________________
MONDAY 10TH MAY 1915,
સંવત ૧૯૭૧ ના અ. વઇશાખ વદ ૧૨ સમવાર તા, ૧૦ મી મે સને ૧૯૧પ. સુ. તા. ૨૫ જમાદીલાખ ્ સને ૧૭૭૭ ઉ. પ્-૩૩ . ૬-૨૭ પા. ગો. ૧ આદર સને ૧૨૨૪
ી માગમાં
30) ઈ
I invicti
Contranamatin
શત પ્ર
ચિપરીદેવી
૨)
– ૧૦
સૌમાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદે. આત્માદ્વૈત અનુભવ વડે સત્ત યા બ્રહ્મવેદે. આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું. સેવા સૌની નિજ સમ ગણી આત્મની પૂર્ણ લેખું. – ૮ જે આ વિષે નિયમિતપણું તેહ મ્હારું ગણીને. જે છે વિશ્વે પરમ સુખ તે સર્વનું તે ભણીને. બ્રહ્માદ્વૈત સકલ જગમાં સર્વને શર્મ દેવા. હોજો હોજો પ્રતિદિન મને સ્વાર્પણે સત્ય સેવા. – ૯ મારા મધ્યે પરમ ઈશની જ્યોતિનું તેજ ભાસો. વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસો. પૂર્ણાનન્દે સતત વિચરી સર્વને સત્ય દેવા. થાવો થાવો નિશદિન અરે વિશ્વની સત્ય સેવા. વિશ્વે સૌની પ્રગતિ કરવા ધર્મ માર્ગે મઝાની. સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી. સૌને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા. બુદ્ધચબ્ધિસહૃદયગત હો વિશ્વની સત્યસેવા. – ૧૧ સદા અમારી શુભ ભાવનાઓ. ફળો મઝાની પ્રભુ ભક્તિ ભાવે. સર્વે અમારા મમ ચિત્ત ભાસો. વિશ્વેશ જ્યોતિ હૃદયે પ્રકાશો. સદા અમારી શુભ ભાવ ધર્મો. ખીલો વિવેકે જગ ઐક્યકારી. ઇચ્છું પામું સદા સૌખ્ય વિચારસારા. ફળો સદા એ જ ધર્મો અમારા. – ૧૩ આત્મોત્ક્રાન્તિ કરવા સાર. સેવા ધર્મ જ છે જયકાર.
સ્વાધિકારે સેવા ધર્મ. ઇચ્છું શાશ્વત શર્મ. - ૧૪
કરી સેવા તણાં કાર્યો – ઉચ્ચ થાઉ સદા મુદ્દા. બુદ્ધચબ્ધિધર્મ સેવામાં સર્વ સ્વાર્પણ કરો.
૧૫
-
162
૧૨
-
“પ્રતિજ્ઞાપાલકો આ વિશ્વમાં અલૌકિક કાર્યો કરીને નામ અમર કરી શકે છે. લઘુમાં લઘુ પ્રતિજ્ઞા પાળવાની ટેવથી મોટી પ્રતિજ્ઞાઓ પણ પશ્ચાત્ પાળી શકાય છે. પ્રતિજ્ઞાનો દ્રોહ અથવા નાશ કરવાથી સ્વાત્માનો નાશ થાય છે.”