________________
TUESDAY 6TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૭ મંગળવાર તા. ૬ ઠી એપ્રીલ સને ૧૯૧પ. સ. તા. ૨૦ જમાદીલાલ સને ૧૩૩ ઉ. ૫-૫ અ. ૬-૬ પા. ર૨૭ મેહેર સને ૧૨૪
કરીને કલ્પના વ્યાપક – ગણે વ્યાપક સકલ જગમાં. કરે સહુ સાક્ષીવતુ થઈને - અમારા તે ખરા ભક્તો - ૧૨ બને ધર્મતાના મોહે – ગણે નિજ આત્મ વતુ સહુને. ધરે ભુજમાં નહીં સંશય – અમારા તે ખરા ભક્તો – ૧૩ ધરે ના ભેદની વૃત્તિ – બને તે શ્રેય માટે સહુ. ગણીને વિશ્વમાં વર્તે – અમારા તે ખરા ભક્તો – ૧૪ કદી ના સ્વાર્થમાં મુંઝે – ધરે પરમાર્થની કરણી. વહે છે શુદ્ધોપયોગે જે – અમારા તે ખરા ભક્તો – ૧૫ નહીં લેપાય ઇચ્છાઓ – કરીને બાહ્યભાવોમાં. કષાયોને થતા વારે – અમારા તે ખરા ભક્તો – ૧૩ કુતર્કોથી નહીં મૂઝે – સુતર્કોથી વહે અશ્રે. જગતુ કટુંબ માને છે – અમારા તે ખરા ભક્તો – ૧૭ શુભાશુભ બાહ્ય દૃષ્ટિએ – ગણાતું ને કરાતું જે. કરે તે બાહ્ય વ્યવહારે – અમારા તે ખરા ભક્તો – ૧૮ કર્યું તે ના કર્યું માને – નિરંજન ભાવને ધારે. રહે સહુ દશ્યથી ન્યારો - અમારા તે ખરા ભક્તો – ૧૯ અહંતા નામ રૂપોની – ત્યજીને નામ રૂપોની. કરે છે ફર્જથી કરણી – અમારા તે ખરા ભક્તો – ૨૦ વતો ધારે યથાશક્તિ – પ્રમાદો આવતા વારે. પ્રવૃત્તિ સાત્ત્વિકી ધારે – અમારા તે ખરા ભક્તો – ૨૧ રજોવૃત્તિ તમોવૃત્તિ – ત્યજીને ધ્યાનમાં વર્તે. સમાધિમાં રહે સહેજે – અમારા તે ખરા ભક્તો – ૨૨ ધરે પ્રામાણ્ય વ્યવહારે – કરે છે શ્રેય જીવોનું ઉપગ્રહ ફર્જને ધારે – અમારા તે ખરા ભક્તો – ૨૩ કદી કાયર બને ના જ – રહે આનન્દની મોજે. પ્રસન્નાયે જીવન ગાળે – અમારા તે ખરા ભક્તો – ૨૪ રસીલા ભક્તિરસયોગે - રહે સંસારથી સરતા. બુદ્ધચબ્ધિધર્મદષ્ટિએ – અમારા તે ખરા ભક્તો – ૨૫
“અજ અવિનાશી હું આતમા-મને કોઈ ન રોશો,
ઓળખશો મને જ્ઞાનથી, આપોઆપને જોશો, આતમ રૂપને ઓળખો, કોના માર્યા ન મરશો.”
— S 116 ,