________________
TUESDAY 27TH APRIL 1915. સંવત ૧૯૭૧ના આ વઈશાખ સુદ ૧૩મંગળવાર તા. ૨૭ મી એપ્રીલ સને ૨૦૧૫. . તા. ૧૨ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૭૯ અ૬-ર૧ પા. રે. ૧૮ આખાન અને રિ૪
જીવ્યું ત્યારું સફલ જગમાં આત્મભોગે ગણાશે.
મજાક્રાન્તા અન્તરમાં જો મનન કરીને શુ ભલું વિશ્વ કીધું. કેવાં કાર્યો જગહિત તણાં બેં કર્યા દેખ બાપુ. ખાધું પીધું જગ બહુ ફર્યો શું થયું તે કર્યાથી. જીવ્યું હારું સફલ જગમાં આત્મભોગે ગણાશે – ૧ અત્તર ન્યો તજ બહુ નડે તેને વાર્યા અરે હૈ. તાબે તેના શિશ સમ બની તું રહ્યો અંશ ભાવે. માયાના તું વશ થઈ અરે આત્મસત્તા વિસારી. જીવ્યું હારું સફલ જગમાં આત્મભોગે ગણાશે – ૨ સંસારે જો જન બહુ મરે શ્વાન પેઠે અરેરે. કીધું સારું જગ નહિ જરા દુઃખ પામી અરેરે. મ્હારૂં મહારું ધન ધન કરી દાનમાં વાપર્યું ના. જીવ્યું હારું સફલ જગમાં આત્મભોગે ગણાશે – ૩ લક્ષ્મી લ્હાવો જગ શુભ કરી મૂઢ હું તો ન લીધો. સત્તા લહાવો જગ શુભ કરી મૂઢ હૈ તો ન લીધો. મૂંગાં વ્હેરાં જન બહુ રડે દુઃખ તેનું ન ટાળ્યું. મૂર્ખ જો એ મનન કરીને જન્મીને શું ઉકાળ્યું – ૪ દુઃખી જીવો બહુ ટળવળે હાય હોહા કરે છે. ખાવા સાંસા ભ્રમણ કરતાં દેખ જ્યાં ત્યાં ફરે છે. હારી ફર્જ અચલ થઈને વાપરી લે મળ્યું તે. જીવ્યું હારું સફલ જગમાં આત્મભોગે ગણાશે – ૫ દુઃખીઓને તન ધન વડે સાજ થાશે મઝાની. સૌનું સારું મન વચ થકી પૂર્ણ પ્રેમે કરાશે. ત્યારે હારા હૃદય ઘટમાં દેવનો વાસ થાશે. જીવ્યું હારું સફલ જગમાં આત્મ ભોગે ગણાશે – ૯
તારું ભલું કરવું તારા હાથમાં છે. અનંત ભવપરંપરાને તું તોડી નાખજે,
તું શુદ્ધ ભાવનાથી ક્ષમાપના કરીશ, તો ભવિષ્યકાળમાં વૈર-ઝેરનો મૂળમાંથી નાશ કરી શકીશ.
a 146
-