________________
TUESDAY 30TH MARCH 1159 સંવત ૧૯૩૧ ના ચૈતર સુદ ૧૪ મંગળવાર તા. ૩૦ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૩ જમાદીલાલ સને ૧૩૩ ઉ. ૬-૩૧ અ. ૫-૩૯ પા. રે ર મેહેર સને ૧૨૨૪
મલ્લિનાથ તવરૂપમાં – પ્રેમ અવિહડ લાગ્યો. નામરૂપનિરહંપણે – ભાવ અનુભવ જાગ્યો – મલ્લિ. ૧ પ્રેમખુમારી અટપટી - લાગે તે જ ન જાણે. અનામીપ્રભુ નામને – શુદ્ધ ધ્યાનમાં આણે – મલ્લિ. ૨ પ્રેમે મમતા ન પ્રાણની – શૂન્ય જગ સહુ લાગે. પ્રેમ સમાધિમાં તન્મયે – પ્યારા ઝટપટ જાગે – મલ્લિ. ૩ તવ પ્રેમ ખૂબી ઓર છે – મરતાને જિવાડે. આપોઆપ સ્વરૂપની – જ્યોતિએ તું જગાડે – મલ્લિ.૪ લાગ્યો રંગ જે પ્રેમનો – હારી સાથ ન છૂટે. પીધો પ્યાલો પ્રેમનો – ભરી ગુણ ગણ ઘૂંટે – મલ્લિ. ૫ રૂપાતીત તવ રૂપમાં – તાન લાગ્યું મઝાનું. કોટી ઉપાયો કેળવે – રહે નહીં કદી છાનું – મલ્લિ. ૯ તવ પ્રીતિના તાનમાં – ભાન ભૂલ્યો પરાયું. બુદ્ધિસાગરભક્તિમાં – ચિત્ત પૂર્ણ છવાયું – મલ્લિ. ૭ ॐ शान्तिः शान्तिः शान्तिः
મનના તાબામાં જ્યાં સુધી આત્મા છે, ત્યાં સુધી તે મનના કેદખાનામાં કેદી છે.”
— A 106