________________
Sey
MONDAY 19TH APRIL 1915,
સંવત ૧૯૭૧ ના અ વઈશાખ સુદ ૫સામવાર તા. ૧૯ મી એપ્રીલ સને ૧૯૧૫, સુ. તા. ૪ જમાદીક્ષાખર સને ૧૩૩ર ૭. ૫-૪૩ અ. ૬–૧૭ પા. ર।. ૧૦આબાન સંતે ૨૨૪
સદા આનન્દ્રમાં છૈયે નિજાત્મારૂપને જાણ્યું – ટળી ભ્રાન્તિ અનાદિની. ગમે તેવી દશામધ્યે – સદા આનન્દમાં છૈયે – ૧ પ્રવૃત્તિ ફર્જથી કરતાં – બહિર્ વા ગામની મધ્યે. ગણ્યું જૂઠું જગત્ સ્વપ્ન – સદા આનન્દમાં છૈયે – ૨ ગ્રહ્યું પ્રારબ્ધ ભોગવતાં – મળે અપમાન વા કીર્તિ. ગણીએ સ્વપ્નની બાજી – સદા આનન્દ્રમાં છૈયે – ૩ ગણો અમને ગમે તેવા – તમારી વૃત્તિના ભેદે.
–
=
નથી દરકાર તેની કંઈ – સદા આનન્દમાં છૈયે – ૪ અમારા રૂપમાં રમતાં – જગતનું ભાન ભુલાતું. સ્વયં એ ભાન સ્ફુરાતું – સદા આનન્દમાં છૈયે - ૫ સભામાં ભાષણો દેતાં – તથા એકાન્તમાં રહેતાં. ગણ્યું સહુ સર્વના રૂપે – સદા આનન્દમાં છૈયે – ૬ થતું સહેજે અનુભવવું – શુભાશુભથી રહી ન્યારા. બુદ્ધચબ્ધિશુ ઉપયોગે – સદા આનન્દમાં છૈયે – ૭
ॐ शान्तिः ३
તમારું જે સ્વરૂપ બહારથી જોવામાં આવે છે, તે પૌદલિક છે. તેમાં તમારું સ્વરૂપ નથી. તમે જ્ઞાનદર્શન-ચારિત્રમય અસંખ્યપ્રદેશમય વ્યક્તિ છો.
134