________________
णाणाविहाणं खहचर पंचिंदिय तिरिक्खजोणिणियाणं चम्मपक्खीणं जावमक्खायं ।। सू. ५७॥
હવે આકાશમાં ઉડનારાં પક્ષીઓનું કહે છે, તેની ઉત્પત્તિ ચાર ભેદે છે, ચામડાની પાંખ તે ચમકીટ (ચામાચીડી) વલ્થલી (વાગોળ) વિગેરે છે, પીછાંવાળાં તે સારસ રાજહંસ કાગડે બગલે ખબુતર પોપટ ચકલી વિગેરે છે, સમુદ્રગ પક્ષી તેની પાંખ બીડાયેલી હોય, તથા વિતત પક્ષીની પાંખ સદા ફેલાયેલી રહે. પ્રથમના બે ભેદનાં પક્ષી અહીં દેખાય છે, બીજા બે ભેદનાં પક્ષી રા દ્વીપની બહાર છે, તે પૂર્વમાફક વીર્ય રૂધિરના પ્રમાણમાં માદાના ઉદરમાં ઉપજે છે, તે પક્ષીઓ ઈંડા મુકે છે, તે ઈંડું મુક્યા પછી તેના ઉપર માદા પાંખ ઢાંકીને બેસે છે, તેથી તેની ગરમીથી ઈંડાને રસ કઠણ થઈને ચાંચ વિગેરે આકારવાળું બચ્ચું અંદર થાય છે, તે બહાર નીકળ્યા પછી પણ માદા આહાર લાવી ચાવીને તેને ખવડાવે છે, તેમાં જુદા જુદા રંગ રસફરસ આકાર વિગેરે કર્મના સંબંધે થાય છે, એ બધું સમજી લેવું, આ પ્રમાણે પચંદ્રિય મનુષ્ય તથા તિર્યંચ કહ્યા, તેમને આહાર બે પ્રકાર છે, અનાગ તે આખો દિવસ અને રાત વાયુ તથા ભીનાશ ક્ષણે ક્ષણે લે છે, તે અને આભેગ આહાર તે જ્યારે ભૂખ લાગે ત્યારે દરેક મનુષ્ય વિગેરે લે છે, હવે વિકલૈંદ્રિયનુ કહે છે.