SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ TUESDAV 13TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૧૪મંગળવાર તા. ૧૩ મી એપ્રીલ સને ૧૯૧૫ મુ. તા. ૧૭ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. ૫-૪૬ અ. ૬-૧૦ પા. રે. ૪ આબાન સને ૧૨ આત્તરપ્રભુ ઐક્ય રાગ-ધીરાના પદનો એકમેક રૂપે રે પ્રભુજી બની ગયા અમે. શોધીને શોધી લીધા રે તમો અમે અમો તમે. જલરસથી જેમ જલ ના ન્યારું – તિલો થકી જેમ તેલ. પુષ્પ થકી સુગંધ ન ન્યારી – એમ સત્તાએ જ મેળ. શોધે તે પોતે એ છે રે – દેખ્યા પછી કોણ ભમે – એકમેક – ૧ ચંદ્ર થકી જેમ જ્યોત ન જારી – ભાન થકી જ પ્રકાશ. તરંગ સાગરથી નહીં ન્યારા – વૃત થકી જ ચીકાશ. ચિદાનંદ ચિહુને રે – પ્રભુજી પોતે જ્યાં ત્યાં રમે – એકમેક – ૨ તિરોભાવને આવિર્ભાવે – પ્રભુ અનન્તાં રૂ૫. શક્તિવ્યક્તિથી જ્યાં ત્યાં દેખો – ચેતના ધર્મ અનુપ. પિંડ અને બ્રહ્માડે રે – સત્તાધ્યાને એહ ગમે – એકમેક – ૩ ભેદ કહું તો ભેદ ન ભાસે. સત્તાએ જ અભેદ. અભેદ દૃષ્ટ અન્તભાવે – જન્મ જરા નહીં ખેદ. મુખને ભ્રાન્તિ ભારી રે – જ્ઞાનીને ભેદ સર્વ શમે – એકમેક – ૪ કરોડ નામે આકારે બહુ – ઘટ ઘટ ભિન્ન જણાય. મનોવૃત્તિના ભેદભેદો – સાપેક્ષે સત્ય થાય. ભેદ છતાં અભેદી રે – દેખે મોહ ઉપશમે – એકમેક – ૫ ચાલતાં ચાલતાં ભાસે – બેઠાં સ્થિર જણાય. ઊંઘતાં ઊંધેલો ભાસે – જાગતાં જાગ્રત થાય. સમજુને વાત સહેલી રે – ભેદ ખેદ સર્વ અમે – એકમેક – ૩ જ્ઞાન મળ્યું ગુરુ ગમથી જેને – તેને પૂર્ણાનન્દ અભેદ મેળે પ્રભુને મળતો – રહે ન મોહનો ફન્દ બુદ્ધિસાગર ભાવે રે – પ્રભુને પ્રભુદેવ નમે – એકમેક – ૭ પ્રભુરસ પામ્યા, પ્રભુરૂપ થઈ આ, આપોઆપ વિલાસી રે ! બુદ્ધિસાગર સંત જીવંતા, ઘટમાં વૈકુંઠ કાશી રે,
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy