________________
FRIDAY 2XD APRIL 1915. સંવત ૧૯૭૧ ના અતિર વદ ૨ શુક્રવાર તા. ૨ જી એપ્રીલ સને ૧૯૧૫, મ. તા. ૧૬ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. –૫૩ અ. ૬-૭ પા. ર. ૨૩ મેહેર સને ૧૨૨૪
| મલ્લિનાથ સ્તવન કાનુડો ન જાણે મારી પ્રીત. મલ્લિજી ના મેળ કરી મહારાજ – કદાપિ ન દૂરે થાશો રે. મલ્લિ. હેલા હારે મુજ આવો – નયનોથી દૂર ન જાવો. મહારે તુજ વણ નહીં આધાર – હૃદયમાં નિત્ય સુહાશો રે – મલ્લિ. ૧ મારે તો તુંજ મેળાપી – પ્રીતિ તવ મનમાં વ્યાપી. મારી વિનતડી છે એક – પલક નહીં દૂરે જાશો રે – મલ્લિ. ૨ શુભ મમ હારા માથે – મુજને ઝાલીને હાથે. બુદ્ધિસાગરમગલમેલ – કર્યો તે પૂર્ણ વિહાલો રે – મલ્લિ. ૩
ૐ શાન્તિઃ રૂ. પ્રભુ મારા પ્યારારે – જીવનના આધારા રે મહને હારો આશરો હોજી. મ્હને હારા વિના પલક ના સુહાય – પ્રભુ –
જ્યાં દેખું ત્યાં તાહ્યરૂં – રૂપ દેખાય. તવ પ્રીતિના તોરમાં – આનન્દ ઓર જણાય – પ્રભુ – ૧
જ્યાં ત્યાં હારી શક્તિની – જોતાં ઝાંખી જણાય.
પૂર્ણ પ્રતીતિ તાહ્યરી – ક્ષણ ક્ષણ હારી સાહાધ્ય. અન્તરમાં એક વહાલા રે – કરું કાલાવાલા રે – વિનતડી દિલ ધરી હોજી પ્રભુ – ૨ પ્રકટ થઈ પ્રભુજી હને – દુઃખોથી જ બચાવ. જાણ્યાને શું જણાવવું – જ્યોતિજ્યોત મિલાવ.
જ્યોતરૂપ સાસ રે – નયનોથી ના ન્યારા રે – ઝળહળ જ્યોતિ ભાસતા હોજી પ્રભુ – ૩ અનુભવ ધ્યાને મેં કહ્યો – પૂર્ણાનન્દસ્વરૂપ. શું વાણીથી વર્ણવું – રૂપારૂપસ્વરૂપ ગુણ અનન્તા હારા રે – અનુભવથી નિર્ધાર્યા રે ચઢ્યો ન રંગ ઊતરે હોજી પ્રભુ – ૪ મમ્હારા હારા રૂપમાં ભેદભાવ ના લેશ. સત્તાધ્યાને વ્યક્તિનો – રહે ન કિંચિત ક્લેશ. હારા ગુણ છે મહારા રે – મલ્લિ પ્રભુ જયકાચ રે – ભોંયણીમાં હિથ્થાઈયા હોજી બુદ્ધિસાગર ભક્તિ સદા આધાર – પ્રભુ – ૫
ॐ शान्तिः३
જે દુર્ગુણ વ્યસનો નહિ જીતે, નપુંસકમાં તે વડો, મનથી હાર્યો તે જગથી હાર્યો, મન જીતો, નહિ રડો.”