________________
SATURDAY 10TH APRIL 1915,
સંવત ૧૯૭૧ ના ચઈતર વદ ૧૧ શનિવાર તા. ૧૦ મી એપ્રીલ સને ૧૯૧૫ મુ. તા. ૨૪ જમાદીલાવલ સને ૧૭૩૩ ઉ. પ-૪૮ . ૬-૧૨ પાર ૧ આમાન સને ૧૨૨૪
પ્રભુને અમારો તું સદા બેલી – સમર્પણ સહુ કર્યું તુજને.
ચલાવ્યું વ્હાણ ભરદરિયે – હને સોંપ્યું ગમે તે કર – ૧ કર્યું સ્વાર્પણ પછી મુજને – બને તેની નથી પરવા. તમારો હું જ જપવામાં – સદા તલ્લીનતા ગમતી – ૨ અમારી પ્રેમ આહૂતિ ગ્રહીને ઓ પ્રભુ મ્હારા.
મને તુજમાં સમાવા દે – નથી એવણ કશું ગમતું – ૩ થતું હું હું હૃદયમાં જે – સમાવા દેજ તું માંહિ. રહ્યું જે દૂર હું તુંથી – સમાવા દે હને એમાં – ૪ અનંતી જ્યોતિમાં હારી અનંતા ધર્મથી મુજને. સદા માટે સમાવા દે. પછીથી કર ગમે તેવું – ૫ ખુમારીમાં સદા તું તું – ભુલાયું ભાન હું હું નું. અહંતાના ત્યજી પડદા. મ્હેને તુજ રૂપ જોવા દે – ૬ ગમે તેવો તમારો છું – તમારામાં સદા રહેવું. ગમે તેવા ઉપાયોએ – ખરું એવું થવા દેતું – ૭ ખજાને ખોટ ના ત્યારે – નથી તુજ વણ કશું મારે. હૃદયના ભાર જાણીને – સમાવા દે હને તુજમાં હવે ઝાઝું ન કહેવા દે હવે ના દૂર રહેવા દે. બુદ્ધાબ્ધિ ધર્મ દૃષ્ટિ એ સદા તવરૂપ જોવા દે – ૯
-
ॐ शान्तिः ३
-
૮
“શરીર જામા પહેર્યાં બદલ્યા-પણ તું નિત્ય સુહાયો. સાક્ષી જ્ઞાને દેખો જાણો, બ્રહ્મમાં બ્રહ્મ સમાયો.”
122