________________
MONDAY 3RD MAY 1915. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ વદ ૪ સોમવાર તા. ૩ જી મે સને ૧૯૧૫. મુ. તા. ૧૮ જમાદીલાપર રાને ૩૩૩ ઉ. પ-૩ અ. ૬-૨૪ પા. ર. ૨૪ આબાન અને ૧૨૨૪
રહ્યો જો જીવતો હોં શું – કરી વિશ્વાસનો ઘાત જ – પ્રતિજ્ઞા છંડીને પાપી. કરી કાળું વદન દોષે – રહ્યો જો જીવતો હો શું ? – ૧ મુખે મીઠો હૃદયકાતી – ગુરુ દ્રોહી બની છે. બનીને કર્મથી ભારે – રહ્યો જો જીવતો હોં શું ? – ૨ અવજ્ઞા સન્તની નક્કી – જડા મૂળથી ઉખેડે છે. બનીને સત્તનો શત્રુ – રહ્યો જો જીવતો હોં શું? – ૩ હઠીલાઈ ધરી મનમાં – કરી નાપાક મન સઘળું. ભસાભસ બહુ કરી મુખથી – રહ્યો જો જીવતો હોં શું – ૪ મુખે બોલી ફરી જાતાં – ગયું પ્રામાણ્ય પોતાનું. પછીથી પ્રાણને ધારી – રહ્યો જો જીવતો હોં શું ? – ૫ કરીને મૈત્રીના ચાળા – વદે મીઠું પ્રપંચોથી. અરેરે દ્રોહથી પાપી – રહ્યો જો જીવતો હોં શું ? – ૯ કળા કપટી તણી કોડી - બૂરાઈ ચિત્તમાં ઝાઝી. થઈ સામો ગુરુજનના – રહ્યો જો જીવતો હોં શું? – ૭ કૃતજ્ઞ દ્રોહી પાખંડી – બની ઘાતક હૃદય માંહી. જગતમાં લક્ષ્મી સત્તાથી – રહ્યો જો જીવતો હોં શું ? – ૮ રહ્યો ના વાણીથી સાચો – રહ્યો ના ચિત્તથી સાચો. કરી મેળ જ હૃદય છેદી – રહ્યો જો જીવતો હોં શું? – ૯ કરીને ધર્મનાં ટીલાં – ધરી આચાર ધર્મોના. ધરીને ઢોંગ ધતુરા – રહ્યો જો જીવતો હોં શું ? – ૧૦ બન્યો વિશ્વાસઘાતી જે – નથી તે યોગ્ય કંઈ કરવા. બુદ્ધચબ્ધિસત્તની વાણી – રુચે તે જીવતો જગમાં. - ૧૧
“ખરી મોટાઈ આત્મસ્વરૂપને જાણવાથી છે, ધનથી મોટાઈ માનવી, તે મૂર્ખ માણસનું કામ છે.”