર્યશ્રી બુદ્ધિસાગરજીનું ગદ્ય અને પદ્યમાં સાહિત્યસર્જન ચાલતું રહ્યું. માત્ર સાત ધોરણ સુધીનો વ્યવહારિક અભ્યાસ કરનાર આચાર્યશ્રીએ પંદર વર્ષની વયથી કવિતા રચવાનો પ્રારંભ કર્યો હતો. દોહા, ચોપાઈ, છંદ, સવૈયા વગેરેમાં કાવ્યસર્જન કરીને તેઓ એમના શિક્ષકને બતાવતા અને શિક્ષક એમની સાહિત્યિક પ્રતિભા જોઈને પ્રસન્ન થતા હતા.
એ સમયના કેશવ હર્ષદ ધ્રુવ જેવા પ્રખર સંશોધકો અને કવિ ન્હાનાલાલ જેવા સાહિત્યસ્વામીઓ સાથે આચાર્યશ્રી સતત સંપર્કમાં હતા અને સંશોધક કેશવ હર્ષદ ધ્રુવના અવસાન સમયે આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ કાવ્ય રચીને એમને અંજલિ આપી હતી.
- આચાર્ય બુદ્ધિસાગરજીએ સૃષ્ટિસૌંદર્યનાં કાવ્યની રચના કરી, તો સાથોસાથ રાષ્ટ્રપ્રેમનાં ગીતોનું સર્જન કર્યું. ભજનો અને પદો જેવાં પ્રાચીન કાવ્યસ્વરૂપોની સાથે એમણે ગઝલનું પણ સર્જન કર્યું. આ કાવ્યોમાં એમના આધ્યાત્મિક જગતમાં ચાલતા ભાવો પ્રતિબિંબિત થયા છે. શ્રદ્ધા, વૈરાગ્ય અને સતઅસતુના ડંકોની એમણે વાત કરી છે. કબીર, મીરાંબાઈ, આનંદઘન કે નિષ્કુલાનંદ જેવા અનેક ભક્તકવિઓનો પ્રભાવ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ઉપર જોઈ શકાય છે.
એક ભજન કાવ્યમાં તેઓ કહે છે, “તુજ પ્રેમથી એ અશ્રુઓ ઝરે એ અશ્રુનો સાગર કરું, એ અશ્રુના સાગર વિષે, ઝીલું ઝીલાવું સર્વને.”
આવી જ રીતે એમણે ગદ્યમાં ગ્રંથ રચનાઓ કરી અને એમાં તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વિવેચન, જીવનચરિત્ર, પત્ર, ધર્મ, નીતિ અને સમાજસુધારણા વિષયક ગ્રંથોનું સર્જન કર્યું. વળી એમણે સંસ્કૃત ભાષામાં સોળ જેટલા ગ્રંથો રચ્યા.
આની સાથોસાથ સરસ્વતીની ઉપાસનાને વેગ મળે તે માટે અમદાવાદમાં શ્રી લલ્લુભાઈ રાયજી
ગુજરાતમાં અનેક સ્થળોએ એમણે ગરીબો અને સાધર્મિકોની સહાય માટે પ્રયત્ન કર્યો. દક્ષિણ ગુજરાતના દલિત વર્ગનો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કર્યો. અમદાવાદના મિલમજૂરોને
કરકસરથી જીવવાનો અને દારૂબંધીનો ઉપદેશ આપ્યો, તો થાણા જિલ્લાના કોંકણી માછીમારોને એમણે જીવદયાની પ્રેરણા આપી.