________________
૧૩
છે, શું તેનું શરીર જે અવસ્થામાં હતું તે બદલાઈ ગયું છે? વળી તેનું પ્રમાણ આ છે, કેવલીને પણ ખાવાનું છે, સમગ્ર સામગ્રીકપણું છે તેથી, પૂર્વમાં જેમ ખાતા હતા, આ સામગ્રી પ્રક્ષેપ આહારની છે, ૧ પર્યાપ્તપણું છે, ૨ વેદનીયને ઉદય છે, આહાર પચાવવા માટે તેજસ શરીર છે, અને લાંબુ આયુષ્ય છે, આ બધાં લક્ષણો કેવળીને છે, જો કે બળેલી દેરડી જેવું વેદનીય કર્મનું દષ્ટાન્ત આપ્યું, તે પણ સિદ્ધાંત વિરૂદ્ધ અને યુક્તિ રહિત છે, આગમમાં વેદનીય કર્મને સાતા વેદનીય આશ્રયી કેવળીને અત્યંત ઉદય છે, યુક્તિ પણ આ છે, જે ઘાતકર્મના ક્ષયથી જ્ઞાન વિગેરે છે; પણ તેથી વેદનીયથી ઉત્પન્ન થયેલ ભૂખને કેવી રીતે રેકે ? કે જેથી ભૂખ ન લાગે, જેમ છાંયડે અને તડકે પરસ્પર વિરોધી છે, જે સાથે રહેવા ગ્ય નથી, તેમ આ નથી, તેમજ ભાવ અભાવ પરસ્પર ત્યાગ રૂપ છે, તેમ આ ત્યાગરૂપ વિરોધી નથી, વળી સાતા અસાતા અંતર્મુહૂર્તમાં બદલાય છે, તેથી જેમ સાતાને ઉદય લબે કાળ છે, તેમ અસાતાને પણ લાંબા કાળ હોવાથી અનંતવીર્ય છતાં પણ શરીર બળને અપચય થવાથી સુધાની વેદનાની પીડા છેજ, તેમ આહાર લેવાથી તેનું કશું બગડતું નથી, આ આહાર સામાન્ય માણસ માફક રસના લુપી પણા માટે નથી, પણ શરીરમાં પુરૂષાર્થ છે, તે પ્રકટ કરવા માત્ર છે, (અથવા જેટલા પુદગળનું દેવું છે તે ચૂકવવા માત્ર છે,) વળી તમે કહ્યું કે વેદનીય કર્મની