________________
MONDAY 15T'I MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૦)) એમવાર તા. ૧૫ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૨૮ રબીલાખ સને ૧૩૩૩ ઉ. ૬-૩ અ. ૫-૫૬ પા. ડે. ૫ મે ડેર સને ૧૨૨૪
કોને ઉપદેશ દેવો એવા માનવને ઉપદેશો શુભ કરવા ઘટે રે – જેને શિક્ષા આપે રાગાદિક વિષયો માટે રે – શ્રદ્ધાભક્તિ નિજમન સાચી – ગુરુ ઉપદેશે રહેતો રાચી – પડતાં કોટિ વિનો ધર્મથી નહિ પાછો હઠે રે – એવા – ૧ સુગરો સગુણો દક્ષ દયાળુ – પરોપકારી પૂર્ણ માયાળુ. પડતો કદી નહીં જે નિન્દા વિકથા ખટપટે રે – એવા – ૨ સમતા ઘારે મોહ જ મારે – સત્ય વિવેકે સત્ય વિચારે. શિક્ષા આપી તે સદ્ગુરુની મનમાં બહુ રટે રે – એવા – ૩ સદ્ગુરુનો ઉપકાર ન ભૂલે – અહંવૃત્તિમાં જ નહીં ઝૂલે. સાચી આવશ્યક નિજ ફર્જ અદા કરવા અટે રે – એવા – ૪ વિનયાચારે વર્તે ભાવે – સાપેક્ષાએ બોધ સુહાવે. બોલે બુદ્ધિસાગરસગુરુ રહે શુભ સંગ તેરે – એવા – ૫
“સાચું ન છાનું જગ રહે, દરકાર કોની ના ધરો, નિંદા સ્તુતિ પર લક્ષ્ય વિણ નિજ જીવન ફરજો અનુસરો.”