________________
WEDNESDAY 28TH APRIL 1915.
સંવત ૧૯૭૧ નામ. વઇશાખ સુદ ૧૪ બુધવાર તા. ૨૮ મી એપ્રીલ સને ૧૯૫૫, જો તા. ૧૩.માદી દાખર સને ૧૩૩૩ . પãe , ફન્કી પ્રા. . ૧૯ મામાન સને ૧૨૨૪
– ૭
--
– ૯
હારા માર્ગે અનુભવ ઘણા સત્યના પ્રાપ્ત થાશે. પૂર્વે જેવો નહિ નહિ પછી પાછળે ઓર થાશે. હારાં કૃત્યો અનુભવ દઈ શિક્ષકો સત્ય થાશે. જીવ્યું ત્યારું સફલ જગમાં આત્મભોગે ગણાશે પશ્ચાત્તાપો નયન ભરશે આંસુડાં ખેરવીને. થાશે કૂણું હૃદય સઘળું ઈશ્વરી વાસ માટે. સોના માટે તન ધન અને જે મળ્યું તે જણાશે. જીવ્યું ત્યારે સફલ જગમાં આત્મભોગે ગણાશે આંખે આંખો અનુભવ કરી સર્વનાં ચિત્ત જાણે. દુઃખે દુખી હૃદય બનીને દુઃખને ખૂબ ટાળે. એવી હારી પરિણતિ બની સ્વાર્પણે ભાવ રહેશે. જીવ્યું ત્યારે સફલ જગમાં આત્મભોગે ગણાશે મ્હારું હારું સકલ વિસરી ભેદના ખેદ ટાળી. સૌનું સારું નિજસમ ગણી પ્રેમ અદ્વૈત ભાવી. સૌના માટે જીવન સઘળું માનીને વિશ્વ ચ્હાશે. જીવ્યું ત્યારે સફલ જગમાં આત્મભોગે ગણાશે નૌમાં બેસી સકલ જનને અશ્વિની પાર જાવું. સામાસામી મદત કરવી આત્મમાં એક્યભાવી. સૌનાં કાર્યો નિજ સમ ગણી ફર્જ પૂરી સધાશે. જીવ્યું ત્યારે સફલ જગમાં આત્મભોગે ગણાશે હારી ફર્જી સકલ સમજી ફર્જીની વાટ લેઈ. ચાલ્યો જા તું નિજ પથ વિષે સર્વને સાથલેઈ. નીચાઓને શુભ પથ વિષે ચાલતાં શીખવાશે. જીવ્યું ત્યારે સકલ જગમાં આત્મભોગે ગણાશે ઊંચા નીચા વિષમ પથમાં રાખીને હોંશિયારી. જાતાં સૌનું શુભ જગ કરી વેઠીને દુઃખ ભારી. ઉત્ક્રાન્તિએ વિકસિત બળે આગળે તો ચઢાશે. બુદ્ધચબ્ધિસ્વર સમજગ બની સિદ્ધપન્થે વહાશે
- ૧૩
—
૧૦
૧૧
– ૧૨
“દુનિયા દીવાની છે. દુનિયાની દૃષ્ટિથી જો ધર્મ સાધીએ તો કદી સાધી શકાય નહીં. દુનિયાની પ્રતિષ્ઠાથી આત્મા બંધનમાં પડ્યો છે અને પડશે.”
148