SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ SUNDAY 25TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ સુદ ૧૧ રવીવાર તા. ૨૫ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૯ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૪૦ અ. ૬-૧૦ પા. રે. ૧૬ આબાન સને ૧રરક દેશસેવા પ્રેમ મંદાક્રાન્તા જેના ચિત્તે પ્રતિદિન વસી દેશ સેવા મઝાની જેના ચિત્તે પ્રતિદિન વસી દેશભક્તિ મઝાની. જીવ્યો તે આ અવનીતલમાં શેષ ના જીવનારા. જાણી માની હૃદય ઘટમાં દેશની દાઝ રાખો – ૧ આપ્યા ભોગે તનમનતણા વિત્તને ખૂબ ખચ્યું. તેનું જીવ્યું સફળ જગમાં દેશ પ્રેમી ગણાતો. સેવા સેવા પ્રતિદિન કરે કાર્યયોગી બનીને. કાર્યો તેનાં સફલ જગમાં દેશને લાભકારી – ૨ માતા પેઠે નિશદિન ગણે માતૃભૂપ્રીત સારી. માતૃભાષા પર બહુ ધરે શુદ્ધપ્રીતિ વિચારી. એવા લોકો શુભ ગુણવંશ સર્વનું માન પામે. સ્વાતંત્ર્ય એ પ્રતિદિન વધી કીર્તિમાં પૂર્ણ જામે – ૩ રોમેરોમે ભરપૂર રહી દેશની દાઝ જેને. આચારોમાં અગણિત રહી દેશની દાઝ જેને. વાણીમાંહી અગણિત રહી દેશની દાઝ સાચી. જીવ્યો તે તો સફલ જગમાં દેશની પ્રીતિ રાચી - ૪ જેણે સેવા પ્રતિદિન કરી દેશની દાઝ ધારી. તે આ વિષે શુભ નર ખરો ધન્ય છે તેહ નારી. પ્રીતિધારી ચૂકવ સઘળું દેશનું ધર્મ દેવું. બુદ્ધચબ્ધિએ શુભ મન થકી દેશ પ્રેમે જ કહેવું - ૫ તમે સર્વ મારા મિત્રો છો, તમારું હિત ચિંતવવું તેવી મૈત્રીભાવના તમારા પ્રતિ નિષ્કામભક્તિથી રાખું છું.
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy