SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ SUNDAY 2814 MARCH 1915. રાવત ૧૯૩૧ ના ચૈતર સુદ ૧૨ રવીવાર તા. ૨૮મી માર્ચ સને ૧૯૧૫, મ. તા. ૧ જમાદોલાવલ સને ૧૯૭૩ ઉ. પ-પ૬ અ.૬-જ પ. રે. ૧૮ મેહેર સને ૧૨૨૪ સં. ૧૯૭૧ ચૈત્ર સુદિ-૧૧ અમદાવાદના શેઠ – લલ્લુભાઈ રાયજીને તેમના શરીરની બહુ માંદગી વખતે લખેલ ઉપદેશ - કઘાલિ કરી શરણું જિનેશ્વરનું – જગત સર્વે ભૂલી જાવું. ખરા સમભાવમાં રહેવું ખરું ઉપદેશથી કહેવું – ૧ દુહા. સાખી અદા કરી નિજ ફર્જન – યથાશક્તિ અનુસાર સુખદુઃખ આવ્યાં ભોગવ્યાં – કર ચિન્તા ન લગાર. સ્વભાવે સહુ થયા કરતું – ગતિ કુદરત તણી ન્યારી. ઘટે ના હર્ષ દિલગીરી - સકલથી ભિન્ન નિર્ધારી – કરી – ૨ દુનિયા જૂઠી કારમી – એવું મનમાં લાવ. સર્વ સંબંધો કારમાં – એવું મનમાં ભાવ. જરા ના લક્ષ્ય દે ઘરમાં – જરા ના લક્ષ્ય દે પરમાં સ્વભાવે આત્મના રહેવું – પડે તે દુઃખ સહુ હેવું – કરી - ૩) ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્રને – કદી ન છોડે કાળ. દેખ્યું સર્વે જૂઠ છે – જેવી માયાજાળ ત્યજીને સર્વ ચિત્તાઓ – પ્રભુનું ધ્યાન મન ધરવું. ખરા વખતે રહી સાવધ – જરાના મોતથી ડરવું – કરી – ૪ કર્યા કર્મ સહુ ભોગવે – કોરા જાકો રંક. દેવું ચૂકવા કર્મનું – થઈ ધર્મે નિઃશંક ચિદાનન્દી સ્વયં તું છે. ધરેલા દેહથી ન્યારો. મુસાફર વિશ્વમાં તું છે. ત્વને છે ધર્મ આધારો – કરી – ૫ વળે શું ? હાયવરાળથી – શરદશા સંભાળ. રાગદ્વેષને પરિહરી – સર્વ કર્મને ખાળ. હને એવું ઘટે છે હો – ખરા વૈરાગ્યમાં રહેવું. ખરું શુભ ધર્મનું ભાતું – કમાઈ સાથમાં લેવું – કરી – ૯ આલોયણ ભાવે કરી – મમતા સહુની મેલ. પ્રભુ સ્વરૂપે લીન થઈ – આત્મસ્વભાવે ખેલ. શિખામણ ચિત્તમાં ધારો — વિકલ્પો સહ થતા વારો. બુદ્ધચબ્ધિ ધર્મ છે સાચો – હૃદયથી ધર્મમાં રાચો – કરી – ૭ ॐ शान्तिः३ “અજપા જાપ તે આત્મરમણતા, અનહદ ધ્વનિ અંતર ઉપયોગ (જાગૃતિ) આધ્યાત્મિક દૃષ્ટિએ અર્થને સમજી સાધો અનુભવ યોગ.”
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy