________________
SUNDAY 4TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ પ રવીવાર તા. ૪ થી એપ્રીલ સને ૧૯૧૫. મ. તા. ૧૮ જમાદીલાલ સને ૧૩૩ ૩. પ–પર અ. ૬-૮ પા. ડીરપ મહેર સને ૧૨૨૮
अमारो छ प्रभुबेली (पुण्य कर्मरुप प्रभु याने आत्मानीशक्ति)
કવ્વાલિ તમો ઇચ્છો ગમે તેવું – કરી યુક્તિ પ્રપંચોથી. નથી અમને જરા ભીતિ – અમારો છે પ્રભુ બેલી – ૧ બૂરું કરતાં નહીં ફાવો – બધી બાજી થશે ઊંધી. ગમે તેવા પ્રસંગોમાં – અમારો છે પ્રભુ બેલી – ૨ થશે જો પાપીનું ધાર્યું - રહે ના ધર્મી કો જગમાં. વિચારોને વિવેકે એ – અમારો છે પ્રભુ બેલી – ૩ વનોમાં ને ગુફાઓમાં – ભયંકર પર્વતો માંહિ. ભયંકર વારિધિ મળે – અમારો છે પ્રભુ બેલી – ૪ ભયંકર રાત્રીઓ મળે – બચાવે ઝેરી પ્રાણીથી. સદા વિશ્વાસ એ મનમાં – અમારો છે પ્રભુ બેલી – ૫ બચાવે પ્રાણ નાશકથી – ખરેખર ઘોર નિદ્રામાં. તમારું ના થશે ઘાયું – અમારો છે પ્રભુ બેલી – ૬ કર્યું જે જે ધવલશેઠે – થયું શ્રીપાલને સારું. બને છે શ્રેયકર સર્વે – અમારો છે પ્રભુ બેલી – ૭ કળાઓ કેળવો કોડી – થશે નિષ્ફલ તથાપિ તે. કર્યો નિશ્ચય અહીયાવતું – અમારો છે પ્રભુ બેલી – ૮ થતી સંભાળ અણધારી – કરે મંગલ અરણ્યોમાં. વિપત્તિમાં અહો નક્કી – અમારો છે પ્રભુ બેલી – ૯ સુઝાડે સન્મતિ સમયે – પ્રસંગો મેળવે સારા. નિરાશાઓ વિશે આશા – અમારો છે પ્રભુ બેલી – ૧૦ રહે ક્ષણ માત્ર ના દૂરે – બજાવે ગુપ્ત ઉર્જાને. બુયબ્ધિધર્મસમૂર્તિ – અમારો છે પ્રભુ બેલી - ૧૧
“નિર્ભય તું છે આતમા-નાશ હારો ન થાતો બનવાનું સૌ બને જતું, કેમ મન ગભરાતો.”
S 112
–