________________
THURSDAY 22ND APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ સુદ ૮ ગુરૂવાર તા. ૨૨ મી એપ્રીલ સને ૧૯૧છે. મુ. તા. ૭ જમાદીલાખ સને ૧૩૩૩ ઉ. પ-૧ અ. ૬-૧૯ પા. , ૧૩ આબાન સને ૧૨૨૪
પ્રગટી આનન્દ હેલી, હૃદયમાં પ્રગટી આનન્દ હેલી. નામરૂપ વૃત્તિથી ન્યારા – યોગીજનોએ પહેલી – હૃદયમાં – ૧ અનુભવદૃષ્ટિથી અવલોકે – વૃત્તિ થઈ નિજ ચેલી. નામરૂપસાગરમાં રહેતાં – ન્યારી નિત્ય રહેલી – હૃદયમાં – ૨ તન્મયભાવે પ્રભુની સાથે – મળતાં પ્રગટી બેલી. મહાભવનમાં છલોંછલ થઈ – અખંડરૂપ રહેલી – હૃદયમાં – ૩ અનુભવ મસ્તી મસ્ત બન્યાની – દિવ્ય પ્રગટતી કેલિ. બુદ્ધિસાગરરસિક યાને રસ – દશા મળી જ ચહેલી – હૃદયમાં – ૪
શાન્તિઃ રૂ
કીડીથી માંડીને ઇન્દ્રપર્યંતના આત્માઓ એક સરખા છે. તમને કોઈ દુઃખ આપે, તો જેમ તમને દુઃખ થાય છે,
તેમ તમે અન્ય જીવોને મારો છો, સંતાપો છો, તો તેથી તેમને પણ દુઃખ થયા વિના રહેતું નથી.