________________
WEDNESDAY 2ND JUNE 1915. સંવત ૧૯૩૧ ના વઈશાખ વદ ૫ બુધવાર તા. ૨ જી જુને સને ૧૯પ. મુ, તા. ૧૮ ૨૪જમ સને ૧૩૩૩ ૭ ૫-૬ અ, ૬-૩૪ પા. રો. ૨૪ આદર સને ૧૨૨૪
પ્રભુ તુજ મહિમા મોટો રે – અકલ કદી ન કળાય. પ્રભુ. નામરૂપ મહિમા વડે રે – સગુણ તું કહેવાય. સજ્વર જ સીમ ગુણ વડે રે - રૂપ અનન્ત જણાય. પ્રભુ – ૧ નટનાગર જલ ખેલતો રે – નામરૂપ ધરી વેષ. નાચે જગત નચાવતો રે – વિચરી સર્વ પ્રદેશ. પ્રભુ – ૨ સત્ત્વરજ સ્તમગુણ વિના રે – નિર્ગુણ તું કહેવાય. નામરૂપ જ્યાં નહીં કશું રે – ભાખ્યું ન વૈખરી ભય. પ્રભુ – ૩ તરસ્યું જલમાં માછલું રે – માન્યું એ નહીં જાય. પ્રભુ હૃદયમાં છે છતાં રે – જગને નહીં દેખાય. પ્રભુ – ૪ મનથી શોધી થાકતાં રે – મનનો લય જ્યાં થાય. પ્રકટ પ્રભુ ત્યાં જાણવા રે – અનુભવીને એ જણાય. પ્રભુ – ૫ પ્રીતિભક્તિને જ્ઞાનથી રે – યાતાયાત ન ચિત્ત. એવું ચિત્ત થાતાં થકાં રે – અનુભવ થાય પવિત્ર. પ્રભુ – ૭ પામે તે તવ રૂપ બની રે – કહે ન જગને કોય. બુદ્ધિસાગર ધ્યાનમાં રે – ભાસે પરામાં જોય. પ્રભુ – ૭
ॐ शान्तिः
“એક ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો યોગ્ય નથી. પોતાનું કોઈ નથી. વૃત્તિઓને ન પોષતાં આત્માના સદ્ગણોને પોષવા જોઈએ.
તમારું તે સહજપણે તમારું છે.”
છે 180
-