________________
WEDNESDAY 26TH MAY 1915. શિવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૧૨ બુધવાર તા. ૨૬ મી મે સને ૧૯૧૫.
મુ. તા. ૧૧ ૨જબ સને ૧૩૩ ઉ. ૧-૧૮ અ, ૬-૩૨ પા. ડો. ૧રે આ સને ૧૨૨૪.
કર્તવ્યોપદેશ જાગી ઊઠો હૃદય ઘટમાં પૂર્ણ જ્યોતિ જગાવો. સાચી સેવા જગ હિત તણી તેહમાં ચિત્ત લાવો. ખોટા ખ્યાલો પરિહરી સદા ચિત્તમાં ધર્મવાસો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૧ આત્મા છે આ પરમ વિભુએ ભાવના ચિત્ત ભાવો. મૈત્રીભાવી સકલ નથી તુચ્છતાને હઠાવો. સાચા ભાવે સકલ જનને દુઃખમાં દો દિલાસો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૨ સર્વ જીવો શિવ સુખ લહો કર્મના ઓઘ ટાળી. સર્વ જીવો શિવ સુખ લહો રાગ ને દ્વેષ વારી. સાચી એવી હૃદય ઘટમાં ભાવનાને વિકાસો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૩ સૌનું સારું મન વચ થકી કાય લક્ષ્મી વડે હો. આત્મ બુદ્યા પ્રતિદિન કરો લક્ષ્મીઓ સાંપડે હો. તારી નિત્યે પ્રગતિ પથમાં આત્મશક્તિ પ્રકાશો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૪ તારા માટે સકલ શુભ છે શુદ્ધ દૃષ્ટિ પ્રભાવે. તારા માટે સકલ શુભ છે ધર્મ સાપેક્ષ ભાવે. એવું હારા હૃદય સમજી મોહ કર્મો વિનાસો. સારાં કર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૫ આત્મા ચેતો ચતુર સમજી યોગ સારો મળ્યો છે. જ્ઞાની યોગી ગુરુ ગમ વડે ધર્મ તો સાંપડ્યો છે. માટે નક્કી અવસર લહી જ્ઞાન માર્ગે વિલાસો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. - ૯ સારાં કર્યો કરી વિશ્વ આત્મોક્રાન્તિ કરો સદા. બુદ્ધચબ્ધિસદ્દગુરુજ્ઞાને ફર્જ શીર્ષે વહો મુદા. – ૭
ॐशान्तिः
“તમારા મનમાં સદા શુભ વિચારો ધારણ કરો. મન તમને નઠારા વિચારમાં પ્રેરે, તો તુરત તમે મનને વેગ આપી,
શુભ વિચારમાં અને શુદ્ધ વિચારમાં પ્રેરો.”
S 170
–