________________
MONDAY 12TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૧૩ સોમવાર તા. ૧૨ મી એપ્રીલ સને ૧૯૧૫, મુ. તા. ૨૯ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. પ- અ. -૧૩ ૫. રે. ૩ આબાન સને ૧રર૮
IIકારક
પ્રભુ ભાવના રંગ
ધીરાના પદનો પ્રભુજી રંગ લાગ્યો રે – ટળે ના કદી તે ટાળ્યો. જણાઈ પ્રભુની ઝાંખી રે – આતમ નિજ અજવાળ્યો. પ્રભુ સરોવર હંસ તદા હું – વારિ યદિ તો મીન. પ્રભુ સાગર તો તરંગ હું છું – પુરુષ પ્રકૃતિરૂપ લીન. પ્રભુ ભાનુ તો કિરણો રે – રસિક રસ નિર્ધાયો. પ્રભુજી – ૧ પ્રભુ પ્રાણી તો હું છું પ્રાણ જ – પ્રભુ હું ગાય. હું વત્સ. પ્રભુ માત તો હું છું બાલક – પિતા તનુજ પ્રશસ્ત. પ્રભુ ચંદ્ર હું જ્યોતિ રે – અંગગીભાવ ઘટ ધાર્યો. પ્રભુજી – ૨ પ્રભુ ગગન તો હું થઈ વાયુ – હું પ્રભુની સાથે. પ્રભુ સ્વામી તો હું છું સેવક – સાચી પ્રભુ મુજ આથ. શક્ત પ્રભુ હું શક્તિ રે – છોડું ના હવે કોઈ વાર્યો. પ્રભુજી – ૩ ધ્યેય પ્રભુ તો હું શું ધ્યાતા – દ્રવ્ય તદા પર્યાય. પ્રભુ પુષ્પ તો હું છું ભમરો – ભિન્નપણું ન સુહાય. આતમ તો હું જ્ઞાન જ રે – ખળું ના કદી કો ખાવ્યો. પ્રભુજી – ૪ પ્રભુ મુખ તો છું હું વાણી – પ્રભુ નાક હું ગબ્ધ. પ્રભુ પ્રેમી તો હું છું પ્રીતિ – બાંધ્યો એ પૂર્ણ સંબંધ. દશ્ય પ્રભુ તો ચક્ષુ રે – આધારાધેય અવધારો. પ્રભુજી – ૫ જે જે કરું તે હારી પૂજા – બોલું તે તવ જાય. જે જે ચિંતન તે તવ ધ્યાન જ – હો શો ભક્તિ એ અમાપ. દૃશ્ય રૂપ તવો જોરે - ભક્ષ્ય હો તવ આહારો. પ્રભુજી - ૯ મેળ કર્યો છે ત્યારી સાથે – સદા રહો મુજ સાથ. નોધારાના છો આધારા – વિજ્ઞપ્તિ દિનનાથ. બુદ્ધિસાગરભાવે રે – અન્તરૂમાં તુજને સંચાર્યો. પ્રભુજી – ૭
- ' શ
}- "
“શુભાર્થે સર્વ ઇન્દ્રિયો, શુભાર્થે દેહ આ ધાર્યો ! ચઢ્યા ચઢશું ચઢાવીશું, ભલું લેવું ભલું દેવું.”